ઉત્કલન (boiling)

January, 2004

ઉત્કલન (boiling) : પ્રવાહીના જથ્થામાં ઉત્પન્ન થતા બાષ્પના પરપોટાની પ્રવાહીમાં પ્રક્ષોભ પેદા કરીને સપાટી ઉપર આવીને બાષ્પરૂપે મુક્ત થવાની ઘટના. સામાન્ય બાષ્પીભવનમાં પણ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. પણ તે ફક્ત સપાટી ઉપર જ થાય છે. આ રૂપાંતર પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતાં નીચા તાપમાને થાય છે.

જગન્નાથ ગિરધરલાલ સુથાર