ઈમેટિન : ઈપેકાક્યુઆન્હા (ipecacuanha) નામના છોડવામાંથી મેળવવામાં આવતું આઇસોક્વિનોલીન વલય ધરાવતું આલ્કેલૉઇડ. સફેદ અસ્ફટિકમય પદાર્થ. ગ.બિં. 74o સે. સૂત્ર C29H40N2O4. અણુભાર 480.63 મિથેનોલ, ઇથેનોલ, એસિટોન, ઇથાઇલ એસિટેટ, ઈથર, ક્લૉરોફૉર્મ વગેરેમાં મુક્તપણે દ્રાવ્ય. પાણીમાં અંશત: દ્રાવ્ય. તેના બંધારણ અંગેનું સંશોધન અડધી સદી પર્યંત ચાલ્યું. તે પ્રબળ વમનકારી છે. અમીબાજન્ય મરડામાં તે ઉપયોગી છે. ભારતમાં દાર્જિલિંગ, નીલગિરિ અને સિક્કિમમાં આ છોડનું વાવેતર કરાય છે.

પ્રવીણસાગર સત્યપંથી