રસાયણશાસ્ત્ર
સંશ્લેષિત એસ્ટ્રોજન
સંશ્લેષિત એસ્ટ્રોજન : માદાના લૈંગિક અંતસ્રાવો. લૈંગિક અંત:સ્રાવો મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) માદાના લૈંગિક અંત:સ્રાવો – એસ્ટ્રોજન, (2) નરના લૈંગિક અંત:સ્રાવો – એન્ડ્રોજન તથા (3) ગર્ભાવસ્થા દરમિયાન સ્રવતા અંત:સ્રાવો – પ્રોજેસ્ટિન (progestin). સૌથી પહેલો લૈંગિક અંત:સ્રાવ એસ્ટ્રોન (oestrone or estrone) અલગ પડાયેલો. જર્મનીની ગોટિંગન યુનિવર્સિટીના ઍડોલ્ફ બ્યુટેનાન્ડટ…
વધુ વાંચો >સંશ્લેષિત હીરો (Synthetic Diamond)
સંશ્લેષિત હીરો (Synthetic Diamond) : ગ્રૅફાઇટ(કાર્બન)ને ઉચ્ચ દબાણ અને તાપમાન આપીને તૈયાર થતો હીરો. કુદરતી હીરા જમીન કે દરિયાઈ ભૂસ્તરમાંથી મળે છે, જ્યારે આ પ્રકારે મનુષ્યે તૈયાર કરેલ હીરા સંશ્લેષિત હીરા કહેવાય છે. સંશ્લેષિત હીરા મુખ્ય ગુણધર્મોમાં કુદરતી ડાયમંડને બહુ મળતા આવે છે, ફેર જે હોય છે તે કદ, આકાર…
વધુ વાંચો >સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર)
સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર) : જે સંયોજનોની સંરચના સંયોજકતા-બંધ (valence bond) પદ્ધતિ વડે રજૂ થતી કોઈ એક (સંરચના) વડે ચોકસાઈપૂર્વક દર્શાવી ન શકાય તેમની સાચી રાસાયણિક સંરચના દર્શાવવા માટે ક્વાટમ યાંત્રિકીય ગણતરીઓ (considerations) પર આધારિત ગાણિતિક કલ્પના (concept). અણુઓ માટે તે ગાણિતિક રીતો દ્વારા શ્રોડિંજર સમીકરણના ઉકેલ (solution) માટેનું સંયોજકતા-બંધ-પદ્ધતિનું એક…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સાબુ
સાબુ પ્રાણીજ ચરબી કે વનસ્પતિજ, તેમને કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ, NaOH) જેવા આલ્કલી સાથે ઉકાળીને મેળવાતો, મેલ દૂર કરવામાં ઉપયોગી એવો પદાર્થ. સાબુનીકરણ (saponification) તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં ચરબી કે તેલમાં રહેલા ગ્લિસરાઇડ ઍસ્ટર(glyceride esters)નું ગ્લિસરોલ (glycerol) અથવા ગ્લિસરીન (glycerine) (એક પ્રકારનો આલ્કોહૉલ) અને જે તે મૉનોકાર્બૉક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારો[મુખ્યત્વે…
વધુ વાંચો >સાબુકરણ-આંક
સાબુકરણ–આંક : 1 ગ્રા. તેલ અથવા ચરબી જેવાં એસ્ટરનું પૂર્ણ જળવિભાજન કરવાથી નીપજેલા ઍસિડનું તટસ્થીકરણ કરવા માટે આવશ્યક પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિલીગ્રામમાં વજન. જેમ એસ્ટરનો અણુભાર ઓછો તેમ તેનો સાબુકરણ-આંક ઊંચો. ‘સાબુકરણ’ શબ્દનો અર્થ સાબુ બનાવવો એમ થાય છે. ચરબીના આલ્કલી દ્વારા જળવિભાજનથી સાબુ બનાવી શકાય છે. સાબુ એ ખૂબ લાંબી…
વધુ વાંચો >સાયનાઇડ (cyanide)
સાયનાઇડ (cyanide) : CN સમૂહ ધરાવતાં સંયોજનો પૈકીનું એક. સાયનાઇડ, સાયનોજન વગેરે નામો લોહ(આયર્ન)ના ક્ષાર સાથે પ્રુશિયન બ્લૂ (Prussian blue) જેવા ઘેરા વાદળી (ભૂરા) રંગના વર્ણકો (pigments) ઉત્પન્ન કરવાના તેમના ગુણધર્મ સાથે સંકળાયેલા છે (ગ્રીક : cyanos = ઘેરો ભૂરો). અકાર્બનિક સાયનાઇડ સંયોજનો (દા.ત., પોટૅશિયમ સાયનાઇડ, KCN) જેવા ક્ષારોમાં આ…
વધુ વાંચો >સાયનેટ (cyanate)
સાયનેટ (cyanate) : -OCN-સમૂહ ધરાવતા અને સાયનિક ઍસિડમાંથી મેળવાતા ક્ષારો. સાયનિક ઍસિડ HO – C ≡ N અને H – N = C = O – એમ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સાયનેટ-સંયોજનો —ONC-સમૂહ ધરાવતા ફુલ્મિનેટ સંયોજનો (fulminates) સાથે સમાવયવી (isomeric) હોય છે. આલ્કલી ધાતુઓના સાયનાઇડ ક્ષારોના જલીય દ્રાવણ કે…
વધુ વાંચો >સાંકળ-પ્રક્રિયા
સાંકળ–પ્રક્રિયા : જુઓ શૃંખલા-પ્રક્રિયા.
વધુ વાંચો >સિગ્મા બંધ
સિગ્મા બંધ : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >