રસાયણશાસ્ત્ર

ઇથાઇલ ક્લોરાઇડ

ઇથાઇલ ક્લોરાઇડ : રંગવિહીન, બાષ્પશીલ, ઈથર જેવી વાસ ધરાવતું લીલી કિનારીવાળી જ્યોતથી સળગતું, દાહક સ્વાદવાળું, જ્વલનશીલ કાર્બનિક પ્રવાહી. સૂત્ર, C2H5Cl ઉ. બિં. 12.5o સે., વિ. ઘ. 0.33. મોટા ભાગે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પાણીમાં નહિવત્ પ્રમાણમાં દ્રાવ્ય. ઇથિલિન અને હાઇડ્રોજન ક્લોરાઇડ વચ્ચે AlCl3ની હાજરીમાં પ્રક્રિયા થતાં બને છે : ઇથેનોલ અને…

વધુ વાંચો >

ઇનેમલ

ઇનેમલ : ધાતુની સપાટી ઉપર કાચ જેવો ઓપ (glaze) આપવા માટેનો પદાર્થ. આ પદાર્થને ગરમ કરી પિગાળીને ધાતુની સપાટી ઉપર ચિટકાવી દેવાથી ચળકાટવાળું વિવિધરંગી ટકાઉ સુશોભન કરી શકાય છે. ઇનેમલકામની ક્રિયાવિધિ ઈ. સ. પૂ. તેરમીથી અગિયારમી સદીની આસપાસ પણ જાણીતી હતી. મીનાકારી અલંકારો અને કલાકારીગરીની ચીજોમાં ઇનેમલનો ઉપયોગ કરવામાં આવે…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ (IIP) : 1960માં નવી દિલ્હી અને 1963થી દહેરાદૂન ખાતે કાર્ય કરતી પેટ્રોલિયમ અંગેની સંસ્થા. તે CSIRની એક મહત્વની પ્રયોગશાળા છે. તેનું મુખ્ય ધ્યેય પેટ્રોલિયમ અને તેની પેદાશો, કુદરતી વાયુ અને પેટ્રો-રસાયણોના પ્રક્રમણ (processing) તથા ઉપયોગ અંગેનું સંશોધન અને વિકાસકાર્ય છે. આ ઉપરાંત આ ક્ષેત્ર અંગેના બજાર-સર્વેક્ષણ…

વધુ વાંચો >

ઇન્ડિયન કેમિકલ સોસાયટી

ઇન્ડિયન કેમિકલ સોસાયટી : ભારતના કલ્પનાશીલ દેશભક્તો અને પ્રખ્યાત રસાયણજ્ઞોએ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉયને સંસ્થાપક પ્રમુખ અને પ્રો. જ્ઞાનેન્દ્રનાથ મુકરજીને સંસ્થાપક મંત્રી તરીકે નીમીને કૉલકાતામાં સ્થાપેલું રસાયણશાસ્ત્રને લગતું મંડળ. સ્થાપના : 1924. આ મંડળે તેનો હીરક મહોત્સવ ઑક્ટોબર (14-19), 1984માં ઊજવ્યો હતો. આ મંડળ સ્થાપવા પાછળના બે મુખ્ય ઉદ્દેશો છે :…

વધુ વાંચો >

ઇન્ડિયમ

ઇન્ડિયમ (In) : આવર્ત કોષ્ટકના 13મા (અગાઉના III A) સમૂહનું રાસાયણિક તત્વ. જર્મનીમાં ફર્ડિનાન્ડ રાઇશ અને થિયૉડોર રિક્ટરે 1863માં ફ્રાઇબર્ગની ખાણની શાળામાં તેને તત્વ સ્વરૂપમાં મેળવ્યું હતું. તેના ક્ષારો ઘેરા વાદળી રંગની (indigo) જ્યોત આપતા હોઈ તેનું નામ ઇન્ડિયમ પાડવામાં આવ્યું હતું. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ દસ લાખ ભાગે 0.2…

વધુ વાંચો >

ઇપેટિમોવ વ્લાદિમિર નિકોલાઇડ

ઇપેટિમોવ વ્લાદિમિર નિકોલાઇડ (જ. 21 નવેમ્બર 1867, યેસ્કો; અ. 29 નવેમ્બર 1952, શિકાગો) : જન્મે રશિયન પણ જાણીતા બન્યા અમેરિકન વૈજ્ઞાનિક તરીકે. ઉચ્ચ દબાણે ઉદ્દીપકીય પ્રક્રિયાઓના ઉપયોગથી ઊંચા ઑક્ટેન આંકવાળા, ગૅસોલીન બનાવવાની પ્રક્રિયાઓના પ્રમુખ અભ્યાસી. 1887માં રશિયન લશ્કરમાં ઑફિસર, 1889-92 દરમિયાન મિખાઇલ આર્ટિલરી એકૅડેમીમાં રસાયણના પ્રાધ્યાપક. 1897માં મ્યુનિચમાં કુદરતી રબરના પાયાના…

વધુ વાંચો >

ઇરિડિયમ

ઇરિડિયમ (Ir) : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIII A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1804માં અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથ્સન ટેનાન્ટે પ્લૅટિનમ ખનિજના ઍસિડ-અદ્રાવ્ય વિભાગમાં આ તત્વ શોધી કાઢ્યું અને તેનાં સંયોજનોના વિવિધ રંગોને કારણે મેઘધનુષ્યના લૅટિન નામ ‘iris’ ઉપરથી ઇરિડિયમ નામ પાડ્યું. તે કુદરતમાં પ્લૅટિનમ, ઓસ્મિયમ અને સુવર્ણ સાથે મિશ્ર ધાતુ રૂપે કોઈ વાર…

વધુ વાંચો >

ઇંધનકોષ

ઇંધનકોષ (fuel cell) : રૂઢિગત ઇંધનની રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં સતત રૂપાંતર કરવાની વીજરાસાયણિક (electro- chemical) પ્રયુક્તિ (device). ઇંધનકોષો એક પ્રકારના ગૅલ્વેનિક કોષો છે, જેમાં સતત ચાલતી રાસાયણિક પ્રક્રિયાની ઊર્જાનું ઉપયોગી એવી વિદ્યુતમાં રૂપાંતર થાય છે. આવા કોષો પ્રાથમિક વિદ્યુતકોષ અથવા બૅટરીથી એ અર્થમાં જુદા પડે છે કે બૅટરીમાં વીજધ્રુવો પોતે…

વધુ વાંચો >

ઇંધનો

ઇંધનો (Fuels) રાસાયણિક કે ન્યૂક્લિયર પ્રક્રિયાથી ઉષ્મા-ઊર્જા (heat energy) પેદા કરવા વપરાતાં દ્રવ્યો. જે દ્રવ્યો મધ્યમ તાપમાને પ્રજ્વલિત થાય, ઠીક ઠીક ઝડપથી બળે અને વાજબી કિંમતે મળી શકતાં હોય તેમને સામાન્ય રીતે ઇંધનો ગણવામાં આવે છે. નાભિકીય (nuclear, ન્યૂક્લીયર) ઇંધનોમાં દહન (combustion) જેવી કોઈ પ્રક્રિયા થતી ન હોઈ તેમને વિશિષ્ટ…

વધુ વાંચો >

ઈથર (રસાયણ)

ઈથર (રસાયણ) : બે કાર્બન પરમાણુઓ કે કાર્બનિક સમૂહો વચ્ચે ઑક્સિજન પરમાણુ અંત:પ્રકીર્ણિત (interspersed) હોય તેવા કાર્બનિક સંયોજનોના વર્ગનું સંયોજન. જાતિગત (genetic) સૂત્ર ROR. ઈથરમાંનો ઑક્સિજન-પરમાણુ બે કાર્બન સાથે અહીં દર્શાવ્યા પ્રમાણે જોડાયેલો હોય છે : પાણીના બંને હાઇડ્રોજન કાર્બનિક સમૂહો વડે વિસ્થાપિત કરવાથી ઈથર મળે છે : ઈથર પાણી…

વધુ વાંચો >