રવીન્દ્ર વસાવડા

પંચરથ દેઉલ

પંચરથ દેઉલ : ઓરિસાના સ્થાપત્યમાં મંદિરનો માપ દર્શાવતો એક પ્રકાર. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરને દેઉલ કહેવાય છે. મંદિરના ત્રિરથ, પંચરથ જેવા કેટલાક પ્રકારો છે. પંચરથ નામના પ્રકારમાં મંદિરના મુખપ્રવેશમાં વચ્ચે અને બંને બાજુ બે બે વિભાગ હોય છે. તેની રચના છ સ્તંભો પર આધારિત હોય છે અને તેના પાંચ ભાગમાં એક…

વધુ વાંચો >

પંચાયતન (1)

પંચાયતન (1) : મંદિરોનો એક પ્રકાર. તેની રચનામાં મુખ્ય મંદિરના ચારેય ખૂણે એક એક નાના મંદિરની રચના કરાયેલ હોય છે. આ નાનાં મંદિરોમાં મુખ્ય મંદિરના આધારે દેવદેવીઓની પ્રતિમા સ્થપાયેલી હોય છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતીય સ્થાપત્યમાં આવા પ્રકારનાં મંદિરો જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં ઓસિયાનાં પ્રતિહાર-શૈલીનાં મંદિરો, ખજુરાહોનાં તથા…

વધુ વાંચો >

પંચારમ્

પંચારમ્ : મંદિરના શિખરની અંદરના મજલાની જગ્યા. આ શબ્દનો પ્રયોગ છત્રીઓના સંદર્ભમાં પણ કરાય છે. શિખરોની ઊંચાઈના પ્રમાણમાં અંદર મળતી જગ્યાનો ઘણી વાર નાના મજલા તરીકે ઉપયોગ કરાતો હોય છે અને તેમાં પ્રકાશ તથા હવા માટે સુંદર બારીઓ પણ રખાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

પાકશાળા

પાકશાળા : મકાનનો રસોઈ સાથે સંકળાયેલો ભાગ. સ્થાપત્યની પરિભાષામાં શાળા એટલે મકાનના વિવિધ ભાગમાં આવેલી જગ્યા; તે દરેકનો આગવો ઉપયોગ હોય છે. ચારે બાજુ દીવાલોથી અને ઉપરના ભાગમાં છતથી આવરી લેવાયેલ જગ્યાને શાળા કહેવામાં આવે છે. તે મકાનના માપનો પણ ખ્યાલ આપે છે; જેમ કે એકશાળા, દ્વિશાળા, ત્રિશાળા વગેરે. મકાનમાં…

વધુ વાંચો >

પાગ પગ

પાગ, પગ : મંદિરોની દીવાલોમાં ઉપસાવવામાં આવતા સંલગ્ન થાંભલા. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરોની રચનામાં બાહ્ય દર્શનની આકર્ષકતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. જ્યારે આંતરિક રચના ઘણુંખરું અત્યંત સાદગી ભરેલી રહેતી. બાહ્ય દીવાલોની પાસાદાર રચનાથી સમગ્ર મંદિરનું માળખું ખૂબ જ બારીકાઈથી ઘડાતું. તેથી દીવાલોના ભાગોને વિવિધ ભદ્ર, કર્ણ તથા થાંભલીઓ વડે…

વધુ વાંચો >

પાદ

પાદ : બાંધકામના માપનો એકમ. પાદના સ્થાપત્ય તથા બાંધકામના સંદર્ભમાં બે અર્થ થાય છે : (1) પાયો અને (2) પગલું કે પગ. પગલું એ અર્થ માપના સંદર્ભમાં વિશેષ ઉચિત છે. પગલાં પ્રમાણે માપ લેવાની પ્રથા ઘણી જ પ્રચલિત છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ વપરાય છે. અંગ્રેજીમાં ‘ફૂટ’ શબ્દ આના પરથી…

વધુ વાંચો >

પાદવિન્યાસ

પાદવિન્યાસ : મકાનોના નકશા માટે પ્રચલિત શબ્દ. જમીનતલ કે ભૂતલને પણ ઇમારતના ‘પગલા’ તરીકે વર્ણવાય. જમીન-સ્તરે મકાનની ઇમારતી છબીને પાદવિન્યાસ તરીકે વર્ણવાય છે. મકાનોના બાંધકામની પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે ઇમારતની દીવાલો તથા આધારોનાં રેખાંકન પ્રથમ જમીન પર કંડારાય છે અને તેના આધારે બાંધકામની શરૂઆત કરાય છે. આ રેખાંકનને પણ પાદવિન્યાસ…

વધુ વાંચો >

પાલાટીના ચૅપલ

પાલાટીના ચૅપલ : 113-240 વચ્ચે પાલેર્મો(દક્ષિણ ઇટાલી અને સિસિલી ટાપુ)માં રોમનેસ્ક શૈલીમાં બંધાયેલ દેવળ. તે રાજમહેલના એક ભાગરૂપે હતું. તત્કાલીન બાઇઝેન્ટાઇન શૈલીની અસરને પરિણામે આ દેવળનો ઘુમ્મટ 5.5 મીટરના વ્યાસનો હતો અને દેવળની અંદરનું સુંદર નકશીકામ મુસ્લિમ અસર પ્રમાણે થયેલું. આ સમયના યુરોપીય સ્થાપત્યમાં આ પ્રકારનો સમન્વય એ સહજ બાબત…

વધુ વાંચો >

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય

પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય : પશ્ચિમના દેશોમાં થયેલો સ્થાપત્ય-કલાનો વિકાસ. સ્થાપત્યનો ઇતિહાસ એ ક્ષેત્રની સતત ઉત્ક્રાંતિનું નિરૂપણ છે. તેની શરૂઆત ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિથી ગણી શકાય. આ ગાળાની સરળ અને ભવ્ય ઇમારતો પછી ગ્રીસનાં મંદિરોની સ્થાપત્યરચનામાં ચોકસાઈ અને પૂર્ણતા લાવવાની અપ્રતિમ ભાવના રહેલી જોવા મળે છે. ત્યારબાદ રોમની રાજકીય સંસ્કૃતિમાં લોકોપયોગી…

વધુ વાંચો >

પિયાનો નોબિલ

પિયાનો નોબિલ : ઉમરાવ-ખંડ. આ ઇટાલિયન શબ્દનો અર્થ છે નોબલ સ્ટૉરી એટલે કે ઉમરાવો માટેનો ખંડ. પુનરુત્થાન કાળના ઇટાલિયન સ્થાપત્યનું આ બહુ જાણીતું અને લાક્ષણિક નિર્માણ છે. તેમાં વિશાળ નિવાસોમાં રસ્તા પર પડતા ભોંયતળિયાના મજલા પર ઉપલા માળે વિશાળ ઉમરાવ-ખંડ બાંધવામાં આવતો અને તે અમીર-ઉમરાવોની મહેમાનગતિ માટે ઉપયોગમાં લેવાતો. તેનું…

વધુ વાંચો >