પંચરથ દેઉલ : ઓરિસાના સ્થાપત્યમાં મંદિરનો માપ દર્શાવતો એક પ્રકાર. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરને દેઉલ કહેવાય છે. મંદિરના ત્રિરથ, પંચરથ જેવા કેટલાક પ્રકારો છે. પંચરથ નામના પ્રકારમાં મંદિરના મુખપ્રવેશમાં વચ્ચે અને બંને બાજુ બે બે વિભાગ હોય છે. તેની રચના છ સ્તંભો પર આધારિત હોય છે અને તેના પાંચ ભાગમાં એક મધ્ય ભાગ પ્રવેશ માટે હોય છે. (જુઓ ઓરિસાનું સ્થાપત્ય.)

રવીન્દ્ર વસાવડા