પંચારમ્ : મંદિરના શિખરની અંદરના મજલાની જગ્યા. આ શબ્દનો પ્રયોગ છત્રીઓના સંદર્ભમાં પણ કરાય છે. શિખરોની ઊંચાઈના પ્રમાણમાં અંદર મળતી જગ્યાનો ઘણી વાર નાના મજલા તરીકે ઉપયોગ કરાતો હોય છે અને તેમાં પ્રકાશ તથા હવા માટે સુંદર બારીઓ પણ રખાય છે.

રવીન્દ્ર વસાવડા