રમેશ ઠાકર

ફિલ્મ

ફિલ્મ : વાસ્તવિક જગતની વ્યક્તિ કે પદાર્થનું આબેહૂબ ચિત્ર ઝડપવા માટે કચકડાની પ્રકાશસંવેદી પટી કે તકતી વપરાય છે. છબીકળાના મૂળમાં નેગૅટિવ અતિ અગત્યની ગણાય છે, પણ જેમ કૅમેરાની શોધમાં વિજ્ઞાનીઓએ સદીઓ વિતાવી અને છબી ઉપસાવવાની પ્રક્રિયામાં વર્ષો સુધી વ્યસ્ત રહ્યા, તેવી જ રીતે વિજ્ઞાનીઓ નેગૅટિવ અને તેના ફિલ્મ રોલ તૈયાર…

વધુ વાંચો >

ફોટોમાઇક્રૉગ્રાફી

ફોટોમાઇક્રૉગ્રાફી : સૂક્ષ્મ ફોટોગ્રાફી. સાચો શબ્દ ‘ફોટોમાઇક્રૉગ્રાફી’ છે. પરંતુ ઘણા લોકો, ખાસ કરીને બ્રિટન અને અમેરિકાની બહાર વસતા લોકો, ‘માઇક્રૉફોટોગ્રાફી’ શબ્દ પણ વાપરે છે. ફોટોમાઇક્રૉગ્રાફી એક પ્રકારની ક્લોઝઅપ ફોટોગ્રાફી જ છે. પણ જે ર્દશ્ય સામાન્ય લોકો નરી આંખે જોઈ શકતા નથી તે કૅમેરાની અંદર બેસાડેલ સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રૉસ્કૉપિક લેન્સથી…

વધુ વાંચો >

ફોટોમૉન્ટાજ

ફોટોમૉન્ટાજ : છબીકળા અને કલ્પનાશક્તિના સમન્વયથી તૈયાર થયેલ છબી. લેખકો પોતાની કલ્પનાશક્તિથી સાહિત્ય રચે છે, ચિત્રકારો પોતાની કલ્પના મુજબ ચિત્રો દોરે છે, એવી જ રીતે ફોટોમૉન્ટાજમાં છબીકાર પોતાની કલ્પના મુજબ અનેક છબીઓ ભેગી કરીને મૉન્ટાજ કરેલી નવી જ ફોટોકૃતિ તૈયાર કરે છે. ફોટોમૉન્ટાજ એટલે એન્લાર્જરની મદદથી એક કે વધુ નેગૅટિવમાંથી…

વધુ વાંચો >

ફ્લૅશ-ગન

ફ્લૅશ-ગન : છબીકલામાં કૅમેરા સાથેનું એક અગત્યનું ઉપકરણ. દિવસે આપણે જે પ્રકાશ અનુભવીએ છીએ તે સીધા સૂર્યપ્રકાશ તેમજ આકાશ અને નજીકના પદાર્થોના પ્રકાશના પરાવર્તનનું મિશ્રણ છે; જ્યારે રાત્રિના અંધકારમાં ચંદ્ર અને તારાના ઝાંખા પ્રકાશમાં કશું સ્પષ્ટ દેખાતું હોતું નથી અને તેથી અંધકારમાં છબી ખેંચવા માટે શક્તિશાળી કૃત્રિમ પ્રકાશની આવશ્યકતા રહે…

વધુ વાંચો >

ભચેચ, શુકદેવ

ભચેચ, શુકદેવ (જ. 9 માર્ચ 1922; અ. 3 માર્ચ 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અખબારી છબીકાર. તેમણે અખબારી છબીકાર તરીકેની પોતાની 5 દાયકાની કારકિર્દી દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘જનસત્તા’ જેવાં ગુજરાતનાં અગ્રિમ દૈનિક અખબારો અને વિભિન્ન સામયિકો ઉપરાંત પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા જેવી સમાચાર-સંસ્થામાં અવિરત…

વધુ વાંચો >

ભટ્ટ, બળવંત

ભટ્ટ, બળવંત (જ. 11 ફેબ્રુઆરી 1908; અ. 5 સપ્ટેમ્બર 1988) : ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ તસ્વીરકાર. મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચની 1930માં ઝડપેલી તસવીર બાદ તેઓ બહોળી પ્રસિદ્ધિ પામ્યા. કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે છબીકલા અંગેનું ખૂબ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમના પિતા જીવણરામ ભટ્ટ અમદાવાદના સુપ્રસિદ્ધ વકીલ હતા. બળવંત ભટ્ટ ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના…

વધુ વાંચો >

ભારદ્વાજ, આર. આર.

ભારદ્વાજ, આર. આર. (જ. 31 ઑગસ્ટ 1903, ખાડ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 19 ડિસેમ્બર 1985) : ભારતમાં છબીકલાના પિતામહ. એમની છબીઓ જેટલી જીવંત છે, એટલું જ એમનું જીવન પણ રોમાંચક છે. મેટ્રિક્યુલેશનના અભ્યાસ દરમિયાન જ એમને ચિત્રકળાનો શોખ પેદા થયો હતો. 1923માં અભ્યાસ આગળ ધપાવવા માટે લાહોરની મેયો સ્કૂલ ઑવ્…

વધુ વાંચો >

મૉઇબ્રિજ, એડ્વર્ડ

મૉઇબ્રિજ, એડ્વર્ડ (જ. 1830, ગ્રેટર લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1904) : બ્રિટનના ઍક્શન ફોટોગ્રાફીના પ્રણેતા. મૂળ નામ એડ્વર્ડ જેમ્સ મ્યુગરિજ; પણ પોતાના વિચિત્ર સ્વભાવને કારણે નામ તથા જોડણી બદલી કાઢ્યાં. 1852માં તેઓ સ્થળાંતર કરી કૅલિફૉર્નિયા ગયા અને અમેરિકન સરકારના મુખ્ય ફોટોગ્રાફર બન્યા. 1887માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં દોઢથી પંદર મિનિટને અંતરે @ અને…

વધુ વાંચો >

રંગભાવન (toning)

રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી…

વધુ વાંચો >

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert)

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert) (જ. 7 મે 1909, બ્રિજપૉર્ટ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1 માર્ચ 1991, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : યુ.એસ.ના ભૌતિકવિદ, પોલેરૉઇડ (Polaroid) તથા તત્ક્ષણ (instant) ફોટોગ્રાફીના શોધક તથા ધંધાદારી સંચાલક. પિતા હૅરી એમ. લૅન્ડ તથા માતા માર્થા જી. લૅન્ડ. એડવિને અમેરિકાની નૉર્વિક એકૅડેમી તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ…

વધુ વાંચો >