રમતગમત

બેઝબૉલ

બેઝબૉલ : અમેરિકાની રાષ્ટ્રીય રમત. સ્થિર મગજ, ત્વરિત નિર્ણય-શક્તિ, ચપળ નજર અને ત્વરિત સ્નાયુકાર્ય માગી લેતી અમેરિકન પ્રજાની આ અત્યંત લોકપ્રિય મેદાની રમત છે. બેઝબૉલની ઉત્પત્તિ મૂળ અંગ્રેજી ‘રાઉન્ડર્સ’ નામની રમતમાંથી થઈ. લોકોક્તિ મુજબ આ રમતની શોધ ઈ. સ. 1839માં ‘એબનર ડાઉબ્લૅન્ડે’ નામના અમેરિકન લશ્કરી યુવાને કુપર સ્ટાઉન ન્યૂયૉર્કમાં કરી…

વધુ વાંચો >

બેઠી રમતો

બેઠી રમતો : બેસીને રમાતી રમતો; ઘરમાં રહીને રમાતી રમતો – અંતર્ગૃહ (indoor) રમતો. રમતોના સામાન્ય રીતે બે મુખ્ય પ્રકાર પડી જાય છે : (1) દોડવું, કૂદવું, ફેંકવું, ચઢવું, તરવું વગેરે જેવી મોટા સ્નાયુઓના ઉપયોગવાળી રમતો તે શ્રમકારી રમતો; (2) બેસીને, આંગળીઓ જેવા નાના સ્નાયુઓના ઉપયોગથી રમી શકાય તેવી અથવા…

વધુ વાંચો >

બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન 

બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન  (જ. 1857, લંડન; ઇંગ્લૅન્ડ, અ. 1941) : બ્રિટનના જનરલ અને બૉય સ્કાઉટ પ્રવૃત્તિના સ્થાપક. તેમણે ચાર્ટર હાઉસ ખાતે અભ્યાસ કર્યો હતો. પછી 1876માં તે લશ્કરમાં જોડાયા અને ભારત તથા અફઘાનિસ્તાનમાં કામગીરી બજાવી અને બોર યુદ્ધ દરમિયાન મૅફિકિંગને બચાવવા બદલ (1899–1900) તેમને પુષ્કળ નામના મળી. તેમને…

વધુ વાંચો >

બૅડમિન્ટન

બૅડમિન્ટન : એક વિદેશી રમત. તેની શરૂઆત લગભગ એક સદી પહેલાં ભારતમાં થઈ. તે ‘પૂના’ રમત તરીકે પ્રચલિત હતી. આ રમત ઓગણીસમી સદીની મધ્યમાં અંગ્રેજ સૈનિકોના અધિકારીઓ દ્વારા ઇંગ્લૅન્ડમાં લઈ જવાઈ. ઇંગ્લૅન્ડમાં આ રમત પ્રથમ વખત 1873માં ડ્યૂક બ્યૂફોર્ટ દ્વારા ગ્લુસેસ્ટરશાયરમાં બૅડમિન્ટન પ્રદેશમાં રમાડવામાં આવી, તેથી તેનું નામ બૅડમિન્ટન પડ્યું.…

વધુ વાંચો >

બેડસર, ઍલેક (વિક્ટર) (સર)

બેડસર, ઍલેક (વિક્ટર) (સર) (જ. 1918, રીડિંગ, બર્કશાયર, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ ક્રિકેટ-ખેલાડી. તેમના જોડકા-ભાઈ એરિક (1918) સાથે મળીને તેમણે સરેની ટીમને 1950ના દસકા દરમિયાનના ગાળામાં સતત 7 વાર કાઉન્ટી ચૅમ્પિયનશિપનું વિજેતાપદ અપાવ્યું હતું. વિશ્વયુદ્ધ પછીનાં 8 વર્ષ દરમિયાન, તેઓ ઇંગ્લૅન્ડના અગ્રણી અને સફળ ગોલંદાજ બની રહ્યા. તેમણે  કુલ 51…

વધુ વાંચો >

બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ

બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ (જ. 25 સપ્ટેમ્બર 1946, અમૃતસર) : ભારતીય ક્રિકેટવિશ્વના અત્યંત લોકપ્રિય અને સિદ્ધિવંતા ક્રિકેટર. તેમણે 1961થી 1981ના 20 વર્ષના ગાળામાં ભારતીય ક્રિકેટમાં ધીમા ડાબોડી સ્પિન ગોલંદાજથી માંડીને સુકાની, કોચ તથા મૅનેજર સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરી હતી. દિલ્હીની સ્ટેટ બૅંકના આ ભૂતપૂર્વ અધિકારી હાલ દિલ્હીમાં નવયુવાન ક્રિકેટરોને તાલીમ…

વધુ વાંચો >

બેનરજી, પ્રદીપ કુમાર

બેનરજી, પ્રદીપ કુમાર (જ. 23 જૂન 1936 જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ; અ. 20 માર્ચ 2020, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ ફૂટબૉલ ખેલાડી. પી. કે. બેનરજી તરીકે જાણીતા પ્રદીપ કુમાર બેનરજીની ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીઓમાં ગણના થાય છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. પ્રદીપ કુમારે 45મૅચોમાં…

વધુ વાંચો >

બેનો, રિચાર્ડ

બેનો, રિચાર્ડ (જ. 1930, પેનરિથ, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : નામી ક્રિકેટ ખેલાડી, બ્રૉડકાસ્ટર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમત માટેના સલાહકાર. તેમનું લાડકું નામ છે રિચી બેનો. ઑસ્ટ્રેલિયા તરફથી તેઓ 63 ટેસ્ટ મૅચ રમ્યા અને તેમાં 28 ટેસ્ટ મૅચમાં તેમણે કપ્તાનપદની જવાબદારી સંભાળી. એમાં ઇંગ્લૅન્ડના 3 પ્રવાસ (1953, 1956, 1961) ખૂબ…

વધુ વાંચો >

બેરા, યોગી (મૂળ નામ : લૉરેન્સ પીટર બેરા)

બેરા, યોગી (મૂળ નામ : લૉરેન્સ પીટર બેરા) (જ. 1925, ન્યૂયૉર્ક) : બેઝબૉલ રમતનો જાણીતો ખેલાડી. 1946થી ’63 દરમિયાન તે ‘ન્યૂયૉર્ક યાન્કી’ તરફથી કુશળ ખેલાડી તરીકે રમ્યો; તે દરમિયાન તેણે વિશ્વ-શ્રેણીમાં 14 વખત ભાગ લઈને નવો વિક્રમ સર્જ્યો. અમેરિકન લીગની રમતોમાં કૅચર તરીકે રમીને 313 જેટલા સૌથી વધુ રન કરીને…

વધુ વાંચો >

બૅરિંગ્ટન, કેન

બૅરિંગ્ટન, કેન (જ. 1930, બર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1981, બાર્બાડૉસ) : ક્રિકેટના નામી ખેલાડી. તેમણે 1955થી ક્રિકેટ રમવાનો પ્રારંભ કર્યો અને 1959માં ટેસ્ટ કક્ષાની મૅચમાં પ્રવેશ કર્યો. કોઈ અણનમ ખેલાડીની જેમ તે 82 ટેસ્ટ મૅચ રમ્યા અને 58.67ની સરેરાશથી કુલ 6,806 રન નોંધાવ્યા. ટેસ્ટ મૅચમાં તેમણે કુલ 20 શતક કર્યા, તેમાં…

વધુ વાંચો >