બેનો, રિચાર્ડ (જ. 1930, પેનરિથ, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : નામી ક્રિકેટ ખેલાડી, બ્રૉડકાસ્ટર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમત માટેના સલાહકાર. તેમનું લાડકું નામ છે રિચી બેનો.

ઑસ્ટ્રેલિયા તરફથી તેઓ 63 ટેસ્ટ મૅચ રમ્યા અને તેમાં 28 ટેસ્ટ મૅચમાં તેમણે કપ્તાનપદની જવાબદારી સંભાળી. એમાં ઇંગ્લૅન્ડના 3 પ્રવાસ (1953, 1956, 1961) ખૂબ સફળ નીવડ્યા. તેમણે રમતનાં તમામ પાસાંમાં ખૂબ કૌશલ્ય દાખવ્યું. ટૅસ્ટ મૅચમાં તેમણે કુલ 2,201 રન નોંધાવ્યા જેમાં 3 શતકનો સમાવેશ થાય છે. તેમણે વેધક લેગ-સ્પિન ગોલંદાજી વડે કુલ 248 વિકેટ લીધી હતી. પછીના વખતમાં તેઓ ક્રિકેટના વૃત્તાંતનિવેદક-સમીક્ષક તરીકે ખ્યાતિ પામ્યા.

મહેશ ચોકસી