રમતગમત

બિંદ્રા, અભિનવ

બિંદ્રા, અભિનવ (જ. 28 સપ્ટેમ્બર 1982, દહેરાદૂન, ઉત્તરાખંડ) : ઑલિમ્પિક સ્પર્ધાઓના 108 વર્ષના ઇતિહાસમાં ભારતને સૌપ્રથમ વાર વ્યક્તિગત હરીફાઈમાં સુવર્ણચંદ્રક મેળવી આપનાર નિશાનબાજ. ધનાઢ્ય પરિવારમાં જન્મ. પિતા અપજીત ઉદ્યોગપતિ અને માતા બબલી ઘરકામમાં વ્યસ્ત હોય છે. અભિનવનું શાલેય શિક્ષણ દહેરાદૂન અને ચંડીગઢ ખાતે સંપન્ન થયા બાદ ઉચ્ચ શિક્ષણ અમેરિકાની કોલોરાડો…

વધુ વાંચો >

બુલફાઇટ

બુલફાઇટ : માણસ તથા આખલા વચ્ચે લડાઈ રૂપે પ્રસ્તુત કરાતી રમત, આખલાયુદ્ધ. જોકે આ રમત અત્યંત ક્રૂર છે. તેમાં મોટેભાગે આખલાનો પ્રાણ લેવાય છે. કોઈ વાર માણસ પણ ભોગ બને છે. ધાર્મિક પરંપરા તરીકે વર્ણવાતી આ રમત સ્પેન, મૅક્સિકો તથા દક્ષિણ અમેરિકાના સ્પૅનિશભાષી દેશો પૂરતી મર્યાદિત છે. કોઈ કોઈ વાર…

વધુ વાંચો >

બુશનેલ, નૉલન

બુશનેલ, નૉલન (જ. 1943, ક્લ્પિર ફિલ્ડ, ઉટાહ, યુ.એસ.) : વીડિયો-ગેમના શોધક. તેઓ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને ફાજલ સમયમાં મનોરંજન પાર્કમાં નોકરી કરતા હતા. કમ્પ્યૂટર-ગેમ તે વખતે કૉલેજોના મેનફ્રેમ કમ્પ્યૂટર પર જ સુલભ હતી. એ રમતને મનોરંજન અને વેપારી સ્થળોએ સુલભ કરી આપવાનો તેમણે નિર્ણય કર્યો. 1971માં માઇક્રોપ્રોસેસર ચિપ સૌપ્રથમ વાર…

વધુ વાંચો >

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતના જમણેરી બૉલર. માત્ર સાત વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર બૂમરાહના ક્રિકેટઘડતરમાં તેની માતા દલજીત કૌરનો સૌથી વિશેષ ફાળો છે. અમદાવાદની નિર્માણ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં હેડમાસ્ટર તરીકે કામ કરતા દલજીતે પોતાના પુત્રને ભણવા કરતાં રમતગમતમાં વધુ રુચિ જોતાં તેને કિશોર ત્રિવેદીની…

વધુ વાંચો >

બેઇલી, ટ્રેવર

બેઇલી, ટ્રેવર (જ. 1923, વેસ્ટક્લિફ ઑવ્ સી, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ) :  ઇંગ્લૅન્ડના જાણીતા ક્રિકેટ-ખેલાડી, લેખક અને બ્રૉડકાસ્ટર. તેઓ ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી હતા અને 61 ટેસ્ટ મૅચોમાં રમ્યા હતા, જેના પરિણામે તેમને બાર્નેકલ બેઇલી એટલે કે ખડક જેવા અડગ બૅઇલીનું લાડકું નામ મળ્યું. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 2,200 ઉપરાંત રન કર્યા હતા તેમજ 132…

વધુ વાંચો >

બેકર, બૉરિસ

બેકર, બૉરિસ (જ. 22 નવેમ્બર 1967, લિમેન, જર્મની) : વિખ્યાત ટેનિસ-ખેલાડી. પિતાનું નામ કર્લ-હિન્ઝ બેકર અને માતાનું નામ એલવિસ બેકર. એના પિતાએ સ્થપતિનું કામ કરતાં બેકરના ઘરની નજીકમાં ટેનિસ સેન્ટર બાંધ્યું હતું. તે વખતે બૉરિસ ત્રણ વર્ષનો હતો. બૉરિસને એના પિતા તાલીમ આપતા હતા, તેથી તેનામાં ટેનિસની રમત પ્રત્યેનો લગાવ…

વધુ વાંચો >

બેકેનબાવર, ફ્રાન્ઝ

બેકેનબાવર, ફ્રાન્ઝ (જ. 1945, મ્યૂનિક, જર્મની) : ફૂટબૉલની રમતના મહાન ખેલાડી. આ રમતના ખેલાડી બનવા ઉપરાંત પ્રશિક્ષક (coach), મૅનેજર અને વહીવટકર્તા તરીકે – એમ વિવિધ રીતે તેઓ 1970ના દાયકા દરમિયાન જર્મનીમાં ફૂટબૉલ રમતના ક્ષેત્રે એક પ્રભાવક અને જોશીલું પ્રેરકબળ બની રહ્યા. 1972માં યુરોપિયન નૅશન્સ કપમાં પશ્ચિમ જર્મનીની રાષ્ટ્રીય ટીમને તેમના…

વધુ વાંચો >

બેઝબૉલ

બેઝબૉલ : અમેરિકાની રાષ્ટ્રીય રમત. સ્થિર મગજ, ત્વરિત નિર્ણય-શક્તિ, ચપળ નજર અને ત્વરિત સ્નાયુકાર્ય માગી લેતી અમેરિકન પ્રજાની આ અત્યંત લોકપ્રિય મેદાની રમત છે. બેઝબૉલની ઉત્પત્તિ મૂળ અંગ્રેજી ‘રાઉન્ડર્સ’ નામની રમતમાંથી થઈ. લોકોક્તિ મુજબ આ રમતની શોધ ઈ. સ. 1839માં ‘એબનર ડાઉબ્લૅન્ડે’ નામના અમેરિકન લશ્કરી યુવાને કુપર સ્ટાઉન ન્યૂયૉર્કમાં કરી…

વધુ વાંચો >

બેઠી રમતો

બેઠી રમતો : બેસીને રમાતી રમતો; ઘરમાં રહીને રમાતી રમતો – અંતર્ગૃહ (indoor) રમતો. રમતોના સામાન્ય રીતે બે મુખ્ય પ્રકાર પડી જાય છે : (1) દોડવું, કૂદવું, ફેંકવું, ચઢવું, તરવું વગેરે જેવી મોટા સ્નાયુઓના ઉપયોગવાળી રમતો તે શ્રમકારી રમતો; (2) બેસીને, આંગળીઓ જેવા નાના સ્નાયુઓના ઉપયોગથી રમી શકાય તેવી અથવા…

વધુ વાંચો >

બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન 

બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન  (જ. 1857, લંડન; ઇંગ્લૅન્ડ, અ. 1941) : બ્રિટનના જનરલ અને બૉય સ્કાઉટ પ્રવૃત્તિના સ્થાપક. તેમણે ચાર્ટર હાઉસ ખાતે અભ્યાસ કર્યો હતો. પછી 1876માં તે લશ્કરમાં જોડાયા અને ભારત તથા અફઘાનિસ્તાનમાં કામગીરી બજાવી અને બોર યુદ્ધ દરમિયાન મૅફિકિંગને બચાવવા બદલ (1899–1900) તેમને પુષ્કળ નામના મળી. તેમને…

વધુ વાંચો >