બાયૉન્ડી, મૅથ્યુ (જ. 1965, મૉરેગો, સી.એ.) : નામી તરવૈયા. 1986માં યોજાયેલી વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ 3 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા અને નવો વિક્રમ સ્થાપ્યો. 1988માં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં તેઓ 5 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા. 1988માં ઑસ્ટિન ખાતે યોજાયેલી 100 મી.ની ફ્રીસ્ટાઇલ તરણસ્પર્ધામાં તેમણે 48.24 સેકન્ડનો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

મહેશ ચોકસી