રમતગમત
ટ્રૅમ્પર વિક્ટર
ટ્રૅમ્પર વિક્ટર (જ. 2 નવેમ્બર 1877, ઑસ્ટ્રેલિયા; અ. 28 જૂન 1915, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનો અત્યંત આકર્ષક ફટકાબાજ બૅટ્સમૅન. તમામ પ્રકારની વિકેટ પર અને બધી જાતનાં હવામાન વચ્ચે તે બ્રેડમૅન જેવો કે બ્રેડમૅનથી પણ વધુ કુશળ બૅટ્સમૅન ગણાતો હતો. શાળાના સમયથી જ તે એટલો સમર્થ બૅટ્સમૅન હતો કે એને આઉટ કરવો…
વધુ વાંચો >ડિમેલો, ઍન્થની
ડિમેલો, ઍન્થની (જ. 1900, કરાંચી; અ. 24 મે 1961, નવી દિલ્હી) : ત્રીસ વર્ષ સુધી ભારતીય રમતગમતના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કુશળ આયોજક. ‘ટોની’ના હુલામણા નામે જાણીતા ઍન્થની ડિમેલો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે સિંધના સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા. સ્કૂલ અને કૉલેજમાં ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકીમાં સુકાનીપદ સંભાળનાર ઍન્થની ડિમેલોએ ખેલકૂદમાં પણ ઘણા…
વધુ વાંચો >ડિસોઝા, સ્ટેફી
ડિસોઝા, સ્ટેફી (જ. 26 ડિસેમ્બર 1936, ગોવા; અ. 11 સપ્ટેમ્બર 1998, જમશેદપુર) : ભારતની 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડની અને હૉકીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારી મહિલા ખેલાડી. 1954માં મનિલાના એશિયાઈ રમતોત્સવમાં 4 × 100 મીટર ટપ્પા-દોડ ટીમના એક ખેલાડી તરીકે 49.5 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણચંદ્રક અને 1958માં ટોકિયો…
વધુ વાંચો >ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા
ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા : આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી ભારતમાં ખેલાતી ફૂટબૉલ સ્પર્ધા. ઈ. સ. 1945માં શરૂ થયેલી (દિલ્હી ક્લૉથ મિલ્સ) ફૂટબૉલ સ્પર્ધામાં સર્વપ્રથમ નવી દિલ્હીની હીરોઝ ક્લબે વિજય મેળવ્યો. છેલ્લાં પચીસ વર્ષથી આ સ્પર્ધામાં વિદેશની ટીમો સામેલ થતાં આજે તે ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની ગઈ છે. 1994માં આ સ્પર્ધાની 50મી સુવર્ણજયંતી…
વધુ વાંચો >ડુરાન્ડ કપ
ડુરાન્ડ કપ : ભારતમાં ખેલાતી મહત્વની ફૂટબૉલ-સ્પર્ધા. ઈ. સ. 1888માં સર માર્ટિમેર ડુરાન્ડેએ લશ્કરી સૈનિકો એમના ફાજલ સમયમાં ફૂટબૉલ રમે તે માટે આ કપની ભેટ આપી. તેમના નામ ઉપરથી આ કપ ડુરાન્ડ તરીકે જાણીતો થયો. 1888થી 1913 સુધી સિમલામાં અને ત્યારબાદ દિલ્હીમાં આ સ્પર્ધા યોજાય છે. 1940માં દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ…
વધુ વાંચો >ડૅકૅથ્લોન
ડૅકૅથ્લોન : ઑલિમ્પિકમાં રમાતી ખેલાડીની ઝડપ, શક્તિ, ધૈર્ય તથા જ્ઞાનતંત્રસ્નાયુ-સમન્વયશક્તિ(neuro-muscular coordination)ની કસોટી કરતી સ્પર્ધા. ખેલાડીની શારીરિક અને માનસિક શક્તિઓની સર્વાંગી કસોટી થતી હોવાથી આમાં વિજેતા બનનાર ખેલાડીને સંપૂર્ણ ખેલકૂદવીર (complete athlete) ગણવામાં આવે છે. આમાં કુલ 10 જેટલી જુદી જુદી સ્પર્ધાઓનો સમન્વય છે, જેમાં ચાર પ્રકારની દોડ, ત્રણ પ્રકારની ફેંક…
વધુ વાંચો >ડેક્ષટર એડવર્ડ રાલ્ફ
ડેક્ષટર એડવર્ડ રાલ્ફ (જ. 15 મે 1935, મિલાન, ઇટાલી) : કૅમ્બ્રિજ યુનિવર્સિટી, સસેક્સ કાઉન્ટી તથા ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમનો ખેલાડી અને સુકાની. બીજા વિશ્વયુદ્ધ પછીના સમયના રોમાંચક અને નૈસર્ગિક બૅટ્સમૅન ગણાયેલા ‘ટેડ’ ડેક્ષટરે 1958ની 24મી જુલાઈએ ઓલ્ડ ટ્રેફૉર્ડના મેદાન પર ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમીને ટેસ્ટપ્રવેશ કર્યો. 1960માં સસેક્સ કાઉન્ટીનું નેતૃત્વ…
વધુ વાંચો >ડૅવિડસન, ઍલન કીથ
ડૅવિડસન, ઍલન કીથ (જ. 14 જૂન 1929, લીસારોવ, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ડાબોડી ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી. પ્રારંભમાં ડાબા હાથે ચાઇનામેન પ્રકારની સ્પિન ગોલંદાજી કરનાર ડેવિડસન પોતાની ઊંચાઈ, મજબૂત ખભા અને કદાવર બાંધાને કારણે પંદર ફાળ ભરીને દડો વીંઝતાં ઝડપી ગોલંદાજ બન્યા. નવા દડાને હવામાં અને પીચ પડ્યા પછી વિલંબથી (લેઇટ)…
વધુ વાંચો >ડેવિસ કપ
ડેવિસ કપ : દેશ દેશ વચ્ચે યોજાતી લૉન ટેનિસની આંતરરાષ્ટ્રીય ટીમ-સ્પર્ધા. ઈ. સ. 1899માં હાર્વર્ડ ગ્રૅજ્યુએટ ડ્વાઇટ એફ. ડેવિસે લૉન-ટેનિસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કપ આપવાની યોજના કરી. ઈ. સ. 1900માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આ સ્પર્ધા ખેલાઈ અને ખુદ ડેવિસે એક સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. એણે આ કપને કોઈ નામ આપ્યું…
વધુ વાંચો >ડોસા, આણંદજી જમનાદાસ
ડોસા, આણંદજી જમનાદાસ (જ. 15 સપ્ટેમ્બર 1916, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 2014, અમેરિકા) : ક્રિકેટની માહિતીના સંગ્રાહક અને ઉત્તમ આંકડાશાસ્ત્રી. મુંબઈની ન્યૂ ઇરા સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરતી વખતે ઓલ રાઉન્ડર તરીકે પ્રારંભિક બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ અને ચપળ ક્ષેત્રરક્ષક તરીકે કામગીરી બજાવી શ્રેષ્ઠ યુવા બૅટ્સમૅનનો ચંદ્રક મેળવ્યો હતો.…
વધુ વાંચો >