રક્ષા મ. વ્યાસ

માફિલિન્ડો

માફિલિન્ડો (Ma, Phil, Indo) : અગ્નિ એશિયામાં પ્રાદેશિક સહકાર માટેનું સંગઠન. 16 સપ્ટેમ્બર 1963માં રચાયેલા આ સંગઠનમાં  મુખ્ય ત્રણ દેશો જોડાયેલા હતા; જેમાં મલેશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો હતો. આ ત્રણેય દેશોના પ્રથમ અક્ષર-સમૂહોથી આ સંગઠન ઉપર્યુક્ત નામથી ટૂંકા સ્વરૂપમાં ઓળખાયું. મલેશિયાની રચના અંગે પ્રવર્તતી તંગદિલી દૂર કરવાના પ્રયાસરૂપે…

વધુ વાંચો >

માયાવતી

માયાવતી (જ. 15 જાન્યુઆરી 1956, દિલ્હી) : જાણીતાં દલિત મહિલા રાજકારણી અને બહુજનસમાજ પક્ષનાં નેત્રી અને ઉત્તરપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. ઉત્તરપ્રદેશના બુલંદ શહેર-જિલ્લાનું બાદલપુર ગામ તેમનું વતન છે, પરંતુ પિતાના વ્યવસાયને કારણે સમગ્ર કુટુંબ દિલ્હીમાં વસ્યું. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ., એલએલ.બી. અને બી.એડ્.ની પદવીઓ હાંસલ કરી છે. શાલેય જીવન અને…

વધુ વાંચો >

માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન

માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન (જ. 11 સપ્ટેમ્બર 1917, સારાત, ફિલિપાઇન્સ; અ. 28 સપ્ટેમ્બર 1989, હવાઈ, અમેરિકા) : ફિલિપાઇન્સના પ્રમુખ તથા જમણેરી રાજકારણી. તેઓ ફિલિપાઇન્સના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને પુન: ચૂંટણીમાં વિજેતા બનનાર એકમાત્ર પ્રમુખ હતા. યુવાવયે 1935માં પિતાના ખૂનીની હત્યા કરવાનો આરોપ તેમના પર મુકાયેલો, જેનાથી તેઓ 1939માં મુક્ત થયા. આ…

વધુ વાંચો >

માકર્યુઝ, હર્બર્ટ

માકર્યુઝ, હર્બર્ટ (જ. 19 જુલાઈ 1898, બર્લિન, જર્મની; અ. 29 જુલાઈ 1979, સ્ટર્નબર્ગ, પૂર્વ જર્મની) : જર્મન બૌદ્ધિક અને અમેરિકન સામાજિક રાજકીય ચિંતક. બર્લિનના ફાઇબર્ગમાં તેમણે અભ્યાસ કર્યો અને ત્યાંથી 1922માં ડૉક્ટરેટ મેળવ્યા બાદ ફ્રૅંકફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ રિસર્ચની સ્થાપના કરી. આ સંસ્થા માર્કસવાદના અભ્યાસનું કેંદ્ર બની. જર્મનીમાં હિટલર સત્તા…

વધુ વાંચો >

માર્ગારેટ કઝિન્સ

માર્ગારેટ કઝિન્સ (જ. 1878, અ. 1954) : ભારતને વતન તરીકે સ્વીકારનાર મહિલાવાદી નેત્રી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને કારણે તેઓ શ્રીમતી ઍની બિસેન્ટના કાર્યમાં જોડાતાં તેમને ભારત આવવાની તક સાંપડી. ભારતમાં આવી ઍની બિસેન્ટના જમણા હાથ બની તેઓ મહિલા-ઉત્કર્ષના કાર્યમાં જોડાયાં. તેમના પતિ જેમ્સ કઝિન્સે – ‘જયરામ કઝિન્સ’ તરીકે જાણીતા  પણ…

વધુ વાંચો >

માર્ટી જોસ જુલિયન

માર્ટી જોસ જુલિયન (જ. 28 જાન્યુઆરી 1853, હવાના; અ. 19 મે 1895, ડોસ રાઓસ, ક્યુબા) : પ્રખર સ્વાતંત્ર્યપ્રેમી અને શહીદ, કવિ અને નિબંધકાર. ક્યુબાના સ્વાતંત્ર્યનું ધ્યેય ધરાવનાર આ સ્વાતંત્ર્યપ્રેમી સમગ્ર લૅટિન અમેરિકામાં સ્વાતંત્ર્યના પર્યાય બની ગયા. સ્પેનમાં રહીને તેમણે ક્યુબાના સ્વાતંત્ર્યની અહાલેક જગવી. ક્યુબાના સ્વાતંત્ર્ય માટેની લડતનું સંગઠન ઊભું કરી…

વધુ વાંચો >

માર્સિલિયો ઑવ્ પદુઆ

માર્સિલિયો ઑવ્ પદુઆ (જ. 1275; અ. 1342) : ઇટાલીના વિદ્વાન અને રાજકીય ચિંતક. તેમના પિતા પદુઆના નૉટરી હતા. પ્રારંભે તેમણે યુનિવર્સિટી ઑવ્ પદુઆમાં અને ત્યારબાદ યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં તત્વજ્ઞાન અને મેડિસિનનો અભ્યાસ કર્યો. 1312માં તેઓ આ જ પૅરિસ યુનિવર્સિટીના રેક્ટર બન્યા. ઉત્તર મધ્યકાલીન ચિંતકો અને ચર્ચસુધારકો પર તેમનો ભારે પ્રભાવ…

વધુ વાંચો >

માલેન્કૉવ, જી. એમ.

માલેન્કૉવ, જી. એમ. (જ. 1902, ઑરેનબર્ગ, રશિયા; અ. 1988) : અખંડ સોવિયત રશિયા(1917–91)ના અગ્રણી સામ્યવાદી નેતા. સામ્યવાદી પક્ષના કાર્યકર તરીકે તેઓ સ્ટાલિનનું ધ્યાન દોરી શક્યા હતા અને 1925માં તેના અંગત સચિવ બન્યા હતા. 1946માં તેઓ પક્ષની પૉલિટબ્યૂરોના સભ્ય અને 1952માં પ્રિસિડિયુમના સચિવ બન્યા. માર્ચ, 1953માં સ્ટાલિનના અવસાન બાદ સોવિયેત સંઘનું…

વધુ વાંચો >

માંડવી

માંડવી : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી…

વધુ વાંચો >

મિત્તરાં, ફ્રાંસવા

મિત્તરાં, ફ્રાંસવા (જ. 26 ઑક્ટોબર 1916, જારનાક, પશ્ચિમ ફ્રાંસ; અ. 8 જાન્યુઆરી 1996, પૅરિસ, ફ્રાંસ) : પાંચમા ફ્રેંચ પ્રજાસત્તાકના ચોથા પ્રમુખ, ફ્રેંચ સમાજવાદી–સામ્યવાદી પક્ષોના જોડાણના મુખ્ય શિલ્પી અને સમાજવાદી રાજકારણી. બુઝર્વા કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને યુનિવર્સિટી ઑવ્ પૅરિસ ખાતે તેમણે રાજ્યશાસ્ત્ર અને કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. બીજા…

વધુ વાંચો >