યુદ્ધશાસ્ત્ર

વ્યૂહરચના અને યુદ્ધસંચાલન (strategy and tactics)

વ્યૂહરચના અને યુદ્ધસંચાલન (strategy and tactics) : શત્રુને સંપૂર્ણપણે પરાસ્ત કરી યુદ્ધમાં નિર્ણાયક વિજય હાંસલ કરવા માટે અમલમાં મુકાતા યુદ્ધની રૂપરેખા અને તેનો યુદ્ધના મેદાન પર કરાતો વાસ્તવિક અમલ. યુદ્ધની રૂપરેખાને વ્યૂહરચના (strategy) તથા તે રૂપરેખાના યુદ્ધ દરમિયાન થતા આચરણાત્મક વ્યવહારને યુદ્ધસંચાલન અથવા રણનીતિ (tactics) કહેવામાં આવે છે. આ બંને…

વધુ વાંચો >

વ્યૂહાત્મક આયુધ પ્રણાલી (strategic weapons system)

વ્યૂહાત્મક આયુધ પ્રણાલી (strategic weapons system) : આંતરખંડીય પ્રાક્ષેપિક પ્રક્ષેપાસ્ત્રના નિયમન તથા કાર્ય માટેની પ્રચલિત પ્રણાલી. આ ઉપરાંત બિન-પ્રાથમિક પ્રક્ષેપાસ્ત્ર ક્રૂઝ તથા અમેરિકન અને રશિયન વાયુદળનાં વ્યૂહાત્મક બૉમ્બરોનો આમાં સમાવેશ થાય છે. આ પ્રણાલીમાં તેના નિયમન, સંગ્રહ તથા જાળવણી ઉપરાંત તેમના યથાર્થ અને ત્રુટિ વગરના પરિચાલન વગેરે માટેના પ્રશ્ર્નોનો પણ…

વધુ વાંચો >

વ્યૂહાત્મક ખનિજો (strategic minerals)

વ્યૂહાત્મક ખનિજો (strategic minerals) : રાષ્ટ્રની સલામતી કે જરૂરિયાત માટે મહત્વનાં ગણાતાં પોતાના જ દેશમાંથી મળી રહેતાં અથવા અન્ય દેશ કે દેશોમાંથી સંપૂર્ણપણે કે જરૂરિયાત મુજબ થોડાં થોડાં વખતોવખત મેળવાતાં ખનિજો. યુદ્ધ અને શસ્ત્રો માટે અમુક ખનિજો ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આવા સંજોગોમાં તે ખનિજો તાતી જરૂરિયાત બની રહેતાં…

વધુ વાંચો >

વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command)

વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command) : પરમાણુ-યુદ્ધ ફાટી ન નીકળે તેની તકેદારી રાખવા માટે રચવામાં આવેલ ખાસ હકૂમત. તે SACના ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે અને તેની રચના 1946માં અમેરિકાના હવાઈ દળ હસ્તક કરવામાં આવી છે. 1947માં નવેસરથી રચવામાં આવેલા અમેરિકાના હવાઈદળમાં આ હકૂમત ભેળવી દેવામાં આવી હતી. તેમાં કુલ…

વધુ વાંચો >

વ્હાઇટ પ્લાન

વ્હાઇટ પ્લાન : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યુદ્ધ પછીની આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા સર્જવા માટે અમેરિકા દ્વારા રજૂ થયેલી યોજના. બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં અસ્થિરતા અને અરાજકતા જોવા મળ્યાં હતાં. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકાર દ્વારા સ્થિર નાણાકીય વ્યવસ્થા સ્થપાય…

વધુ વાંચો >

શરણાગતિ

શરણાગતિ : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષકારો પૈકી કોઈ એક પક્ષે પોતાની સંપૂર્ણ હાર ઔપચારિક રીતે કબૂલ કરી બીજા પક્ષને તાબે થવાની ઘોષણા. આવી ઘોષણા સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આવે છે અને પરાજિત પક્ષ વિજયી પક્ષ સામે પોતાનાં સૈનિકો, શસ્ત્રો તથા યુદ્ધમાં વપરાતાં અન્ય અયુદ્ધકારી કે બિનલડાયક સાધનો સુપરત કરવાની તૈયારી બતાવે…

વધુ વાંચો >

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ શસ્ત્રો : શત્રુપક્ષ પર હુમલો કે આક્રમણ કરી તેને ઈજા કે હાનિ પહોંચાડવા માટે, હિંસક સંઘર્ષમાં શત્રુનો પરાજય કરવા માટે, શત્રુનો તથા તેના શસ્ત્રસરંજામનો નાશ કરવા માટે તથા તેના દ્વારા થતા હુમલા કે આક્રમણથી પોતાના સૈનિકો અને શસ્ત્રસરંજામનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારનાં આયુધો.…

વધુ વાંચો >

સર્વાંગીણ યુદ્ધ

સર્વાંગીણ યુદ્ધ : કોઈ પણ સંઘર્ષ કે યુદ્ધમાં શરમજનક પરાજય ટાળવા માટે દેશ પાસેના બધાં જ ભૌતિક અને માનવસાધનોનો ઉપયોગ કરવા અંગેની વ્યૂહરચના અને રણનીતિ. મહાભારતની કથામાં વર્ણવેલું છે કે જ્યારે પાંડવો બધું જ હારી જતા હોય છે ત્યારે અંતિમ વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ પોતાનું સર્વસ્વ હોડમાં લગાવી દે…

વધુ વાંચો >

સાંગ

સાંગ : શૂળીના આકારનું ભાલાને મળતું બરછી જેવું લોઢાનું એક હથિયાર. આ અણીદાર શસ્ત્રની લંબાઈ સામાન્ય રીતે આશરે 1.93 મી.ની સળંગ, સાંધા વગરની હોય છે. તેના છેવાડે જે પાનું હોય છે તે સામાન્ય રીતે 0.23 મી.નું હોય છે, જેની પહોળાઈ શરૂઆતમાં 0.04 મી.ની હોય છે. તેનો પકડવાનો દાંડો લગભગ 1.70…

વધુ વાંચો >

સેનાનિર્વાહ-તંત્ર

સેનાનિર્વાહ–તંત્ર : દેશના લશ્કરનો બિનલડાયક વિભાગ, જે યુદ્ધ દરમિયાન લડાયક વિભાગ(combatants)ને તેની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરતો હોય. ફ્રાન્સમાં 1789માં રાજ્યક્રાંતિ થઈ ત્યાં સુધી વિશ્વના કોઈ પણ દેશમાં તેના લશ્કરના લડાયક અને બિનલડાયક એવા કોઈ વિભાગ પાડવાની પ્રથા ન હતી; પરંતુ ત્યારબાદ યુદ્ધના યોગ્ય સંચાલન માટે તેમજ દેશના લશ્કરનું તર્કશુદ્ધ…

વધુ વાંચો >