યતીન્દ્ર દીક્ષિત
ચોળ
ચોળ : ચોળ રાજ્ય. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કૃષ્ણા નદીની દક્ષિણે આવેલા તામિલ (દ્રવિડ) દેશમાં પેન્નાર અને વેલ્લારુ નદીઓની વચ્ચે સમુદ્રતટ પર આવેલું ચોલરાષ્ટ્ર કે ચોલમંડલમ્. ચોળ રાજાઓની રાજ્યની સીમાઓ બદલાતી રહી હતી. આ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની ઉરગપુર (= ઉરૈપૂર, ત્રિચિનોપલ્લીની પાસે) હતી; પછી ક્રમશ: કાવેરીપટ્ટનમ્ (કાવેરી નદીકિનારાનું પ્રસિદ્ધ…
વધુ વાંચો >જગતશેઠ
જગતશેઠ : અઢારમી સદીમાં થઈ ગયેલા ધનકુબેર શરાફ હીરાનંદના વંશજ ફતેહચંદને મુઘલ બાદશાહ મુહમ્મદશાહે આપેલું બિરુદ. મરકત મણિ ઉપર ‘જગતશેઠ’ કોતરાવી તે ભેટ આપેલો. મુઘલકાળ અને તે પૂર્વે મુસ્લિમ બાદશાહો તથા અન્ય રજપૂત, મરાઠા વગેરે રાજવીઓને નાણાભીડના પ્રસંગે આવા શરાફો અંગ ઉધાર કે મહેસૂલ, જકાત વગેરે ઉઘરાવવાનો ઇજારો મેળવી નાણાં…
વધુ વાંચો >જેજાકભુક્તિ
જેજાકભુક્તિ : બુંદેલખંડના ચંદેલ્લ રાજવીઓનો શાસનપ્રદેશ. ચંદેલ્લો ચંદ્રાત્રેયો તરીકે પણ ઓળખાતા. તેઓ બુંદેલખંડ પ્રદેશ પર રાજ્ય કરતા. નવમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં નન્નુકે આ રાજવંશ સ્થાપ્યો. એનું પાટનગર ખર્જૂરવાહક મધ્યપ્રદેશમાંના એ સમયના છતરપુર રાજ્યમાંનું હાલનું ખજૂરાહો હતું. નન્નુક પછી એનો પુત્ર વાક્પતિ અને વાક્પતિ પછી એનો પુત્ર જયશક્તિ (જેજા કે જેજ્જા)…
વધુ વાંચો >ઝાંગાર સંસ્કૃતિ
ઝાંગાર સંસ્કૃતિ : સિંધુ ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કાળાં છે. એના ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો હોય છે, જેમાં ત્રાપો અને અંતર્-રેખિત ત્રિકોણોનો સમાવેશ થાય છે, આ સંસ્કૃતિનું બીજું કોઈ લક્ષણ જાણવામાં આવ્યું નથી; ને એનો ચોક્કસ સમય આંકવો શક્ય બન્યો…
વધુ વાંચો >ઝૂકર સંસ્કૃતિ
ઝૂકર સંસ્કૃતિ : સિંધુ-ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝૂકર સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે પાંડુ એટલે કે આછા પીળા રંગનાં મૃત્પાત્ર, જેના પરનાં રેખાંકન જાંબુડી-કાળા રંગમાં હોય છે; એમાં ઘણી વાર લાલ રંગ ઉમેરવામાં આવે છે. બીજી સંલગ્ન વસ્તુઓમાં કાંસાના હાથાવાળી કુહાડી, સુશોભિત માથાંવાળી…
વધુ વાંચો >ઠગપ્રથા
ઠગપ્રથા : સંગઠિત ટોળીના સ્વરૂપમાં કોઈ માલદાર વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરીને પ્રવાસ દરમિયાન માર્ગમાં તેને મારી નાખીને તેની માલમિલકત લૂંટવાની પ્રથા. લાંબા પ્રવાસ દરમિયાન કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તે વ્યક્તિને ગળે ફાંસો આપીને મારી નાખ્યા પછી તેનો માલ લૂંટી લેવાની આ ઠગપ્રથા ભારતમાં લાંબા સમયથી અસ્તિત્વમાં હતી. તેરમી સદીમાં …
વધુ વાંચો >ડલહાઉસી, લૉર્ડ જેમ્સ અડ્ર્યૂ બ્રૂન રામ્સે
ડલહાઉસી, લૉર્ડ જેમ્સ અડ્ર્યૂ બ્રૂન રામ્સે (જ. 22 એપ્રિલ 1812, ડલહાઉસી કૅસલ, સ્કૉટલૅન્ડ; અ. 19 ડિસેમ્બર 1860, ડલહાઉસી કૅસલ, સ્કૉટલૅન્ડ) : ભારતના ગવર્નર-જનરલ અને બ્રિટિશ મુત્સદ્દી. તેમણે હૅરો સ્કૂલ અને ઑક્સફર્ડની ક્રાઇસ્ટચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. 1837માં તે આમસભામાં ચૂંટાયા; પરંતુ 1838માં પિતાના મૃત્યુ પછી ડલહાઉસીનું ઉમરાવપદ વારસામાં મળતાં તે…
વધુ વાંચો >તારાબાઈ
તારાબાઈ (જ. 1675; અ. 9 ડિસેમ્બર 1761) : કોલ્હાપુરના છત્રપતિની ગાદીનાં સંસ્થાપિકા. તે હંબીરરાવ મોહિતેની પુત્રી હતાં. તેમનાં લગ્ન છત્રપતિ શિવાજીના નાના પુત્ર રાજારામ સાથે 1683–84માં થયાં હતાં. માર્ચ, 1700માં રાજારામનું મૃત્યુ થયું ત્યારથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ, તારાબાઈએ પોતાના ચાર વર્ષના પુત્રને શિવાજી-બીજાને નામે ગાદી પર બેસાડ્યો. અને…
વધુ વાંચો >તોમર રાજ્ય
તોમર રાજ્ય : તોમર નામની રાજપૂત જાતિનું રાજ્ય. ભારતની છત્રીસ રાજપૂત જાતિઓમાંની એક તે તોમર. તોમરો હરિયાણા પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. તેમની રાજધાની ઢિલ્લિકા (દિલ્હી) હતી. અનુશ્રુતિ પ્રમાણે તુઅરો કે તોમરોએ દિલ્હીની સ્થાપના ઈ. સ. 736માં કરી હતી. તેમનો સૌપ્રથમ ઉલ્લેખ પેહોવા (પ્રાચીન પૃથૂદક) પંજાબના કર્નાલ જિલ્લામાં પ્રતિહાર મહેન્દ્રપાલ…
વધુ વાંચો >