મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ…

વધુ વાંચો >

રિઝા, તાજુદ્દીન

રિઝા, તાજુદ્દીન (અ. 1236) : મધ્ય યુગના ભારતના ઉચ્ચ કોટિના ફારસી કવિ. તેઓ ભારતીય મૂળના અને દિલ્હીના રહેવાસી હતા. તેમણે દિલ્હીના ગુલામ વંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતુતમિશ (1210–1236) તથા તેમના પુત્ર સુલતાન રુક્નુદ્દીન ફીરુઝશાહ(અ. 1236)ના દરબારી કવિ તથા મંત્રી તરીકે નામના મેળવી હતી. કવિ તાજુદ્દીનનું કદ નાનું હતું તેથી અને તાજુદ્દીન…

વધુ વાંચો >

લખનવી, આરઝૂ

લખનવી, આરઝૂ (જ. 16 ફેબ્રુઆરી 1873;  અ. 16 એપ્રિલ 1951, કરાંચી) :  જાણીતા ઉર્દૂ કવિ. તેમણે ગઝલ તથા ગીત-રચનામાં નવી ભાત પાડી હતી. તેઓ ઉર્દૂના પ્રથમ કવિ હતા, જેમણે ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. તેમનું મૂળ નામ સૈયદ અનવારહુસેન હતું. તેમના પિતામહ સૈયદ જાન અલીખાન પોતાના પિતા મીર શિહામ અલીખાન…

વધુ વાંચો >

લયલા–મજનૂ

લયલા–મજનૂ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ઈરાની દાસ્તાન. લોકકથાના બે પ્રેમી પાત્રો : સ્ત્રીનું નામ લયલા, પુરુષનું મજનૂ. આ પાત્રોની લોકપ્રિય દાસ્તાન ઉપર આધારિત ગદ્ય-પદ્ય સાહિત્ય અરબી, ફારસી, તુર્કી તથા ઉર્દૂ ભાષામાં વિકાસ પામ્યું છે. લયલા અને મજનૂ અરબસ્તાનના નજદ વિસ્તારના બન્ આમિર કબીલાનાં છે. લયલા શ્યામ વર્ણની હતી. અરબી ભાષામાં…

વધુ વાંચો >

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી)

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી) (જ. ડિસેમ્બર 1903, નવસારી; અ. 2001) : વીસમી સદીના સૌથી વધુ નોંધપાત્ર મુફતી. તેમણે રાંદેર- (જિલ્લો સૂરત)ના દારુલ ઉલૂમ હુસૈનિયામાં રહીને એક આલિમે દીન અને મુફતી તરીકે મુસ્લિમ કોમ તથા દેશની આગવી સેવા બજાવી છે. તેઓ કાદરી-સૈયદ કુળના નબીરા અને હજરત અબ્દુલ કાદર જીલાનીના વંશજ હતા. તેમના…

વધુ વાંચો >

વજદ, સિકંદર અલી

વજદ, સિકંદર અલી (જ. 1904; અ. 1983) : ઉર્દૂના આધુનિક કવિ, જેમણે ‘અજંટા-ઇલોરા’ નામનું ભવ્ય કાવ્ય લખીને ઘણી નામના મેળવી છે. તેમણે 1925માં ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદથી સ્નાતકની પદવી મેળવી અને 1927માં હૈદરાબાદ સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરીને સરકારી નોકરી સ્વીકારી હતી. હૈદરાબાદ રિયાસતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા બાદ છેવટે તેઓ…

વધુ વાંચો >

વલી ગુજરાતી

વલી ગુજરાતી (જ. ?; અ. 1720થી 1725 વચ્ચે) : સત્તરમા-અઢારમા સૈકાના પ્રખ્યાત ઉર્દૂ ગઝલકાર. તેમની કવિતાએ ભાષા તથા વિષય બંને રીતે ઉર્દૂ કવિતાના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે બાબતમાં ચરિત્રકારો તથા વિવેચકોમાં વર્ષોથી મતભેદ હોવા છતાં, ઉર્દૂ કવિતા ઉપર પડેલી તેમની અવિસ્મરણીય છાપ…

વધુ વાંચો >

વાકિદી

વાકિદી (જ. 747, મદીના; અ. 823) : સૌથી પ્રાચીન અરબ ઇતિહાસકાર. તેમનું આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ અલ-વાકિદી હતું. તેમના પિતાનું નામ ઉમર હતું અને તેમના પિતામહ અલ-વાકિદના નામ ઉપરથી તેમનું ઉપનામ ‘અલ-વાકિદી’ પડ્યું હતું. મદીનામાં સંગીતશાસ્ત્રનો પરિચય કરાવનાર સાઇબનાં એક પૌત્રી, વાકિદીની માતા હતાં. અરબસ્તાનના મક્કાનગર પછી મુસલમાનો માટેના…

વધુ વાંચો >

વાકિફ, બટાલવી

વાકિફ, બટાલવી (અ. 1780) : ફારસી ભાષાના કવિ. તેમની કવિતામાં કાલ્પનિક વિષયોને બદલે સમકાલીન પરિસ્થિતિ તથા ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે. તેનું નામ નૂરૂલ ઐન હતું અને તેમનું કુટુંબ પરંપરાગત રીતે બટાલા શહેરનું કાઝી પદ સંભાળતું હતું. વાકિફે કાઝીપદનો ત્યાગ કરીને સૂફી જીવન ઉપર પસંદગી ઉતારી અને કવિનો વ્યવસાય અખત્યાર કર્યો.…

વધુ વાંચો >

વોરા (દાઊદી વોરા સહિત)

વોરા (દાઊદી વોરા સહિત) : પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે વેપારધંધો કરતી એક જાતિ. વોરા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં હોય છે. મુસ્લિમ વોરા મોટેભાગે ગુજરાતમાં રહે છે. ‘વોરા’ શબ્દની વ્યુત્પત્તિ અને વોરા જાતિના મૂળ વિશે બે મત પ્રવર્તે છે. એક મતાનુસાર ગુજરાતી ભાષાના શબ્દ ‘વહોરવું’ ઉપરથી ‘વોરા’ અથવા ‘વહોરા’ શબ્દ બન્યો…

વધુ વાંચો >