મુગટલાલ પોપટલાલ બાવીસી

ડોઝ યોજના

ડોઝ યોજના : પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં ફ્રાન્સ, બ્રિટન, યુ.એસ. વગેરે વિજેતા સાથી દેશોએ એના પર યુદ્ધદંડ તરીકે છ અબજ સાઠ કરોડ પાઉંડનું અતિ મોટું દેવું લાદ્યું હતું. પરંતુ જર્મની એ ભરી શકે તેમ ન હતું અને એ ભરવાની એની ઇચ્છા પણ ન હતી. જર્મની યુદ્ધવળતરના વાર્ષિક હપતા ભરવામાં…

વધુ વાંચો >

તૈમુર લંગ

તૈમુર લંગ (જ. 8 એપ્રિલ 1336, કેશ, સમરકંદ; અ. 17 ફેબ્રુઆરી 1405, ઓત્રાર) : મુઘલ-તુર્ક જાતિનો શાસક અને લશ્કરી વિજેતા. 1360માં એના પિતાનું અવસાન થતાં એને એની બરલા નામની તુર્ક જાતિના વડા તરીકે ચૂંટવામાં આવ્યો. 1367 સુધીમાં એણે પડોશી તુર્ક જાતિઓને હરાવીને રશિયન તુર્કસ્તાન તરીકે ઓળખાતા પ્રદેશ ઉપર સત્તા સ્થાપી…

વધુ વાંચો >

ત્રિકલિંગ

ત્રિકલિંગ : ભારતના એક પ્રદેશનું નામ. કોશલ, કલિંગ અને ઉત્કલનાં રાજ્યો સંયુક્ત રીતે ત્રિકલિંગ તરીકે ઓળખાતાં હતાં કે કલિંગ અને દક્ષિણ કોશલ વચ્ચેનો પ્રદેશ ત્રિકલિંગ તરીકે ઓળખાતો હતો એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ પ્રદેશમાં કાળેશ્વર, શ્રીશૈલ અને ભીમેશ્વરનાં પ્રસિદ્ધ ત્રણ લિંગો આવેલાં હોવાથી એ પ્રદેશ ‘ત્રિલિંગ’ તરીકે ઓળખાતો…

વધુ વાંચો >

ત્રિપાઠી, આર. એસ.

ત્રિપાઠી, આર. એસ. (જ. 1904, રાયબરેલી) : પ્રાચીન ભારતીય ઇતિહાસના સંશોધક તથા વિદ્વાન. એમનું પૂરું નામ ત્રિપાઠી રમાશંકર હતું. એમણે એમ.એ.ની ડિગ્રી લખનૌ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડીની ડિગ્રી લંડન યુનિવર્સિટીમાંથી મેળવી હતી. એમણે લંડનની સ્કૂલ ઑવ્ ઓરિએન્ટલ સ્ટડીઝમાં યુ.પી. સરકારના સ્કૉલર તરીકે કામ કર્યું હતું. એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન…

વધુ વાંચો >

ત્રિપાઠી, આર. પી.

ત્રિપાઠી, આર. પી. : મધ્યકાલીન ભારતીય ઇતિહાસના વિદ્વાન. એમનું પૂરું નામ ત્રિપાઠી રામપ્રસાદ હતું. એમણે ભારતમાં એમ.એ. સુધી અભ્યાસ કર્યા પછી લંડન જઈને ત્યાંની યુનિવર્સિટીની ડી.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક હતા. એમનું ‘સમ આસ્પેકટ્સ ઑવ્ મુસ્લિમ ઍડ્મિનિસ્ટ્રેશન’ નામનું પુસ્તક 1936માં પ્રસિદ્ધ થયું હતું. તેની બીજી…

વધુ વાંચો >

થિયોડૉરિક

થિયોડૉરિક (જ. આશરે ઈ. સ. 454, વિયેના; અ. 30 ઑગસ્ટ 526, રેવેના) : ઑસ્ટ્રોગૉથ લોકોનો રાજા અને ઇટાલીનો વિજેતા. એના બાળપણ દરમિયાન 10 વર્ષ સુધી તેને કૉન્સ્ટન્ટિનોપલમાં બાન તરીકે રાખવામાં આવ્યો હતો અને સમ્રાટ લિયોનાં બાળકો સાથે તેને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. 473માં એ પોતાના વતનમાં પાછો ફર્યો અને…

વધુ વાંચો >

થિયોડોસિયસ

થિયોડોસિયસ (જ. 11 જાન્યુઆરી 347, કાઉક, ગેલેશિયા, સ્પેન; અ. 17 જાન્યુઆરી 395, મેડિયોલેનમ, મિલાન) : પૂર્વ અને પશ્ચિમના રોમન સામ્રાજ્યનો સમ્રાટ. એના લશ્કરી વિજયોને કારણે નહિ પરંતુ એણે ખ્રિસ્તી ધર્મની કરેલી સેવા અને તેના પ્રસારને કારણે એને મહાન ગણવામાં આવ્યો છે. એનો પિતા રોમન સેનાપતિ હતો. ઈ. સ. 368–369 દરમિયાન…

વધુ વાંચો >

થીબ્ઝ (ઇજિપ્ત)

થીબ્ઝ (ઇજિપ્ત) : પ્રાચીન ઇજિપ્ત અથવા મિસરનું સદીઓ સુધી પાટનગર. ઇજિપ્તમાં રાજાશાહીની શરૂઆત કરનાર મેનિસે એની સ્થાપના કરી હતી. થીબ્ઝ નગર નાઈલ નદીના બંને કાંઠે પથરાયેલું હતું. એમાં લક્સરનો મહેલ અને કર્ણાકનું મંદિર પૂર્વ કાંઠે આવેલાં હતાં. જ્યારે ગુરનાહ અને મેન્ડિનેટ હબુ નામના વિસ્તારો પશ્ચિમ કાંઠે આવેલા હતા. ઈ. સ.…

વધુ વાંચો >

થીબ્ઝ (ગ્રીસ)

થીબ્ઝ (ગ્રીસ) : ભૌગોલિક સ્થાન : 38° 21’ ઉ અ. અને 23° 19’  પૂ. રે.. થીબ્ઝ પ્રાચીન ગ્રીસના મધ્ય ભાગમાં આવેલ બોએશિયા વિસ્તારનું એક મહત્વનું નગર હતું. તે ઍથેન્સથી ઉત્તરમાં 48 કિમી. દૂર આવેલું હતું. એ બોએશિયન લીગનું અગ્રણી રાજ્ય હતું. દંતકથા પ્રમાણે ફીનિશિયાના રાજા કેડમસે એની સ્થાપના કરી હતી.…

વધુ વાંચો >

થૂટમોસ રાજાઓ

થૂટમોસ રાજાઓ : પ્રાચીન ઇજિપ્તના રાજવીઓ. પ્રાચીન ઇજિપ્તમાં કુલ 31 રાજવંશોએ રાજ્ય કર્યું. તેમાં અઢારમા વંશના પ્રથમ ચાર શાસકો થૂટમોસ રાજાઓ તરીકે ઓળખાય છે. ઇજિપ્તના રાજાઓ ‘ફેરો’ તરીકે ઓળખાતા. ફેરોનો અર્થ ‘મહેલમાં રહેનાર’ થાય છે. થૂટમોસ 1લાએ ઈ. સ. પૂ. 1525થી ઈ. સ. પૂ. 1512 સુધી રાજ્ય કર્યું. તેણે ઉત્તર…

વધુ વાંચો >