મુગટલાલ પોપટલાલ બાવીસી

રા (સૂર્યદેવ)

રા (સૂર્યદેવ) : પ્રાચીન ઇજિપ્તના એક દેવ. સર્વ દેવોમાં તે સૌથી વધુ મહત્વના હતા. તેઓ દરરોજ આકાશમાં પોતાની હોડીમાં પ્રવાસ કરે છે. ‘રા’ નામના સૂર્યદેવની પ્રાચીન ઇજિપ્તમાં પૂજા થતી હતી. પ્રાચીન ઇજિપ્તમાં ઘણા રાજવંશોએ રાજ્ય કર્યું હતું. તેમાં પાંચમા રાજવંશના શાસન દરમિયાન ‘રા’ અથવા ‘રે’ (Ra or Re) નામના સૂર્યદેવની…

વધુ વાંચો >

રાઠોડ

રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના…

વધુ વાંચો >

રૉબિન્સન, હરક્યુલીસ (સર)

રૉબિન્સન, હરક્યુલીસ (સર) (જ. 19 ડિસેમ્બર 1824, રોઝમીડ, આયરલૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1897, લંડન) : કેપ કૉલોનીના ગવર્નર અને દક્ષિણ આફ્રિકાના બ્રિટિશ હાઈ કમિશનર. તેમના આ વહીવટી સત્તાકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રદેશમાં હિંદી વસાહતીઓ કે જે કૂલી તરીકે ઓળખાતા હતા, તેમના માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા અને તેમના…

વધુ વાંચો >

લક્ષર

લક્ષર : અપર ઇજિપ્તમાં નાઇલ નદીની પૂર્વમાં આવેલું નગર. તે પ્રાચીન થીબ્ઝના સ્થાને આવેલું છે. તેની નજીકમાં ભવ્ય મંદિરો તથા કબરો આવેલાં હોવાથી તે મહત્વનું પ્રવાસનું કેન્દ્ર બન્યું છે. ફેરોનું કબ્રસ્તાન ‘વેલી ઑવ્ ધ ટૉમ્બ્સ ઑવ્ ધ કિંગ્ઝ’ તરીકે જાણીતું છે. તેમાંની સૌથી મોટી તુતનખામનની કબર 1922માં શોધવામાં આવી હતી.…

વધુ વાંચો >

લલિતપત્તન

લલિતપત્તન : નેપાળમાં આવેલું પ્રાચીન શહેર. તે અત્યારે ‘પાટણ’ તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરમાંથી લિચ્છવી શાસકોના કેટલાક અભિલેખો મળ્યા છે. નેપાળમાં લિચ્છવીઓના શાસનકાળ દરમિયાન આ શહેરનું ઘણું મહત્વ હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી

વધુ વાંચો >

લિચ્છવી

લિચ્છવી : બિહારના ઉત્તર ભાગમાં (વર્તમાન મુઝફ્ફરપુર જિલ્લામાં) ઈ. પૂ. છઠ્ઠી સદીથી વસવાટ કરતી પ્રાચીન જાતિ. એમનું પાટનગર વૈશાલી હતું. ‘લિચ્છ’ નામના મહાપુરુષના વંશજ હોવાને કારણે અથવા એમણે કોઈ પ્રકારનું ચિહન (લિક્ષ) ધારણ કર્યું હોવાથી તેઓ ‘લિચ્છવી’ તરીકે ઓળખાયા એવી માન્યતા છે. ‘લિચ્છવી’ એટલે ‘પારદર્શક પાતળી ચામડીવાળા’ એવો અર્થ પણ…

વધુ વાંચો >

લીંબડી

લીંબડી : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 15´ થી 23° 00´ ઉ. અ. તથા 71° 30´ થી 72° 15´ પૂ.રે. વચ્ચેનો 1,713 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક લીંબડી તાલુકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે. તાલુકામાં 101 (3 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. લીંબડી તાલુકાનું મોટાભાગનું…

વધુ વાંચો >

લીંબડી સત્યાગ્રહ

લીંબડી સત્યાગ્રહ : સૌરાષ્ટ્રમાં આઝાદીની ચળવળ દરમિયાન જવાબદાર રાજ્યતંત્ર માટે થયેલ પ્રજાકીય સત્યાગ્રહ. તે ઈ. સ. 1939માં થયો હતો. ગુજરાતમાં બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશોમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. પરંતુ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજાઓની સત્તા હોવાથી ત્યાં નાગરિક અધિકારો અને જવાબદાર રાજ્યતંત્ર માટે ચળવળ ચલાવવામાં આવતી હતી. સૌરાષ્ટ્રના રાજાઓ રૈયત ઉપર…

વધુ વાંચો >

લુણાવાડા

લુણાવાડા : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) તથા ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 23° 07´ ઉ. અ. અને 73° 34´ પૂ. રે. પરનો 946 ચોકિમી. જેટલો વિસ્તારી આવરી લે છે. તાલુકામાં લુણાવાડા શહેર ઉપરાંત 327 જેટલાં ગામો (4 વસ્તીવિહીન) આવેલાં છે. તાલુકાનું ભૂપૃષ્ઠ તેના પશ્ચિમ…

વધુ વાંચો >

લોદી, ખાનજહાં

લોદી, ખાનજહાં : હિંદના મુઘલ સમ્રાટ જહાંગીર(1605-27)ના સમયનો મહત્વનો અફઘાન સેનાપતિ. જહાંગીરના રાજ્યકાલના અંત-સમયે તેને મહોબતખાનની જગ્યાએ દક્ષિણના સૂબા તરીકે મોકલવામાં આવ્યો હતો. દક્ષિણનો સૂબો બન્યા પછી ખાનજહાં લોદીએ અહમદનગરના નિઝામશાહ પાસેથી ત્રણ લાખ રૂપિયા લઈને તેને બાલાઘાટનો પ્રદેશ સોંપી તેની સાથે સમજૂતી કરી હતી. ઈ. સ. 1627ના ઑક્ટોબરમાં જહાંગીરના…

વધુ વાંચો >