મહેશ મ. ત્રિવેદી

ટૅક્સાસ

ટૅક્સાસ : છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : 26o ઉ. અ. થી  36o ઉ. અ. અને 94o પ. રે. થી 106o પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં…

વધુ વાંચો >

ડિટ્રૉઇટ

ડિટ્રૉઇટ : યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 42° 20’ ઉ. અ. અને 83° 03’ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. નગરની વસ્તી 10,27,974 તથા મહાનગરની વસ્તી 37,34,090 (2010) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર 1337 ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ…

વધુ વાંચો >

ડેલવાર

ડેલવાર : યુ.એસ.ની પૂર્વમાં ઍટલાન્ટિક મહાસાગરને  કિનારે આવેલું  શહેર. ભૌગોલિક સ્થાન : 40o 53´ ઉ. અ. 75o 03´ પ. રે.. વિસ્તાર : 2490 ચોકિમી. વસ્તી : 10,03,384 (2021). ડેલવાર નદીને કિનારે વિકસેલું આ રળિયામણું શહેર આજે ઔદ્યોગિક  પ્રદૂષણનું શિકાર બન્યું છે. ન્યૂજર્સી રાજ્યનું આ મહત્ત્વનું  ઔદ્યોગિક શહેર ખનિજતેલ શુદ્ધીકરણ, વિશાળ…

વધુ વાંચો >

તમિળનાડુ

તમિળનાડુ : ભારતના દક્ષિણ કિનારે આવેલું 38 જિલ્લાઓ ધરાવતું ભારતીય સંઘનું રાજ્ય. તેને મંદિરમઢ્યો દ્રવિડ દેશ અથવા તો નટરાજ અને ભરતનાટ્યમની ભૂમિ કહી શકાય. ભૌગોલિક સ્થાન : 8° 00´ ઉ. અ. થી 13° 30´ ઉ. અ. અને 75° 10´ થી 80° 10´ પૂ.રે.. સુવર્ણકળશથી શોભતાં ગોપુરમ્ આ રાજ્યની આગવી વિશિષ્ટતા…

વધુ વાંચો >

તિરુપતિ

તિરુપતિ : દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે.. તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું…

વધુ વાંચો >

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા  ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…

વધુ વાંચો >

દાદરા અને નગરહવેલી

દાદરા અને નગરહવેલી : ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05’ ઉ. અ. અને 73° 00’ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ…

વધુ વાંચો >

નાઇજિરિયા

નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…

વધુ વાંચો >

નામિબિયા

નામિબિયા : આફ્રિકાખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક દૃષ્ટિએ આ દેશ આશરે 17° થી 29´ દ. અ. અને 12° થી 25´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનો કુલ વિસ્તાર 8,26,700 ચોકિમી. છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ઍંગોલા અને ઝામ્બિયા ભૂમિભાગો, પૂર્વમાં બોત્સ્વાના, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે…

વધુ વાંચો >

નેધરલૅન્ડ્ઝ

નેધરલૅન્ડ્ઝ વાયવ્ય યુરોપમાં ઉત્તર સમુદ્રને કિનારે આવેલો દેશ. જૂનું નામ હોલૅન્ડ. ‘હોલૅન્ડ’ શબ્દનો અર્થ થાય છે ‘કાંઠાળ પ્રાંતો’. આ નામ પહેલાં કિનારા નજીકના અમુક ભાગ પૂરતું જ મર્યાદિત હતું, પછીથી તે આખા દેશ માટે વપરાતું થયેલું; આજે  તે હોલૅન્ડના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીભાષી દેશોમાં નેધરલૅન્ડ્ઝના લોકોને ડચ તરીકે ઓળખે…

વધુ વાંચો >