મહેશ ચોકસી

સમરેન્દ્રસિંગ લૈશરામ

સમરેન્દ્રસિંગ લૈશરામ (જ. 1925, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી ભાષાના કવિ. મૂળ કલકત્તા (હવે કોલકાતા) યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને વિશ્વભારતીમાંથી બી.ટી.ની ડિગ્રી મેળવી. શિક્ષકની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા પછી હવે (2002માં) તેઓ સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. તેમને મળેલાં સન્માનમાં મણિપુરી સાહિત્ય પરિષદ તરફથી જેમિની સુંદર ગુહા સુવર્ણચંદ્રક (1975), કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ…

વધુ વાંચો >

સમુદ્ર-સ્નાન (1970)

સમુદ્ર–સ્નાન (1970) : ઊડિયા કવિ ગુરુપ્રસાદ મોહંતી(જ. 1924) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આધુનિક ઊડિયા કવિતામાં તે મહત્ત્વનું ઉમેરણ લેખાય છે. આ કાવ્યસંગ્રહમાં 19 કાવ્યો છે, તેમાંથી પ્રથમ 10 પ્રણયને લગતાં છે. આ કાવ્યોમાં ગૂંથાયેલી પ્રણયભાવના ભાવો અને વિચારોની ગ્રંથિ તરીકે લેખાઈ છે;…

વધુ વાંચો >

સરદેસાઈ, મનોહરરાવ એલ.

સરદેસાઈ, મનોહરરાવ એલ. (જ. 18 જાન્યુઆરી 1925, પણજી, ગોવા) : કોંકણી ભાષાના કવિ અને અનુવાદક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1949માં ફ્રેન્ચ અને મરાઠીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ 1949-52 સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ફ્રેન્ચ ભાષાના અધ્યાપક રહ્યા; 1960માં તેઓ દૂરદર્શન, દિલ્હી(બહારની સેવાઓ)ની સેવામાં; 1960-61 મુંબઈની સોમૈયા કૉલેજમાં ફ્રેન્ચના અધ્યાપક; 1964-70 દરમિયાન કોંકણી…

વધુ વાંચો >

સરફરાઝ, નવાઝ

સરફરાઝ, નવાઝ (જ. 1 ડિસેમ્બર 1948, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી. તેઓ ફાસ્ટ મીડિયમ ગોલંદાજ તરીકે આક્રમક અને શક્તિશાળી ખેલાડી હતા. 1970ના દાયકા દરમિયાન તેઓ પાકિસ્તાનના ઉત્તમ ગોલંદાજ બની રહ્યા. તેમની ઊંચાઈ 1.90 મી. હતી અને તેઓ બૉલને બંને બાજુએ સીમ અને સ્વિંગ કરી શકતા. પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઝમકદાર…

વધુ વાંચો >

સરિસૃપ (1969)

સરિસૃપ (1969) : ઊડિયા કવિ વિનોદચંદ્ર નાયક(જ. 1917)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1976ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પહેલાં તથા આ પછી પણ તેમણે અનેક કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ઓરિસાના પીઢ કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓ અગાઉની રોમૅન્ટિક કવિતા તથા ત્રીસી અને ચાલીસીની ‘ગ્રીન’ કવિતા તેમજ નવ્ય…

વધુ વાંચો >

સરૂર, અલી અહમદ

સરૂર, અલી અહમદ (જ. 7 ઑક્ટોબર 1912, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ ?) : ઉર્દૂના વિદ્વાન. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂ વિષય સાથે એમ.એ.ની અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રી મેળવી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માનાર્હ પ્રાધ્યાપક 2002માં રહ્યા અને લેખનની પ્રવૃત્તિ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઉર્દૂના રીડર, લખનૌ યુનિવર્સિટી, 1946-55;…

વધુ વાંચો >

સર્ચ કૉનેલિયા

સર્ચ કૉનેલિયા (જ. 23 ઑક્ટોબર 1966, જેના, જર્મની) : તરણનાં જર્મનીનાં મહિલા ખેલાડી. 1982માં પ્રથમ વિશ્વવિજયપદકનાં વિજેતા બન્યાં ત્યારે તેઓ કેવળ 15 વર્ષનાં હતાં. 200 મીટર બૅકસ્ટ્રોકની સ્પર્ધામાં તેઓ તેમની પછીના સ્પર્ધકથી 5 સેકન્ડ આગળ નીકળી ગયાં હતાં. તેમનો એ વિશ્વવિક્રમ 2 : 09.91નો હતો. ફરીથી તેઓ આ સમય પાર…

વધુ વાંચો >

સહગલ, નયનતારા

સહગલ, નયનતારા (જ. 10 મે 1927, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખિકા. નામાંકિત સંસ્કૃત વિદ્વાન અને વકીલ આર. એસ. પંડિત તથા વિજયાલક્ષ્મી પંડિતની ત્રણ પુત્રીઓ પૈકીનાં વચેટ પુત્રી. તેમનું મોટાભાગનું શૈશવ અલ્લાહાબાદ ખાતેના નહેરુ પરિવારના પૈતૃક મકાન આનંદભવનમાં વીત્યું. પુણેમાં શાળાકીય શિક્ષણ લીધા પછી, મસૂરી નજીકની અમેરિકન મિશનરી શાળા…

વધુ વાંચો >

સહાની, ભીષ્મ

સહાની, ભીષ્મ (જ. 8 ઑગસ્ટ 1915, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં); અ. 11 જુલાઈ 2004) : હિંદી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. 1937માં તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી અંગ્રેજી સાથે એમ.એ. તથા 1958માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પંજાબ તથા દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા. 1965-67 ‘નઈ કહાનિયાઁ’ નામના ટૂંકી વાર્તાઓના હિંદી જર્નલના સંપાદક.…

વધુ વાંચો >

સહાય, રઘુવીર

સહાય, રઘુવીર (જ. ?, લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી ભાષાના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘લોગ ભૂલ ગયે હૈં’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. લખનૌમાં અભ્યાસ કરીને તેમણે અંગ્રેજી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે લખનૌ ખાતે ‘નવજીવન’માં ખબરપત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ ‘પ્રતીક’ના સહાયક સંપાદક તરીકે તેઓ દિલ્હી આવ્યા.…

વધુ વાંચો >