સરફરાઝ, નવાઝ (. 1 ડિસેમ્બર 1948, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી. તેઓ ફાસ્ટ મીડિયમ ગોલંદાજ તરીકે આક્રમક અને શક્તિશાળી ખેલાડી હતા. 1970ના દાયકા દરમિયાન તેઓ પાકિસ્તાનના ઉત્તમ ગોલંદાજ બની રહ્યા. તેમની ઊંચાઈ 1.90 મી. હતી અને તેઓ બૉલને બંને બાજુએ સીમ અને સ્વિંગ કરી શકતા.

નવાઝ સરફરાઝ

પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઝમકદાર બૅટિંગ પણ કરી શકતા હતા. ટેસ્ટમાં 1,000 રન અને 100 વિકેટની ‘ડબલ’ સિદ્ધિ દાખવનાર તેઓ ત્રીજા પાકિસ્તાની ખેલાડી બનેલા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 55 ટેસ્ટ (1969-84) : 17.71ની સરેરાશથી 1,045 રન; સૌથી વધુ જુમલો 90; 32.75ની સરેરાશથી 177 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 986; 20 કૅચ.

(2) 45 એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 9.60ની સરેરાશથી 221 રન; સૌથી ઉત્તમ જુમલો 34 (અણનમ); 23.22ની સરેરાશથી 63 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 427; 8 કૅચ.

(3) પ્રથમ કક્ષાની મૅચ (1967-85) : 19.35ની સરેરાશથી 5,709 રન; સૌથી ઉત્તમ જુમલો 90; 24.62ની સરેરાશથી 1,005 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 986; 162 કૅચ.

મહેશ ચોકસી