મહેશ ચોકસી
કેની ચન્દ્રકાન્ત
કેની, ચન્દ્રકાન્ત (જ. 1934, સિમલા; અ. 3 ફેબ્રુઆરી 2009, માર્ગો, ગોવા) : હિંદી, મરાઠી, કોંકણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘વ્હંકલ પાવણી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોંકણી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું નામ બહુ જાણીતું છે. ગોવા મુક્તિ-આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા. રાજ્યની ભાષાકીય તથા સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવાના…
વધુ વાંચો >કેનો રેમોં
કેનો, રેમોં (જ. 21 ફેબ્રુઆરી 1903, લ હાર્વે, ફ્રાંસ; અ. 25 ઑક્ટોબર 1976, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર અને કવિ. સૉરબોનમાં શિક્ષણ લીધા પછી 1936થી 1938 દરમિયાન વૃત્તાંત-નિવેદક તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ પ્રશિષ્ટ સર્જકો વિશેની ‘આંસીક્લોપીદી દ લા પ્લેઇઆદ’ નામની ગ્રંથશ્રેણીમાં રીડર તરીકે જોડાયા અને 1955માં તેના નિયામક નિમાયા. 1920ના દાયકામાં…
વધુ વાંચો >કૅન્ટરબરી ટેલ્સ
કૅન્ટરબરી ટેલ્સ : આંગ્લકવિ જફ્રી ચૉસર(આશરે 1343થી 1400)ની સુપ્રસિદ્ધ કૃતિ. તે 1387 પછી લખાઈ હોવાનું મનાય છે. ‘ડિકૅમરન’ જેવી આ પ્રકારની (કાવ્યકથાસંગ્રહ જેવી) અન્ય કૃતિઓ કરતાં આની વિશેષતા એ છે કે એમાં વાર્તાના કથકોનું પુષ્કળ વૈવિધ્ય છે એટલું જ નહિ, એ કથકોના વર્ણનમાં પૂરેપૂરી ચિત્રાત્મક અને રસપ્રદ વાસ્તવિકતા આલેખાઈ છે;…
વધુ વાંચો >કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’
કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’ (જ. 8 સપ્ટેમ્બર 1938, શિમોગા, કર્ણાટક; અ. 5 એપ્રિલ 2007, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘ચિદંબરરહસ્ય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી સાહિત્યના વિષયમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી, તેમણે ખેતીકામ સ્વીકાર્યું. તેમણે અનેક ગ્રંથો આપ્યા છે. તેમાં નવલકથાઓ, ટૂંકી…
વધુ વાંચો >કૅમોઇંશ – લૂઈ (વાઝ) દ
કૅમોઇંશ, લૂઈ (વાઝ) દ (જ. 1525, લિસ્બન; અ. 10 જૂન 1580, લિસ્બન) : પોર્ટુગલના મહાન રાષ્ટ્રીય કવિ અને ‘ધ લ્યુસિઆડ્ઝ’ (1572) નામના મહાકાવ્યના રચયિતા. નિર્ધન અવસ્થામાં મુકાઈ ગયેલા શ્રીમંત કુટુંબના તે નબીરા હતા. કુઇમ્બ્રા યુનિવર્સિટી ખાતે ચર્ચની કારકિર્દીને લગતું શિક્ષણ લીધું. લગભગ 1542માં લિસ્બન પાછા ફર્યા. અહીં ડોના કેટેરિના નામની…
વધુ વાંચો >કોમલ બલરાજ
કોમલ, બલરાજ (જ. 25 સપ્ટેમ્બર 1928, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં; અ. 25 નવેમ્બર 2013, દિલ્હી) : ઉર્દૂના નામી લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘પરિંદોં ભરા આસમાન’ને 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. દિલ્હી પ્રશાસનતંત્રના શિક્ષણ વિભાગમાં જોડાયા. ઉર્દૂ સાહિત્ય-જગતમાં નામના પામેલા કોમલે કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓ,…
વધુ વાંચો >કૉમેડી
કૉમેડી : મનુષ્યસ્વભાવ કે વર્તન પર ટીકા કે કટાક્ષ કરતો હાસ્યરસિક અને સુખાન્ત નાટ્યપ્રકાર. ચોથી સદીના પ્રાચીન ગ્રીક કાળથી સાંપ્રત અણુયુગ સુધી લેખક, વાચક તથા પ્રેક્ષક માટે આ નાટ્યપ્રકાર આકર્ષણરૂપ રહ્યો છે. કૉમેડી શબ્દ મૂળ ગ્રીક ધાતુ Komos પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ છે મુક્ત મને કરાતી આનંદની ઉજવણી.…
વધુ વાંચો >કૉમેદી ફ્રાન્સેઝ
કૉમેદી ફ્રાન્સેઝ : યુરોપની નાટ્યમંડળીઓમાં સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ફ્રાન્સની નાટ્યમંડળી. 1673માં અવસાન પામનાર મોલિયેરની નાટ્યમંડળી તથા હૉતલ દ બર્ગોનની નાટ્યમંડળીનું એકત્રીકરણ કરવા રાજ્ય તરફથી જાહેરનામું બહાર પાડીને 1680માં આ મંડળી રચવામાં આવી હતી. શરૂઆતનાં સો વર્ષ દરમિયાન આ મંડળી 1688-89માં બંધાયેલ અને 1500 જેટલી બેઠકસંખ્યા ધરાવતા વિશાળ અર્ધગોળાકાર નાટ્યગૃહ(amphitheatre)માં…
વધુ વાંચો >કૉલિન્સ વિલિયમ વિલ્કી
કૉલિન્સ, વિલિયમ વિલ્કી (જ. 8 જાન્યુઆરી 1824, લંડન; અ. 23 સપ્ટેમ્બર 1889, લંડન) : અંગ્રેજી નવલકથાકાર. લૅન્ડસ્કેપ ચિત્રકાર વિલિયમ કૉલિન્સના મોટા પુત્ર. પિતાના મિત્ર અને તેમના માનસપિતા ડેવિડ વિલ્કીના નામ પરથી તેમનું નામકરણ થયું. શરૂઆતનાં વર્ષો લંડનની ખાનગી શાળાઓમાં શિક્ષણ લીધું. 1836થી 1838 દરમિયાન પરિવાર સાથે ઇટલી ગયા. ત્યાં ઉપયોગી…
વધુ વાંચો >કૉલેટ સિદોની ગાબ્રિયેલ
કૉલેટ, સિદોની ગાબ્રિયેલ (જ. 28 જાન્યુઆરી 1873, સેંટ ઓવુર એન-પ્યુસે; અ. 3 ઑગસ્ટ 1954, પૅરિસ) : ફ્રેન્ચ લેખિકા. માનવમનની આંતરિક સૃષ્ટિનું અવગાહન કરવાની સૂક્ષ્મ સૂઝ તથા અત્યંત તાશ ઇન્દ્રિયપરક કલ્પનો આલેખવાના સામર્થ્યને કારણે ખૂબ નામના પામ્યાં છે. શૈલીની વિશેષતાથી નોંધપાત્ર બનેલી તેમની નવલકથાઓમાં કામુક વૃત્તિઓ તથા ઉત્કટ ઇન્દ્રિયગત અનુભવો તેમજ…
વધુ વાંચો >