મહેશ ચોકસી
બેન્ઝ, કાર્લ ફ્રેડરિક
બેન્ઝ, કાર્લ ફ્રેડરિક (જ. 1844, કાર્લ્સરૂહ, જર્મની; અ. 1929) : નામી ઇજનેર અને મોટરનિર્માતા. 1877–79 દરમિયાન તેમણે 2 સ્ટ્રોકવાળું એન્જિન વિકસાવ્યું અને તેના ઉત્પાદન માટે એક ફૅક્ટરી ઊભી કરી. મોબાઇલ એન્જિનના ઉત્પાદન માટે નાણાંની જોગવાઈ કરવાની તેમના સાથી સમર્થકોએ ના પાડતાં તેમને એ યોજના 1883માં પડતી મૂકવી પડેલી. તે પછી…
વધુ વાંચો >બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ
બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ (જ. 1875, લંડન; અ. 1956) : આંગ્લ પત્રકાર અને નવલકથાકાર. ‘ટ્રેન્ટ્સ લાસ્ટ કેસ’ નામક નવલકથાના લેખક તરીકે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે, કારણ કે ડિટેક્ટિવ નવલકથાના વિકાસમાં આ કૃતિ સીમાચિહ્નરૂપ લેખાય છે. તેઓ જી. કે. ચેસ્ટરટનના ગાઢ સાથી હતા અને તેમની પ્રેરણાથી તેમણે નવા…
વધુ વાંચો >બૅન્ડેલીર, ઍડૉલ્ફ
બૅન્ડેલીર, ઍડૉલ્ફ (જ. 1840, બર્ન; અ. 1914) : જર્મનીના નિષ્ણાત પુરાતત્વવિજ્ઞાની અને માનવશાસ્ત્રી. તેમણે ઈશાન અમેરિકાની પ્રિ-કોલમ્બિયન ઇન્ડિયન તથા પેરુ અને બોલિવિયાની સાંસ્કૃતિક પરંપરાના અભ્યાસની પહેલ કરી. 1880થી તેમણે મુખ્યત્વે ઍરિઝોના તથા ન્યૂ મેક્સિકોની સમસ્યાઓ વિશે કામ કરવા માંડ્યું અને તેમાં તેમણે દસ્તાવેજી સંશોધન, માનવવંશવિજ્ઞાન અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ – એમ…
વધુ વાંચો >બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર
બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર (જ. 1896, ધારવાડ, કર્ણાટક; અ. 1981) : કન્નડના અગ્રણી કવિ તથા સાહિત્યકાર. ઉત્કટ જ્ઞાનપિપાસા તેમને તેમના પૂર્વજો તરફથી વારસામાં મળી હતી. તેમના શિક્ષણનો પ્રારંભ પુણેમાં થયો અને 1918માં બી.એ. થયા પછી તેઓ ધારવાડ પરત આવી સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને સાથે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે…
વધુ વાંચો >બૅબકૉક, હૅરોલ્ડ
બૅબકૉક, હૅરોલ્ડ (ડિલૉસ) (જ. 1882, ઍડગર્ટન, વિસ્કૉન્સિન; અ. 1968) : અમેરિકાના પદાર્થવિજ્ઞાની. તેઓ કૅલિફૉર્નિયા ખાતે આવેલી માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરીમાં કામગીરી બજાવતા હતા; ત્યાં તેમણે 78 વર્જિનિસ નામના તારાના ચુંબકીય ક્ષેત્રનું માપન કર્યું, જેના પરિણામે વીજચુંબકીય (electromagnetic) તથા સાપેક્ષતાના સિદ્ધાંતો વચ્ચેની કડીરૂપ બાબતો શોધી શકાઈ. તેમના પુત્ર બૉરેક વેલકમ બૅબકૉકના સહયોગમાં…
વધુ વાંચો >બૅર, રેમન્ડ
બૅર, રેમન્ડ (જ. 1924, સેંટ ડેનિસ, રિયુનિયન) : ફ્રાન્સના રાજકારણી અને વડાપ્રધાન. તેઓ સૉબૉર્નમાં એક પ્રભાવશાળી અને નવઉદારમતવાદી અર્થશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. 1967થી 1972 દરમિયાન તેઓ યુરોપિયન કમિશનમાં ઉપાધ્યક્ષ હતા અને ત્યાં પણ તેઓ એવી જ નામના પામ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ ગિસ્કાર્ડના શાસન દરમિયાન તેઓ વિદેશવ્યાપાર વિભાગના પ્રધાન બન્યા. જૅક્સ…
વધુ વાંચો >બેરલૅગ, હૅન્ડ્રિક પેટ્રસ
બેરલૅગ, હૅન્ડ્રિક પેટ્રસ (જ. 1856, ઍમ્સ્ટર્ડૅમ; અ. 1934) : નેધરલૅન્ડ્ઝના જાણીતા સ્થપતિ અને નગરનિયોજક. 1903માં તેમણે ઍમ્સ્ટર્ડેમનું નાણાબજારનું નિયો-રોમનેસ્ક શૈલીમાં નિર્માણ કર્યું; પરંતુ પછીનાં વર્ષોમાં તે ફ્રૅન્ક લૉઇડ રાઇટના પ્રભાવ નીચે આવ્યા અને નેધરલૅન્ડ્ઝમાં રાઇટના સિદ્ધાંતો પ્રચલિત કરવામાં તેઓ મુખ્ય અને પ્રભાવક પરિબળ બની રહ્યા. લંડનનું હૉલૅન્ડ હાઉસ (1914) અને…
વધુ વાંચો >બેરા, યોગી (મૂળ નામ : લૉરેન્સ પીટર બેરા)
બેરા, યોગી (મૂળ નામ : લૉરેન્સ પીટર બેરા) (જ. 1925, ન્યૂયૉર્ક) : બેઝબૉલ રમતનો જાણીતો ખેલાડી. 1946થી ’63 દરમિયાન તે ‘ન્યૂયૉર્ક યાન્કી’ તરફથી કુશળ ખેલાડી તરીકે રમ્યો; તે દરમિયાન તેણે વિશ્વ-શ્રેણીમાં 14 વખત ભાગ લઈને નવો વિક્રમ સર્જ્યો. અમેરિકન લીગની રમતોમાં કૅચર તરીકે રમીને 313 જેટલા સૌથી વધુ રન કરીને…
વધુ વાંચો >બેરિગન, ફિલિપ ફ્રાન્સિસ
બેરિગન, ફિલિપ ફ્રાન્સિસ (જ. 1923, મિનેસૉટા) : અમેરિકાના જાણીતા શાંતિવાદી આંદોલનકર્તા અને પાદરી. સૌપ્રથમ તો તેમણે અમેરિકાના લશ્કરના યુરોપિયન કૅમ્પેનમાં કામ કર્યું (1943–46). 1955માં તેમણે પાદરી તરીકે દીક્ષા લીધી. પછી તેમણે ધર્મગુરુ તરીકે તથા શિક્ષક તરીકે અનેક સ્થળે કામગીરી બજાવી. 1962થી તેમણે શાંતિઆંદોલનને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. પોતાના ભાઈ સાથે મળીને…
વધુ વાંચો >બેરિમૅન, જૉન
બેરિમૅન, જૉન (જ. 1914, ઓક્લહોમા; અ. 1972) : અમેરિકાના કવિ, આત્મકથાલેખક, નવલકથાકાર અને વિદ્વાન. તેમણે કોલંબિયા યુનિવર્સિટી તેમજ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યું. છેલ્લે 1955થી ’72 દરમિયાન તેમણે મિનેસોટા યુનિવર્સિટી ખાતે માનવવિદ્યાના પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘હોમેજ ટુ મિસ્ટ્રેસ બ્રૅડસ્ટ્રીટ’ (1956) નામક કાવ્યસંગ્રહથી કવિ…
વધુ વાંચો >