ગંગાધર ચૂર્ણ : આયુર્વેદીય ઔષધ. નાગરમોથ, ઇન્દ્રજવ, બીલાનો ગર્ભ, લોધર, મોચરસ અને ધાવડીનાં ફૂલ સરખા ભાગે લઈ ખાંડીને તૈયાર કરેલું વસ્ત્રગાળ ચૂર્ણ. ત્રણથી પાંચ ગ્રામ જેટલી માત્રા દિવસમાં બેથી ત્રણ વાર છાશ તથા ગોળ સાથે લેવાથી અતિસાર, મરડો અને રક્તાતિસારમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા