ભૌતિકશાસ્ત્ર

લીડન જાર

લીડન જાર : વિદ્યુતભારનો સંગ્રહ કરવા માટેની પ્રયુક્તિ. તેની શોધ 1746માં લીડન(નૅધરલેન્ડ્ઝ)માં થઈ હતી. લીડન જાર એ કાચની બરણી છે, જેને બૂચ વડે બંધ કરવામાં આવેલી હોય છે. બરણીને અંદર અને બહારથી અડધે સુધી ધાતુના પતરાથી ઢાંકવામાં આવે છે. ધાતુના પતરામાંથી વિદ્યુતનું વહન થાય છે, પણ કાચમાંથી થતું નથી. બૂચમાંથી…

વધુ વાંચો >

લી, ત્સુંગ દાઓ

લી, ત્સુંગ દાઓ (જ. 25 નવેમ્બર 1926, શાંઘાઈ, ચીન) : મૂળભૂત કણોના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર ચીની ભૌતિકવિજ્ઞાની. તેમણે સમતા(parity)ના મહત્વના નિયમોની શોધ કરી, જેને કારણે મૂળભૂત કણોને લગતી ખાસ શોધો શક્ય બની. મૂળભૂત કણોના ક્ષેત્રે અમૂલ્ય સંશોધન કરવા બદલ ચેન નિંગ યાનની ભાગીદારીમાં 1957ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર તેમને…

વધુ વાંચો >

લુઈલિયે, આન

લુઈલિયે, આન (L’Huiller, Anne) (જ. 16 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિન તથા ફેરેન્સ ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. આન લુઈલિયેના દાદા વિદ્યુતીય (ઇલેક્ટ્રિકલ) ઇજનેર હતા…

વધુ વાંચો >

લેગેટ, ઍન્થની જેમ્સ (સર)

લેગેટ, ઍન્થની જેમ્સ (સર) (Anthony James Leggett) (જ. 26 માર્ચ 1938, કેમ્બરવેલ, લંડન) : નિમ્ન તાપમાન ભૌતિકવિજ્ઞાન અને અતિતરલતા(superfluidity)ના કાર્યક્ષેત્રે પુરોગામી વૈશ્વિક અગ્રણી નેતા અને યુ.કે.ના નાગરિક. આ કાર્યની સ્વીકૃતિરૂપે વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સામાન્ય અને અતિતરલ હિલિયમ પ્રવાહી અને પ્રબળ રીતે યુગ્મિત (coupled) અતિતરલો માટેની સૈદ્ધાંતિક સમજૂતીને સુંદર ઓપ…

વધુ વાંચો >

લેઝર (લેસર)

લેઝર (લેસર) : પ્રકાશનું પ્રવર્ધન કરનાર પ્રયુક્તિ. લેઝર એ પ્રકાશની પાતળી અને તીવ્ર કિરણાવલી છે, જે ધાતુને ઓગાળી શકે છે, હીરામાં છિદ્ર પાડી શકે છે અને સાથે સાથે તે જુદાં જુદાં દૂરદર્શન-ચિત્રોના સંકેતોનું એક જ સમયે વહન કરે છે. ‘લેઝર’ (LASER) શબ્દ ‘Light Amplification by Stimulated Emission of Radiation’ ઉપરથી…

વધુ વાંચો >

લૅટિસ ઊર્જા (Lattice Energy)

લૅટિસ ઊર્જા (Lattice Energy) : એકબીજાથી અનંત અંતરે રહેલાં બે આયનોને લૅટિસમાં તેમનાં સ્થાયી આયનો (stable positions) ઉપર લાવવા માટે કરવી પડતી જરૂરી પ્રક્રિયાને કારણે ઊર્જામાં જોવા મળતો ઘટાડો. આ ઊર્જાનો ઘટાડો બે આયનો વચ્ચેનાં સ્થિતવિદ્યુત બળો, આયનોના ઇલેક્ટ્રૉનની કક્ષાઓ અતિક્રમતાં (overlap) લાગતાં અપાકર્ષી બળો, વાન-ડર-વાલ (van der waal) બળો…

વધુ વાંચો >

લેન્ઝનો નિયમ

લેન્ઝનો નિયમ : રશિયન ભૌતિકવિદ હેન્રિક લેન્ઝે 1835માં રજૂ કરેલો વિદ્યુત-ચુંબકીય પ્રેરણ(induction)નો નિયમ. આ નિયમ મુજબ જ્યારે જ્યારે વિદ્યુતવાહકમાં વિદ્યુતચાલક બળ (electromotive force/emf) પ્રેરિત થાય છે ત્યારે તે હમેશાં એવી દિશામાં હોય છે કે જેથી તેના દ્વારા ઉત્પન્ન થનારો વિદ્યુતપ્રવાહ પ્રેરિત વિદ્યુતચાલક બળ માટે કારણભૂત ફેરફારનો વિરોધ કરે છે. જો…

વધુ વાંચો >

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert)

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert) (જ. 7 મે 1909, બ્રિજપૉર્ટ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1 માર્ચ 1991, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : યુ.એસ.ના ભૌતિકવિદ, પોલેરૉઇડ (Polaroid) તથા તત્ક્ષણ (instant) ફોટોગ્રાફીના શોધક તથા ધંધાદારી સંચાલક. પિતા હૅરી એમ. લૅન્ડ તથા માતા માર્થા જી. લૅન્ડ. એડવિને અમેરિકાની નૉર્વિક એકૅડેમી તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ…

વધુ વાંચો >

લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ  (Landau, Lev Davidovich)

લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ  (Landau, Lev Davidovich) જ. 22 જાન્યુઆરી 1908, બાકુ, યુ.એસ.એસ.આર; અ. 1 એપ્રિલ 1968, મૉસ્કો, યુ.એસ.એસ.આર) : સંઘનિત દ્રવ્ય અને ખાસ કરીને પ્રવાહી હીલિયમ માટે મૂળભૂત, પાયાના સિદ્ધાંતો આપવા માટે 1962નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. લેવ ડેવિડૉવિચ લૅન્ડૉ લૅન્ડૉનો જન્મ બાકુ, અઝરબૈજાનમાં થયો હતો. તેમનાં માતાપિતા યહૂદી…

વધુ વાંચો >

લૅન્થેનાઇડ-સંકોચન

લૅન્થેનાઇડ-સંકોચન : તત્ત્વોના આવર્તક કોષ્ટક(periodic table)માં લૅન્થેનમ (La) તત્ત્વથી લ્યૂટેશિયમ (Lu) તરફ જતાં પરમાણુક્રમાંક વધવા સાથે પારમાણ્વિક (atomic) કદ અને આયનિક ત્રિજ્યામાં જોવા મળતો ઘટાડો. લૅન્થેનાઇડ-સંકોચન ઉપરનું મોટાભાગનું કાર્ય 1925માં વૉન હેવેસી અને વી. એમ. ગોલ્ડશ્મિડ્ટે કર્યું હતું. સામાન્ય રીતે આવર્તક કોષ્ટકના કોઈ એક સમૂહ(group)માં ઉપરથી નીચેનાં તત્ત્વ તરફ જતાં…

વધુ વાંચો >