ભૂસ્તરશાસ્ત્ર

ઍપ્લાઇટ

ઍપ્લાઇટ (aplite) : એક સૂક્ષ્મ દાણાદાર (કણ-કદ આશરે 0.05 મિમી.થી 1.00 મિમી.), સંપૂર્ણ સ્ફટિકમય, સમદાણાદાર, બિનપાસાદાર કણરચનાવાળો સ્વભેદિત, ઍસિડિક, ભૂમધ્યકૃત (અગ્નિકૃત) ખડક. તે ડાઇક કે શિરાસ્વરૂપે મળી આવે છે. ઍપ્લાઇટનું ખનિજબંધારણ ગ્રેનાઇટથી ગૅબ્બ્રો સુધીનું હોઈ શકે છે, પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારના વિશેષણ વિના ઍપ્લાઇટનો નિર્દેશ કરવામાં આવે ત્યારે તેનું…

વધુ વાંચો >

ઍમેઝોન સ્ટોન

ઍમેઝોન સ્ટોન : પોટાશ ફેલ્સ્પાર વર્ગની માઇક્રોક્લિન ખનિજનું લીલા રંગવાળું સ્ફટિક. તેને ઍમેઝોનાઇટ પણ કહેવામાં આવે છે. આ ખનિજનું રાસાયણિક બંધારણ KAlSi3O8 છે. આ ઉપરાંત તેના બંધારણમાં સીઝિયમ અને રુબિડિયમ જેવાં વિરલ તત્વો હોય છે જેને કારણે ખનિજનો રંગ લીલો હોય છે (જુઓ માઇક્રોક્લિન.) વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ઍમેથિસ્ટ

ઍમેથિસ્ટ : સિલિકાવર્ગની ખનિજ ક્વાર્ટ્ઝનો જાંબલી કે નીલજાંબલી રંગનો પ્રકાર : તેનો જાંબલી રંગ બંધારણમાં રહેલા SiO2 ઉપરાંત મૅંગેનીઝને કારણે હોવાનું માનવામાં આવે છે. ઍમેથિસ્ટ અર્ધકીમતી (semiprecious) ખનિજ તરીકે ઝવેરાતમાં વપરાય છે. (જુઓ ક્વાર્ટ્ઝ.) વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ઍમ્ફિબોલ વર્ગ

ઍમ્ફિબોલ વર્ગ : સામાન્ય સૂત્ર X7–8(Si4O4)2(OH)2 ધરાવતો સિલિકેટ ખનિજવર્ગ. આમાં X = Ca, Na, Mg, Fe+2, Fe+3 Al. કેટલીક વખત Na (જવલ્લે જ K), અલ્પ પ્રમાણમાં Mn હોય છે. Al બીજાં, ધનાયનો (cation) સાથે હોય છે. અથવા સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. ઍમ્ફિબોલ ખનિજો મેટાસિલિકેટ છે. પરમાણુરચનાની ર્દષ્ટિએ એમ્ફિબોલ ખનિજો આઇનોસિલિકેટ…

વધુ વાંચો >

ઍમ્ફિબોલાઇટ

ઍમ્ફિબોલાઇટ : મુખ્યત્વે ઍમ્ફિબોલ (હૉર્નબ્લેન્ડ) અને પ્લેજિયોક્લેઝ ખનિજીય બંધારણવાળો, પુન:સ્ફટિકીકરણ કણરચનાવાળો વિકૃત ખડક. આ ખડકના બંધારણમાં કેટલીક વખતે ક્વાર્ટ્ઝ ખનિજ પણ રહેલું હોય છે. ખનિજબંધારણની ર્દષ્ટિએ ઍમ્ફિબોલાઇટ લગભગ ડાયૉરાઇટ (સોડાલાઇમ શ્રેણીનો સબઍસિડિક અંત:કૃત ખડક) જેવો હોય છે. હૉર્નબ્લેન્ડાઇટ એ આ પ્રકારના ખડકનું ઉદાહરણ છે. વિતરણની ર્દષ્ટિએ જોતાં આ ખડક પૃથ્વીના…

વધુ વાંચો >

એમ્બ્લીગોનાઇટ (હેબ્રોનાઇટ)

એમ્બ્લીગોનાઇટ (હેબ્રોનાઇટ) : રા. બં. – (Lina) AlPO4 (F.OH); સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – સામાન્યત: ખરબચડા સ્વરૂપવાળા ટૂંકા પ્રિઝમ સ્ફટિક; રં. – સામાન્ય રીતે સફેદથી રાખોડિયો સફેદ, રંગવિહીન, પીળો, ગુલાબી, લીલો, વાદળી; સં. – સુવિકસિત 100ને સમાંતર; ચ. – કાચમયથી મીણ જેવો; સંભેદ પર મૌક્તિક; ભં. સ. – વલયાકારથી…

વધુ વાંચો >

એરિનપુરા ગ્રૅનાઇટ

એરિનપુરા ગ્રૅનાઇટ : રાજસ્થાનના સિરોહી જિલ્લાના એરિનપુરા પાસે મળી આવતા ગ્રૅનાઇટ. આ ગ્રૅનાઇટ દિલ્હી બૃહદ સમૂહ – ખડકરચનામાં મળી આવતો મુખ્ય અંતર્ભેદિત ખડક છે. અજબગઢ શ્રેણીના કૅલ્કનાઇસ ખડકોની દક્ષિણ સરહદે એરિનપુરા ગ્રૅનાઇટના અંતર્ભેદનની ક્રિયા બનેલી છે, જે ગુજરાતમાં પાલનપુર અને ઇડર અને તેની આજુબાજુ તેમજ રાજસ્થાનના જુદા જુદા વિસ્તારો જેવા…

વધુ વાંચો >

એરેગોનાઇટ

એરેગોનાઇટ : ખનિજનો એક પ્રકાર. રા. બં. – CaCO3. કેટલીક વખતે 1 %, 2 % SrCO3 કે અન્ય અશુદ્ધિ સાથે; સ્ફ. વ. – ઑર્થોરહોમ્બિક; સ્વ. – ડોમ સાથેના અણીદાર પ્રિઝમ સ્વરૂપ સ્ફટિકો, સૂક્ષ્મ સ્ફટિકમયથી મોટા સ્ફટિકમય, સ્તંભાકાર, તંતુમય, વટાણાકાર કે અધોગામી સ્તંભાકાર. યુગ્મતા સામાન્ય, (110) યુગ્મતલ, મુખ્યત્વે પુનરાવર્તિત યુગ્મતા; રં.…

વધુ વાંચો >

એરેત

એરેત : હિમશિલાથી રચાતું એક ભૂમિસ્વરૂપ. હિમથી છવાયેલા ઊંચા પર્વતોના ઢોળાવોનું ધોવાણ અને ઘસારાથી હિમગુફા ‘સર્ક’ની રચના થાય છે. આવા બે ઢોળાવ ઉપર રચાતા સર્કને લીધે પર્વતનું શિખર ધોવાતાં, ધારદાર સાંકડી પથરાળ બે ઢોળાવને છૂટા પાડતી શિખરરેખા (ridge) રચાય છે, જેની રચના પિરામિડ જેવી થાય છે. આવી ટેકરીને (ફ્રેંચ ભાષામાં)…

વધુ વાંચો >

એર્ગ

એર્ગ : રેતીના ઢૂંવા કે બારખાન. પવનથી થતી ભૂમિરચનાનું આ નવું સ્વરૂપ છે અને ખાસ કરીને સહરાના રેતાળ સાગરવિસ્તાર માટે આ અરબી શબ્દ વપરાય છે. રેતીઢૂંવા ઉપરથી પવન ઉત્પાતથી ઘસડાઈને રેતી, માટી અને ધૂળ સાગરનાં મોજાં જેવા આકારે સૂકા રણપ્રદેશમાં નિક્ષેપનથી રેતાળ સાગર સર્જે છે. વિલ્સનની રણપ્રદેશોની મોજણી (1970) પ્રમાણે…

વધુ વાંચો >