ઍમ્ફિબોલાઇટ

January, 2004

ઍમ્ફિબોલાઇટ : મુખ્યત્વે ઍમ્ફિબોલ (હૉર્નબ્લેન્ડ) અને પ્લેજિયોક્લેઝ ખનિજીય બંધારણવાળો, પુન:સ્ફટિકીકરણ કણરચનાવાળો વિકૃત ખડક. આ ખડકના બંધારણમાં કેટલીક વખતે ક્વાર્ટ્ઝ ખનિજ પણ રહેલું હોય છે. ખનિજબંધારણની ર્દષ્ટિએ ઍમ્ફિબોલાઇટ લગભગ ડાયૉરાઇટ (સોડાલાઇમ શ્રેણીનો સબઍસિડિક અંત:કૃત ખડક) જેવો હોય છે. હૉર્નબ્લેન્ડાઇટ એ આ પ્રકારના ખડકનું ઉદાહરણ છે. વિતરણની ર્દષ્ટિએ જોતાં આ ખડક પૃથ્વીના પોપડામાં મળી આવતા પાયરૉક્સિનાઇટ કરતાં અલ્પ પ્રમાણમાં મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે