ઍમેઝોન સ્ટોન

January, 2004

ઍમેઝોન સ્ટોન : પોટાશ ફેલ્સ્પાર વર્ગની માઇક્રોક્લિન ખનિજનું લીલા રંગવાળું સ્ફટિક. તેને ઍમેઝોનાઇટ પણ કહેવામાં આવે છે. આ ખનિજનું રાસાયણિક બંધારણ KAlSi3O8 છે. આ ઉપરાંત તેના બંધારણમાં સીઝિયમ અને રુબિડિયમ જેવાં વિરલ તત્વો હોય છે જેને કારણે ખનિજનો રંગ લીલો હોય છે (જુઓ માઇક્રોક્લિન.)

વ્રિજવિહારી દીનાનાથ દવે