એમ્બ્લીગોનાઇટ (હેબ્રોનાઇટ)

January, 2004

એમ્બ્લીગોનાઇટ (હેબ્રોનાઇટ) : રા. બં. – (Lina) AlPO4 (F.OH); સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – સામાન્યત: ખરબચડા સ્વરૂપવાળા ટૂંકા પ્રિઝમ સ્ફટિક; રં. – સામાન્ય રીતે સફેદથી રાખોડિયો સફેદ, રંગવિહીન, પીળો, ગુલાબી, લીલો, વાદળી; સં. – સુવિકસિત 100ને સમાંતર; ચ. – કાચમયથી મીણ જેવો; સંભેદ પર મૌક્તિક; ભં. સ. – વલયાકારથી ખરબચડી; ચૂ. – સફેદ; ક. – 5.5થી 6.0; વિ. ઘ. – 3.01થી 3.09, પ્ર. અચ. – (અ) વક્રી – α = 1.578, β = 1.593 (Fની ટકાવારી પ્રમાણે બદલાય છે.); γ – 1.594; (બ) 2g = 500; પ્ર. સં. દ્વિઅક્ષી (- ve); પ્રા. સ્થિ. – ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટમાં મુખ્યત્વે જથ્થામાં કે ખૂબ જ મોટા કદવાળા સ્ફટિક સ્વરૂપે; ઉ. લિથિયમનાં સંયોજનોના ઉત્પાદનના કાચા માલ તરીકે.

વ્રિજવિહારી દીનાનાથ દવે