ઍમેથિસ્ટ : સિલિકાવર્ગની ખનિજ ક્વાર્ટ્ઝનો જાંબલી કે નીલજાંબલી રંગનો પ્રકાર : તેનો જાંબલી રંગ બંધારણમાં રહેલા SiO2 ઉપરાંત મૅંગેનીઝને કારણે હોવાનું માનવામાં આવે છે. ઍમેથિસ્ટ અર્ધકીમતી (semiprecious) ખનિજ તરીકે ઝવેરાતમાં વપરાય છે. (જુઓ ક્વાર્ટ્ઝ.)

વ્રિજવિહારી દીનાનાથ દવે