ભૂસ્તરશાસ્ત્ર
એગ્લૉમરેટ
એગ્લૉમરેટ (agglomerate) : જ્વાળામુખીના પ્રસ્ફુટજન્ય ટુકડાઓનો બનેલો ખડક. 20થી 30 મિમી. કે તેથી વધુ વ્યાસવાળા ઓછાવત્તા પ્રમાણમાં ગોળાકાર કે અણીદાર ટુકડાઓ જેમાં વધુ હોય એવા જ્વાળામુખી-પ્રસ્ફુટનનો સમકાલીન પાયરોક્લાસ્ટિક ખડક આંતરે આંતરે થતી જ્વાળામુખી-પ્રસ્ફુટનક્રિયાને કારણે જ્વાળામુખીની આજુબાજુના વિસ્તારમાં ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થતો રહે છે. પ્રત્યેક પ્રસ્ફુટન બાદ શાંતિના સમયમાં જ્વાળામુખીની નળીની…
વધુ વાંચો >એજિરીન
એજિરીન : એક પ્રકારનું ખનિજ. અન્ય નામ એકમાઇટ, એજિરાઇટ; વર્ગ : પાયરૉક્સિન; રા. બં. : NaFe3+ Si2O6 સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, સોયાકાર, તંતુમય; રંગ : સામાન્યત: કથ્થાઈ, ક્વચિત્ લીલો; સં. : પ્રિઝમને સમાંતર સ્પષ્ટ સંભેદ; ચં. : કાચમય, પારદર્શકવત્થી અપારદર્શક; ક. : 6-6.5; વિ. ઘ.…
વધુ વાંચો >એજિરીન-ઓગાઇટ
એજિરીન-ઓગાઇટ : એજિરીન અને ઓગાઇટના વચગાળાના રાસાયણિક બંધારણવાળી પાયરૉક્સિન વર્ગની ખનિજ. આ ખનિજ એજિરીનની જેમ સોડા(Na2O)ની વધુ માત્રાવાળા અંત:કૃત અને જ્વાળામુખી ખડકોમાં જોવા મળે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >એઝ્યુરાઇટ
એઝ્યુરાઇટ (ચેસીલાઇટ) : તામ્ર ધાતુખનિજ. રા.બં. – Cu3(CO3)2(OH)2; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – લંબચોરસ કે ટૂંકા પ્રિઝમ સ્ફટિક, જથ્થામય કે ગઠ્ઠા જેવાં સંકેન્દ્રણ અને પાતળાં પડ કે છાંટ સ્વરૂપે; રં. – આછો વાદળીથી ઘેરો વાદળી; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમયથી હીરક; ભં.સ. – વલયાકાર, બરડ; ચૂ. – વાદળી;…
વધુ વાંચો >ઍટૉલ
ઍટૉલ (Atoll) : પ્રવાલદ્વીપવલય અથવા કંકણાકાર પ્રવાલદ્વીપ, થોડી ગોળાકાર તથા સર્વત્ર પાણીથી ઘેરાયેલી કંકણાકાર ખડકમાળા. આ ઉપદ્વીપો કણનિક્ષેપજન્ય દ્રવ્યો ધરાવતા દરિયાના પાણીના મધ્યસ્થ કચ્છને (lagoon) ક્યારેક સંપૂર્ણપણે તો ક્યારેક મહદ્અંશે ઘેરી લેતા હોય છે. મોટાભાગનાં આ ઉપદ્વીપવલયો દરિયાની સપાટીને સમતલ હોય છે, છતાં તેમાંનાં કેટલાંક સમુદ્રની સપાટીથી આશરે 5 મીટર…
વધુ વાંચો >ઍનહાઇડ્રાઇટ
ઍનહાઇડ્રાઇટ : અગત્યનું કૅલ્શિયમ ખનિજ. રા. બં. : CaSO4; સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ કે મેજ આકારના સ્ફટિક, દાણાદાર, તંતુમય (fibrus) અથવા દળદાર (massive); રં. : રંગવિહીન, સફેદ, ભૂખરો, ગુલાબી, જાંબલી, રતાશ પડતો, કથ્થાઈ કે વાદળી; સં. : પિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. : સંભેદ સપાટી પર મૌક્તિક,…
વધુ વાંચો >એનાટૅક્સિસ
એનાટૅક્સિસ (anataxis) : ઊંચા તાપમાને પૃથ્વીના પોપડામાં ઉદભવતી વિકૃતિ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના પોપડાના ઊંડાણમાં અંત:કૃત ખડકો પીગળે છે અને મૅગ્મામાં પરિણમે છે. સિન્ટૅક્સિસ પણ આવા જ પ્રકારની પ્રક્રિયા છે. એમાં પૃથ્વીના પેટાળમાં ઊંડાણમાં રહેલા ખડકોની ગલનક્રિયા તેમજ અન્ય પદાર્થોની સ્વાંગીકરણક્રિયા (assimilation) બને છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >એનાટેઝ
એનાટેઝ : ટાઇટેનિયમનું એક ખનિજ. રા. બં. – TiO2; સ્ફ. વ. – ટેટ્રાગોનલ; સ્વ. – પિરામિડ, મેજઆકાર કે પ્રિઝમ સ્વરૂપ; રં. – કથ્થઈથી ઘેરો વાદળી અથવા કાળો, લગભગ રંગવિહીન, ભૂખરો, લીલાશ પડતો, નીલો; સં. – બેઝલ પિનેકોઇડ, બ્રેકિડોમને સમાંતર; ચ. – હીરક; ભં. સ. – વલયાકારવત્, બરડ; ચૂ. – રંગવિહીન,…
વધુ વાંચો >ઍનેલાઇઝર
ઍનેલાઇઝર : ધ્રુવીભૂત પ્રકાશની મદદથી ખડક/ખનિજના છેદ(section)નું નિરીક્ષણ કરવામાં વપરાતા બે નિકોલ પ્રિઝમમાંનો એક. બીજો નિકોલ પોલરાઇઝર તરીકે ઓળખાય છે. ખડકો/ખનિજોના છેદનો ધ્રુવીભૂત પ્રકાશ વડે અભ્યાસ કરવા માટે વપરાતા સૂક્ષ્મદર્શકમાં બે નિકોલ પ્રિઝમ વપરાય છે. એક સૂક્ષ્મદર્શકના સ્ટેજની નીચે ગોઠવેલો હોય છે અને તે પોલરાઇઝર અથવા નિમ્ન નિકોલ તરીકે ઓળખાય…
વધુ વાંચો >