ભૂગોળ
હાવરા
હાવરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 12´થી 22° 48´ ઉ. અ. અને 87° 50´થી 88° 23´ પૂ. રે. વચ્ચેનો 1,467 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. તેની અણીવાળો ભાગ દક્ષિણ તરફ છે. તેની…
વધુ વાંચો >હિન્ડમાર્શ સરોવર
હિન્ડમાર્શ સરોવર : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું સ્વચ્છ જળનું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 36° 00´ દ. અ. અને 142° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જેપારિત(Jeparit)થી ઈશાનમાં આશરે 5 કિમી.ના અંતરે ડિમ્બલશાયરમાં આવેલું છે. તેના કાંઠાની લંબાઈ 64 કિમી. જેટલી છે. તેમાં…
વધુ વાંચો >હિરાકુડ બંધ
હિરાકુડ બંધ : ઓરિસામાં વહેતી મહાનદી પર સંબલપુરથી આશરે 15 કિમી. અંતરે ઉત્તરમાં હિરાકુડ સ્થળે 1956માં બાંધવામાં આવેલો બંધ. આ બંધની નજીકમાં તિરકપાડા અને નરાજ ગામે બીજા બે સહાયકારી બંધનું નિર્માણકાર્ય પણ કરવામાં આવેલું છે. ભારત સ્વતંત્ર થયા બાદ શરૂ થયેલી બહુહેતુક નદી-પરિયોજનાઓ પૈકી આ યોજના સર્વપ્રથમ હાથ પર લેવાયેલી.…
વધુ વાંચો >હિરોશિમા
હિરોશિમા : હૉન્શુ ટાપુના અગ્નિકાંઠે આવેલું જાપાનનું શહેર. વહીવટી પ્રાંત હિરોશિમાનું એ જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 24´ ઉ. અ. અને 132° 27´ પૂ. રે.. પશ્ચિમ હૉન્શુમાં ઓટા અને કિયો નદીના ત્રિકોણપ્રદેશ વચ્ચે રચાયેલા બેટ પર તે વસેલું છે. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્વપ્રથમ અણુબૉમ્બ ત્યાં નાખવાને…
વધુ વાંચો >હિસાર (Hissar)
હિસાર (Hissar) હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 53´ 45´´ ઉ. અ.થી 29° 49´ 15´´ ઉ. અ. અને 75° 13´ 15´´થી 76° 18´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3983 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પંજાબ રાજ્યના બથિંડા (જૂનું ભટિંડા) અને સંગરુર જિલ્લા, પૂર્વ તરફ જિંડ…
વધુ વાંચો >હિસ્પાનીઓલા
હિસ્પાનીઓલા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો બીજા ક્રમે ગણાતો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 19° 00´ ઉ. અ. અને 71° 00´ પ. રે. પરનો આશરે 76,456 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ફ્લોરિડા(યુ.એસ.)થી અગ્નિકોણમાં આશરે 970 કિમી.ને અંતરે કેરીબિયન સમુદ્રમાંના ક્યુબા અને પ્યુર્ટોરિકો વચ્ચે આવેલો છે. તેનો પશ્ચિમ તરફનો…
વધુ વાંચો >હિંગળાજ
હિંગળાજ : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લ્યારી (Lyari) તાલુકામાં આવેલું હિંગળાજ માતાનું મંદિર. ભૌગોલિક સ્થાન : તે 25 23´ ઉ. અ. અને 66 28´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. સમુદ્રકિનારે આવેલ મકરાન પર્વતીય હારમાળાના કોઈ એક શિખર ઉપર મંદિર આવેલું છે. સિંધુ નદીના મુખત્રિકોણપ્રદેશથી 120 કિમી. અને અરબ સાગરના કિનારાથી 20 કિમી. દૂર…
વધુ વાંચો >હિંગોળગઢ
હિંગોળગઢ : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 00´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે. પર આવેલું છે તથા જસદણ અને વિંછિયાને જોડતા મીટરગેજ રેલમાર્ગથી તેમજ પાકા રસ્તાથી જોડાયેલું છે. પર્યાવરણીય પરિસ્થિતિના વ્યાપક સંદર્ભમાં જોતાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગો તેનાં પ્રાણીઓ અને પક્ષીઓ…
વધુ વાંચો >હિંદી મહાસાગર (Indian Ocean)
હિંદી મહાસાગર (Indian Ocean) પૃથ્વી પરના મહાસાગરો પૈકી વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો મહાસાગર. રાતા સમુદ્ર અને ઈરાની અખાત સહિત તેનો કુલ વિસ્તાર 7,35,56,000 ચોકિમી. જેટલો થાય છે. આ મહાસાગરનો જળજથ્થો આશરે 29,21,31,000 ઘન કિમી. જેટલો છે, જળરાશિની દૃષ્ટિએ બધા મહાસાગરો પૈકી તે પાંચમો ક્રમ ધરાવે છે. તે ચારેય બાજુએ…
વધુ વાંચો >હિંદુકુશ
હિંદુકુશ : મધ્ય એશિયામાં આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 70° 00´ પૂ. રે.ની આજુબાજુ તે અફઘાનિસ્તાનના ઈશાની વિભાગને તથા પાકિસ્તાનના વાયવ્ય વિભાગને આવરી લે છે. તેની ઉપસ્થિતિ ઈશાન–નૈર્ઋત્ય-તરફી છે. 800 કિમી. જેટલી લંબાઈ ધરાવતી આ પર્વતમાળા વાસ્તવમાં પામીરની ગાંઠમાંથી છૂટું પડતું પશ્ચિમી વિસ્તરણ છે. તેની…
વધુ વાંચો >