ભૂગોળ
સતલજ
સતલજ : ભારત અને પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં થઈને વહેતી પાંચ નદીઓ પૈકીની છેક પૂર્વ તરફની નદી. સમુદ્રસપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઈએ તિબેટના ઉચ્ચપ્રદેશ નજીક કૈલાસ પર્વતના વાયવ્ય ઢોળાવ પરથી, રાક્ષસતાલની પશ્ચિમે ઝરણા સ્વરૂપે તે ઉદ્ગમ પામે છે. તે સિંધુ નદીની મોટામાં મોટી સહાયક નદી ગણાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશનાં…
વધુ વાંચો >સદાનીરા
સદાનીરા : પ્રાચીન ગ્રંથો મુજબ ઉત્તર ભારતમાં વિદેહ અને કોશલની સરહદ પરની એક નદી. તેનું નામ નારાયણી અને શાલગ્રામી પણ મળે છે. તેનું પાણી સદા માટે પવિત્ર રહે છે, તેથી તેનું નામ સદાનીરા પડ્યું. સદા ભરપૂર પાણી રહેવાથી પણ આ નામ પ્રચલિત થયું. પટણાની પાસે ગંગી નદીને મળે છે તે…
વધુ વાંચો >સધમ્પ્ટન (1) (Southampton)
સધમ્પ્ટન (1) (Southampton) : ઇંગ્લૅન્ડના હૅમ્પશાયર પરગણાનું શહેર, વિભાગીય મથક તેમજ ઇંગ્લિશ ખાડી પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 1° 21´ પ. રે.. તે ટેસ્ટ અને આઇચેન (Itchen) નદીઓની બે નાળ (estuaries) વચ્ચે મુખભાગ પર ભૂશિર આકારનું ભૂપૃષ્ઠ રચે છે. આઇચેન નદીના પૂર્વકાંઠા પર અગાઉના સમયમાં…
વધુ વાંચો >સનશાઇન કોસ્ટ
સનશાઇન કોસ્ટ (Sunshine Coast) : ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં આવેલો 3,107 ચોકિમી. વિસ્તાર આવરી લેતો પાટનગર વિભાગ. ભૌગોલિક સ્થાન : તે 37° 47´ દક્ષિણ અક્ષાંશ અને 144° 56´ પૂ. રે. પર આવેલું છે. આ વિસ્તારમાં લૅન્ડ્ઝબર્ગ, મરુચી અને નૂસાનાં પરગણાંનો સમાવેશ થઈ જાય છે. તે દક્ષિણના બીરબુરુમથી ઉત્તરના પોમાના તેમજ…
વધુ વાંચો >સન સિટી (Sun City)
સન સિટી (Sun City) : દક્ષિણ આફ્રિકામાં મૂળ વતનીઓની ભૂમિ પૈકીના એક એવા બોફુથાત્સ્વાનામાં આવેલું પ્રવાસી વિશ્રામસ્થળ. સન સિટી લિટલ હૉલ નદી પાસેના પિલાન્સબર્ગ નૅશનલ પાર્કની અગ્નિ સરહદ પર વસેલું છે. આ શહેર દક્ષિણ આફ્રિકાનું ઘણું જ લોકપ્રિય પ્રવાસી વિશ્રામસ્થળ ગણાતું હોવાથી દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત…
વધુ વાંચો >સન્ડરલૅન્ડ (Sunderland)
સન્ડરલૅન્ડ (Sunderland) : ઈશાન ઇંગ્લૅન્ડના ટાઇન અને વિયરમાં આવેલો મહાનગરીય પ્રાંત. આ પ્રાંતમાં સન્ડરલૅન્ડ બંદર, રોકર અને સીબર્નનાં દરિયાઈ કંઠાર પરનાં વિશ્રામસ્થાનો તથા વૉશિંગ્ટન નામનું નવું નગર આવેલાં છે. બંદર ખાતે બધી જાતનો માલસામાન ભરી રાખવા માટેનાં વિશાળ ગોદામોની સુવિધા છે. દૂરતટીય (offshore) ખનિજતેલ-ઉદ્યોગના એક મથક તરીકે પણ તે ઉપયોગમાં…
વધુ વાંચો >સપ્તતીર્થ
સપ્તતીર્થ : સાત નગરીઓનાં તીર્થ. તીર્થ એટલે પાપનો નાશ કરનારું અને પુણ્ય આપનારું સ્થળ. નદી, તળાવ, નગરી, પર્વત, ઘાટ, દેવમંદિર, ગુરુ, બ્રાહ્મણ વગેરે તમામને ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે છે, તેથી તીર્થની સંખ્યા કરોડોની છે. પુરાણો અનુસાર સાત મોક્ષદાયિની નગરીઓને તીર્થ સમાન ગણવામાં આવી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી,…
વધુ વાંચો >સપ્તસિંધુ (પ્રદેશ)
સપ્તસિંધુ (પ્રદેશ) : વેદોમાં જણાવેલ સાત નદીઓનો સમૂહ. આ શબ્દપ્રયોગ તે સમયના લોકો એટલે કે આર્યો દ્વારા ખેડવામાં આવતા પ્રદેશ માટે અને સાત મહાસાગરો માટે પણ કરવામાં આવ્યો છે. આ સાત નદીઓ માટે વિવિધ અનુમાનો કરવામાં આવ્યાં છે. વેદોમાં તેમનાં નામ ગંગા, યમુના, સરસ્વતી, શતદ્રુ, પરુષ્ણી, ઇરાવતી અને ચંદ્રભાગા આપવામાં…
વધુ વાંચો >સમરકંદ (Samarkand)
સમરકંદ (Samarkand) : ઉઝબેકિસ્તાનનો પ્રદેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 40´ ઉ. અ. અને 66° 48´ પૂ. રે. વચ્ચેનો 16,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દક્ષિણ કઝાખસ્તાન અને ક્રાઈ, પૂર્વે તાશ્કંદ, અગ્નિ તરફ રશિયાનું ટડઝિક, દક્ષિણે સૂરખાન દરિયા પ્રદેશ તથા પશ્ચિમે…
વધુ વાંચો >સમસ્તીપુર
સમસ્તીપુર : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 30´થી 26° 10´ ઉ. અ. અને 85° 30´થી 86° 30´ પૂ. રે. વચ્ચેનો 2,905 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાગમતી નદીથી અલગ પડતો દરભંગા જિલ્લો; પૂર્વમાં દરભંગા,…
વધુ વાંચો >