ભૂગોળ
શ્રીનગર
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ…
વધુ વાંચો >શ્રીપુર (શરભપુર)
શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં…
વધુ વાંચો >શ્રીરંગમ્
શ્રીરંગમ્ : ભારતના તામિલનાડુ રાજ્યના ત્રિચિનાપલ્લી જિલ્લાનું એક નગર. તે કાવેરી નદીની શાખાઓ અને કોલ્લિટમની વચ્ચે એક ટાપુ પર આવેલું છે. ચેન્નાઈ અને ત્રિચિનાપલ્લી નગરને જોડતો માર્ગ અહીંથી પસાર થાય છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ છે. મુખ્યત્વે આ ધાર્મિક નગર છે. અહીંનું વિષ્ણુમંદિર તેની વિશાળતા, ભવ્યતા અને મૂર્તિકલાને માટે પ્રસિદ્ધ છે.…
વધુ વાંચો >શ્રીલંકા
શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ. તે દ્વીપકલ્પીય ભારતનું એક અંગ હોવાનું ભૂસ્તરવેત્તાઓ દ્વારા સમર્થન મળે છે. વિશાળ ભારતીય ઉપખંડને અડીને આવેલો આ દેશ એક વિશિષ્ટ ભૌગોલિક પ્રતિભા ધરાવે છે અને આજે દુનિયામાં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેણે…
વધુ વાંચો >શ્વભ્ર
શ્વભ્ર : ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠાના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપોના સમયમાં કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વભ્ર-(સાબરકાંઠા)નો પ્રદેશ પણ અલગ ગણાતો હતો. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદીમાં શ્વભ્રનો સમાવેશ કર્યો છે. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના પરિશિષ્ટ રૂપે સ્વીકારવામાં આવેલા ‘ગણપાઠ’માં દેશવાચક નામોમાં…
વધુ વાંચો >સખાલીન
સખાલીન : સાઇબીરિયાના પૂર્વ કિનારાથી દૂર આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 51° ઉ. અ. અને 143° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 87,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉ. દ. 970 કિમી. લાંબો અને પૂ. પ. સ્થાનભેદે 26થી 160 કિમી. પહોળો છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ ઓખોટસ્કનો…
વધુ વાંચો >સડબરી (Sudbury)
સડબરી (Sudbury) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યના અગ્નિભાગમાં આવેલા સડબરી જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 81° 01´ પ. રે.. તે હ્યુરોન સરોવરની જ્યૉર્જિયન પાંખથી ઉત્તરે 65 કિમી.ને અંતરે રામસે સરોવર પર આવેલું છે. ઇંગ્લૅન્ડના સડબરી પરથી તેનું નામ અપાયેલું છે. કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગના નિર્માણકાર્ય દરમિયાન…
વધુ વાંચો >સતના
સતના : મધ્યપ્રદેશનો ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 58´થી 25° 15´ ઉ. અ. અને 80° 15´થી 81° 15´ પૂ. રે.ની વચ્ચેનો 7,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંદા (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વ તરફ રેવા જિલ્લો, અગ્નિ…
વધુ વાંચો >સતલજ
સતલજ : ભારત અને પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં થઈને વહેતી પાંચ નદીઓ પૈકીની છેક પૂર્વ તરફની નદી. સમુદ્રસપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઈએ તિબેટના ઉચ્ચપ્રદેશ નજીક કૈલાસ પર્વતના વાયવ્ય ઢોળાવ પરથી, રાક્ષસતાલની પશ્ચિમે ઝરણા સ્વરૂપે તે ઉદ્ગમ પામે છે. તે સિંધુ નદીની મોટામાં મોટી સહાયક નદી ગણાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશનાં…
વધુ વાંચો >સદાનીરા
સદાનીરા : પ્રાચીન ગ્રંથો મુજબ ઉત્તર ભારતમાં વિદેહ અને કોશલની સરહદ પરની એક નદી. તેનું નામ નારાયણી અને શાલગ્રામી પણ મળે છે. તેનું પાણી સદા માટે પવિત્ર રહે છે, તેથી તેનું નામ સદાનીરા પડ્યું. સદા ભરપૂર પાણી રહેવાથી પણ આ નામ પ્રચલિત થયું. પટણાની પાસે ગંગી નદીને મળે છે તે…
વધુ વાંચો >