ભારતી શેલત
પુલિંદ
પુલિંદ : ભારતની મહત્વની આદિમ જાતિ. તે જાતિઓમાં પુલિંદ જાતિ જાણીતી છે. શબરો, આભીરો, પુલ્કસો વગેરેની જેમ એ આર્યેતર જાતિ હતી. આ પુલિંદોનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ(7.92.18)માં મળે છે, જેમાં આંધ્રો, શબરો, પુંડ્રો અને મૂતિબો જેવી સરહદી પ્રદેશોમાં રહેતી દસ્યુ જાતિઓ સાથે તેનો ઉલ્લેખ કરાયો છે. વિશ્વામિત્રના શાપિત પુત્રોમાંથી આવી જાતિઓ…
વધુ વાંચો >પૅગોડા
પૅગોડા : બૌદ્ધ ધર્મના આચાર્યોની સ્મૃતિ માટે બાંધેલાં ટાવર જેવાં મંદિરો. ખાસ કરીને ચીન, જપાન, મ્યાનમાર(બર્મા), ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં પૅગોડા બાંધવામાં આવ્યા છે. પૅગોડામાં ઘણુખરું 3થી 15 માળ હોય છે. પ્રાચીન ભારતના ઘુમ્મટ આકારનાં સ્મારકો તરીકે બંધાતા સ્તૂપમાંથી ધર્મગુરુઓના અવશેષો ઉપર પૅગોડા બાંધવાનો વિચાર ઉદભવ્યો. તે પથ્થરના, લાકડાના…
વધુ વાંચો >પ્રહલાદનદેવ
પ્રહલાદનદેવ (ઈ. સ. 1163થી 1219) : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુ પ્રદેશના પરમાર વંશના રાજા યશોધવલનો પુત્ર તથા રાજા ધારાવર્ષનો અનુજ. તેની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. તેના વડીલ બંધુ ધારાવર્ષ પિતાના અવસાન બાદ રાજા બન્યા, ત્યારે પ્રહલાદન અનુજ હોવાથી યુવરાજ બન્યો. ધારાવર્ષની હયાતીમાં તેનું નિધન થવાથી તે કદી…
વધુ વાંચો >બ્રહ્મગિરિ
બ્રહ્મગિરિ : ભારતમાં કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં આવેલું પુરાતત્વીય મહત્વનું સ્થળ. અહીં તેમજ નજીકના સિદ્દાપુર અને જતિંગ-રામેશ્વરમાંથી બી. એલ. રાઇસને 1882માં મૌર્ય સમ્રાટ અશોકના એક ગૌણ શૈલલેખની ત્રણ નકલો મળી આવી હતી. મોર્ટિમર વ્હિલરની દેખરેખ નીચે 1947થી બ્રહ્મગિરિમાં ભારતીય પુરાતત્ત્વખાતા દ્વારા ઉત્ખનન અને પુનરુત્ખનન હાથ ધરાયાં. એમાંથી ત્રણ સંસ્કૃતિઓના અવશેષો…
વધુ વાંચો >બ્રહ્મદત્ત
બ્રહ્મદત્ત : પુરાણો અનુસાર કાશી જનપદનો પ્રતાપી રાજા. આવા જનપદના રાજાઓ બ્રહ્મદત્તો તરીકે પણ ઓળખાતા. રાજોવાદ જાતક અનુસાર કાશી અને કોસલનાં રાજ્યો રાજા બ્રહ્મદત્ત અને મલ્લિકની સત્તા હેઠળ શક્તિશાળી બન્યાં હતાં. કુરુપ્રદેશ(ઇન્દ્રપ્રસ્થ)ની પૂર્વે આવેલા દક્ષિણ પંચાલમાં એક મહત્વનો રાજા પણ બ્રહ્મદત્ત નામનો હતો. એ નીપ વંશના રાજા અનુહ અને શુક-પુત્રી…
વધુ વાંચો >બ્રહ્માવર્ત
બ્રહ્માવર્ત : સરસ્વતી અને ર્દષદવતી નદીની વચ્ચેનો પ્રદેશ. હસ્તિનાપુરની વાયવ્ય બાજુએ આ પ્રદેશ આવેલો હતો. આર્યોએ સૌપ્રથમ અહીં નિવાસ કર્યો હતો. મનુસંહિતા(અધ્યાય 2)માં આર્યો બ્રહ્માવર્તમાંથી બ્રહ્મર્ષિ દેશમાં ગયા હોવાનું અને ત્યાં વસાહત ઊભી કરી હોવાનું જણાવ્યું છે. પછીના કાલમાં એ પ્રદેશ કુરુક્ષેત્ર તરીકે ઓળખાયો. રેપ્સન(Ancient India, p. 51)ના મતે સરહિંદનો…
વધુ વાંચો >ભદ્રબાહુસ્વામી
ભદ્રબાહુસ્વામી (જ. ઈ. પૂ. 367, પ્રતિષ્ઠાનપુર; અ. ઈ. પૂ. 293) : જૈન ધર્મના અંતિમ શ્રુતકેવલી આચાર્ય. ભદ્રબાહુ મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય હતા. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમિયાન થયો હતો. ગૃહસ્થાશ્રમમાં 45 વર્ષ ગાળ્યા બાદ તેમણે મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર પાસે દીક્ષા લીધી અને ગુરુ પાસે જૈન…
વધુ વાંચો >લિપિ
લિપિ કોઈ પણ ભાષાના વર્ણો લખવાની રીત. માનવ-સંસ્કૃતિના ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકળા મહત્વનું અંગ ગણાય છે. માનવે લેખનકળાની શોધ કરી ત્યારથી એને વ્યવહારનું એક મહત્વનું સાધન પ્રાપ્ત થયું. લિપિના આવિષ્કારથી માનવ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ વ્યવહારમાં તેમજ સ્થળ અને સમયમાંય લાંબા અંતર પર્યંત પોતાના કથનીયને અન્ય માનવો પાસે વ્યક્ત કરતો…
વધુ વાંચો >વિષ્ણુધર્મોત્તર પુરાણ
વિષ્ણુધર્મોત્તર પુરાણ : એક ઉપપુરાણ. એના અધ્યાયોની પુષ્પિકામાં એનું નામ ‘વિષ્ણુધર્મોત્તર’ જણાવાયું છે : इतिश्री विष्णुधर्मोत्तरेषु मार्कण्डेयवज्रसंवादे तृतीये काण्डे चित्रसूत्रे प्रथमोडध्यायः ।।1।। નારદીય પુરાણમાં (પૂર્વખંડ, અ. 94, શ્ર્લો. 17-20) ‘વિષ્ણુધર્મોત્તર’નો ઉલ્લેખ આવે છે, જેમાં વિવિધ ધર્મકથાઓ, પુણ્ય, વ્રતો, નિયમો, યમો વિશે વર્ણન આવે છે તેને ‘વિષ્ણુધર્મોત્તર’ નામ આપ્યું છે અને…
વધુ વાંચો >શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર
શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર (જ. 7 ઑક્ટોબર 1919, મલાતજ, જિ. આણંદ) : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃતવિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાન અને અભિલેખવિદ. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં થયો હતો. ડૉ. શાસ્ત્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મલાતજ અને જૂનાગઢમાં મેળવ્યું હતું. બી.એ. સુધીનું શિક્ષણ 1940માં જૂનાગઢમાંથી પૂર્ણ કર્યું. તે પછી…
વધુ વાંચો >