ભારતી શેલત
કુમારગુપ્ત 2જો
કુમારગુપ્ત 2જો (ઈ. સ. 473થી ઈ. સ. 476) : ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત કે પુરુગુપ્ત પછી સિંહાસનારૂઢ થયેલો રાજવી. સારનાથની બૌદ્ધ પ્રતિમાની પીઠિકા પર કોતરેલો તેમનો એકમાત્ર અભિલેખ ઉપલબ્ધ છે, જેમાં ગુપ્ત સંવત 154(ઈ. સ. 473)માં એમનું શાસન હોવાનો ઉલ્લેખ છે. આ લેખમાં રાજાની વંશાવળી આપી નથી. સંભવત: એ સ્કંદગુપ્તનો પુત્ર…
વધુ વાંચો >કુમારગુપ્ત 3જો
કુમારગુપ્ત 3જો (ઈ. સ. 508-509) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્ત પછી મિત્રદેવીથી ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર. આ રાજવીની માટીની મુદ્રાઓ નાલંદામાંથી અને ધાતુ-મુદ્રા ભીતરીમાંથી ઉપલબ્ધ થઈ છે. એમના સુવર્ણના સિક્કા પર ‘શ્રી ક્રમાદિત્ય’ એવું એમનું બિરુદ મળે છે. અગાઉના ગુપ્ત સમ્રાટોના સિક્કાની અપેક્ષાએ આ રાજાના સુવર્ણના સિક્કાનું વજન વધારે હતું પરંતુ…
વધુ વાંચો >કુમારદેવી
કુમારદેવી : વૈશાલીના પ્રાચીન પ્રજાતંત્ર રાજ્ય લિચ્છવી કુળની રાજકુમારી. કુમારદેવી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(લગભગ ઈ. સ. 319થી 330)ની પટ્ટમહિષી હતી. લિચ્છવી રાજકુમારી સાથેના ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન બાદ ગુપ્ત સામ્રાજ્યના ઉત્કર્ષનો પ્રારંભ થયો. આથી આ ઘટનાનું ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. સમુદ્રગુપ્તના અલ્લાહાબાદ પ્રશસ્તિલેખમાં એ કુમારદેવીનો પુત્ર હોઈ એને ‘લિચ્છવીઓનો દૌહિત્ર’ કહ્યો…
વધુ વાંચો >ખાંડવવન
ખાંડવવન : ભારતનાં પ્રસિદ્ધ વનોમાંનું એક. આ વન મત્સ્યદેશની ઉત્તરમાં હસ્તિનાપુરની નજીક આવેલું હતું. પ્રાચીન કુરુક્ષેત્રમાં આનો સમાવેશ થાય છે. અર્જુને આ વન અગ્નિને ભસ્મ કરવા આપ્યું હતું. તેમાં તક્ષક કુળના નાગલોકો રહેતા હતા. આ વન બળતું હતું ત્યારે મયદાનવ તેમાંથી બચવા નાઠો અને અર્જુનને શરણે જઈ બચ્યો. ખાંડવ-વનમાં મૂળ…
વધુ વાંચો >ગુજરાત ઇતિહાસ પરિષદ
ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…
વધુ વાંચો >ગુજરાત સંશોધન મંડળ
ગુજરાત સંશોધન મંડળ : ધર્મ સિવાયના વિવિધ વિષયો પર સંશોધન કરાવી લેખો, હેવાલો અને પુસ્તકો પ્રસિદ્ધ કરતી સંસ્થા. ગુજરાત રિસર્ચ સોસાયટી(ગુજરાત સંશોધન મંડળ)ની સ્થાપના મુંબઈમાં સન 1938ના વર્ષમાં સર મણિલાલ નાણાવટી, રમણલાલ સોમૈયા, પોપટલાલ ગો. શાહ, હરસિદ્ધભાઈ વ. દિવેટિયા વગેરે ગુજરાતીઓએ ગુજરાત પ્રાંતને લગતા ધર્મ સિવાયના અન્ય વિષયો ઉપર સંશોધન…
વધુ વાંચો >ગૌતમીપુત્ર શાતકર્ણિ
ગૌતમીપુત્ર શાતકર્ણિ (શાસનકાળ આશરે ઈ. સ. 106થી 130) : દક્ષિણાપથનો સાતવાહન વંશનો પરાક્રમી રાજા. એણે ક્ષહરાત વંશની સત્તાનો અંત આણ્યો ને સાતવાહન કુળના યશને પુન: પ્રતિષ્ઠિત કર્યો. એણે મહારાષ્ટ્ર, વિદર્ભ, માળવા, સુરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રદેશ જીતી લીધા ને સાતવાહનોની સત્તા વિંધ્યથી મલય (ત્રાવણકોર) અને મહેન્દ્ર પર્વત(પૂર્વઘાટ)થી સહ્ય (પશ્ચિમઘાટ) પર્યંત પ્રસારી.…
વધુ વાંચો >ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર
ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર : વિશિષ્ટ ગણતરી ધરાવતું સંવત્સરચક્ર. આ 90 વર્ષનું ચક્ર છે. એનો આરંભ ઈ. સ. 24માં થયો હોવાનું મનાય છે; પરંતુ એની એટલી પ્રાચીનતાનો કોઈ પુરાવો મળ્યો નથી. સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ આ સંવત્સરની સંખ્યામાં શતકના અંક છોડી દેવામાં આવે છે અને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1 થી…
વધુ વાંચો >ચંદ્રભાગા
ચંદ્રભાગા : પૌરાણિક નદી. સ્કંદપુરાણના દ્વારકામાહાત્મ્યમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ 5 નદીઓનો સંગમ કહેવામાં આવ્યો છે. આજની દ્વારકાની દક્ષિણ બાજુનો બરડિયા ગામ તરફથી આવતો નીચાણવાળો પટ ચંદ્રભાગા કહેવાય છે. એનો વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવીને ગોમતીને લગભગ કાટખૂણે મળે છે. પદ્મપુરાણ–ઉત્તરખંડમાં ચંદ્રભાગા સાભ્રમતીને દ્ઘીચિ ઋષિના આશ્રમ…
વધુ વાંચો >ચાલુક્ય રાજ્યો
ચાલુક્ય રાજ્યો : લાટ, સૌરાષ્ટ્ર, બદામી તથા આંધ્રપ્રદેશના પ્રદેશોનો શાસનકર્તા રાજવંશ. આ રાજાઓના ધ્વજ ઉપર વરાહ અવતારનું ચિહ્ન હતું તેથી તેઓ વૈષ્ણવ હશે એમ મનાય છે. ચાલુક્ય રાજ્યો : આ વંશના રાજાઓનાં બદામી ખાતે (ઈ. સ. 540—632), દક્ષિણ ગુજરાત(લાટ)માં નવસારી ખાતે (ઈ. સ. 671—740), સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં (770—900), આંધ્રપ્રદેશમાં વેંગીમાં…
વધુ વાંચો >