ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર

February, 2011

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર : વિશિષ્ટ ગણતરી ધરાવતું સંવત્સરચક્ર. આ 90 વર્ષનું ચક્ર છે. એનો આરંભ ઈ. સ. 24માં થયો હોવાનું મનાય છે; પરંતુ એની એટલી પ્રાચીનતાનો કોઈ પુરાવો મળ્યો નથી. સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ આ સંવત્સરની સંખ્યામાં શતકના અંક છોડી દેવામાં આવે છે અને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1 થી ગણવામાં આવે છે. આ સંવત ખાસ કરીને તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં પ્રચલિત છે. એનો આરંભ વર્તમાન કલિયુગ સં. 3076 (ઈ. પૂ. 24) મનાય છે. વર્તમાન કલિયુગ સંવતમાં 72 ઉમેરી 90થી ભાગવાથી જે શેષ વધે તે આ ચક્રનું વર્તમાન વર્ષ ગણાય છે. વર્તમાન શક સંવતમાં 11 ઉમેરી 90થી ભાગવાથી જે શેષ વધે તે આ ચક્રનું વર્તમાન વર્ષ ગણાય છે.

ભારતી શેલત