ભારતીય સંસ્કૃતિ
લોહિત્યગિરિ
લોહિત્યગિરિ : લાલ પર્વત. લોહિત્ય અર્થાત્ બ્રહ્મપુત્રા ખીણના પ્રદેશમાં આ પર્વત આવેલો છે. રામાયણ (કિષ્કિન્ધાકાંડ, 10-26) અને મહાભારત (ભીષ્મપર્વ પ્ર. 9, અનુશાસનપર્વ 7, 647)માં આ પર્વતનો ઉલ્લેખ છે. લોહિત કે લૌહિત્ય નદી ત્યાંથી પસાર થાય છે. કિરાતો આ લૌહિત્ય પર્વતની બંને બાજુ કેવી રીતે રહેતા હતા તે પણ મહાભારતના સભાપર્વમાં…
વધુ વાંચો >લ્યૂથર, માર્ટિન
લ્યૂથર, માર્ટિન (જ. 10 નવેમ્બર 1483, આઇસલબેન, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1546, આઇસલબેન) : ખ્રિસ્તી ધર્મના પ્રસિદ્ધ સુધારાવાદી અને પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રવર્તક. તેમના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. તેઓ 1502માં બી. એ. અને 1505માં એમ.એ. થયા. તેમના પિતા તેમને ધારાશાસ્ત્રી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માર્ટિનને તો સંન્યસ્ત જીવન પસંદ…
વધુ વાંચો >વડતાલ
વડતાલ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું નગર અને વૈષ્ણવ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 22° 36´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે.. વડતાલ જિલ્લામથક નડિયાદથી 16 કિમી. અને બોરિયાવીથી 6 કિમી.ને અંતરે આવેલું છે. વડતાલ આસપાસનો સમગ્ર પ્રદેશ ગોરાડુ જમીનવાળો, ફળદ્રૂપ અને સમતળ છે. વડતાલ…
વધુ વાંચો >વત્સરાજ
વત્સરાજ (શાસનકાળ : લગભગ ઈ. સ. 778805) : પ્રતીહાર વંશનો શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી રાજા. તે રાજા દેવરાજનો પુત્ર હતો. તેના રાજ્યમાં માલવા અને પૂર્વ રજપૂતાનાનો સમાવેશ થતો હતો. મધ્ય રજપૂતાના ઉપર પણ તેનું શાસન ફેલાયું હતું. વત્સરાજ ઉત્તર ભારતમાં તેનું રાજ્ય વિસ્તારવા ઉત્સુક હતો અને તેમાં ઘણુંખરું સફળ થયો હતો.…
વધુ વાંચો >વનિયાલ, પ્રેમાનંદ
વનિયાલ, પ્રેમાનંદ (જ. 1693; અ. 1788) : રાજસ્થાનના પ્રખ્યાત બિશ્નોઈ સંત. તેઓ બીકાનેરમાં રસિસર ગામના સુરતાનના પુત્ર હતા. તેમણે એક મકનોજી અને બીજા રાસોજી એમ બે ગુરુ કર્યા હતા. તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યની રચના કરી છે. વળી સંખ્યાબંધ હસ્તપ્રતોનો તેમણે પુનરુદ્ધાર કર્યો છે. તેમના સમર્પિત પ્રયાસોને કારણે મૂલ્યવાન હસ્તપ્રતસાહિત્ય હંમેશને…
વધુ વાંચો >વલભી
વલભી : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ પ્રાચીન નગરી અને મૈત્રકોની રાજધાની વલભી. ઈ. સ. 470ના અરસામાં મૈત્રક રાજ્યની રાજધાની બની તે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી. ‘બૃહત્કથામંજરી’ તથા ‘કથાસરિત્સાગર’ની કથાઓમાં વલભીનો ઉલ્લેખ વાણિજ્ય તથા વિદ્યાના કેન્દ્ર તરીકે થયો છે. તેથી વલભી પ્રથમ સદી જેટલી પ્રાચીન ગણાય. જૈન આગમગ્રંથોની વાચના…
વધુ વાંચો >વલભીપુર
વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી.…
વધુ વાંચો >વલભી વિદ્યાપીઠ
વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે…
વધુ વાંચો >વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ)
વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ) : મગધનો શુંગ વંશનો રાજા. તેનો શાસનકાળ આશરે ઈ. પૂ. 143થી 136નો હતો. શુંગ વંશમાં પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. તેનું બીજું નામ સુજ્યેષ્ઠ હતું. એના કેટલાક સિક્કા મળ્યા છે. એણે સાત વર્ષ રાજ્ય કર્યું હતું. તેના વિશે વધુ માહિતી મળતી નથી. રામજીભાઈ ઠા. સાવલિયા
વધુ વાંચો >વસુમિત્ર
વસુમિત્ર : મગધના શૂંગ વંશના સમ્રાટ પુષ્યમિત્રનો પૌત્ર તથા અગ્નિમિત્રનો પુત્ર. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાના રક્ષણ વાસ્તે મોકલવામાં આવેલ લશ્કરનો સેનાપતિ વસુમિત્ર હતો. યજ્ઞના આ ઘોડાને યવનોએ અટકાવ્યો. તેથી સિંધુ નદીના દક્ષિણ કાંઠે થયેલી લડાઈમાં વસુમિત્રે યવનોને પરાજય આપ્યો અને યજ્ઞનો ઘોડો સલામતીપૂર્વક…
વધુ વાંચો >