ભારતીય સંસ્કૃતિ
દૂલનદાસી પંથ
દૂલનદાસી પંથ : સંત દૂલનદાસીએ સ્થાપેલો કૃષ્ણભક્તિમાં માનતો પંથ. તેઓ આશરે સત્તરમા સૈકામાં ઉત્તરપ્રદેશના સમસી(લખનૌ)ના નિવાસી હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રીકૃષ્ણની દાસીભાવે ભક્તિ કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરીને પોતાના પંથનો પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં તેમણે આ પંથના પ્રચાર માટે 14 ગાદીઓ સ્થાપી હતી અને પોતાના શિષ્યોને…
વધુ વાંચો >દેલવાડાનાં મંદિરો
દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ…
વધુ વાંચો >દેવની મોરી
દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા…
વધુ વાંચો >દ્રૌપદી
દ્રૌપદી : મહાભારતનું મુખ્ય સ્ત્રી-પાત્ર. દ્રૌપદી એટલે પાંચાલરાજા દ્રુપદની સાધ્વી પુત્રી, જેનું પ્રાકટ્ય, શચીના અંશથી યજ્ઞકુંડમાંથી થયું હતું. એનું સૌન્દર્ય અનુપમ હતું અને કાંતિ ગૌર હોવા છતાં વર્ણ થોડો શ્યામ હોવાને કારણે, પિતાએ તેને મજાકમાં ‘કૃષ્ણા’ કહી, તેથી તેને ‘કૃષ્ણા’ નામ પણ મળ્યું. એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા,…
વધુ વાંચો >ધર્મશાળા
ધર્મશાળા : યાત્રીઓને વિશ્રામ તથા રાતવાસા માટે સગવડ પૂરી પાડવાના હેતુથી બંધાયેલ મકાન. આવી ધર્મશાળાઓ માર્ગોમાં તથા તીર્થાદિ સ્થાનો તથા નગરોમાં બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. પ્રાચીન કાળમાં સાર્વજનિક હેતુ માટે વાટિકા, મંદિર, કૂવા, તળાવ, વાવ, ધર્મશાળા તથા આ પ્રકારનાં અન્ય સ્થાનોના નિર્માણને તથા તે સમાજને અર્પણ થાય…
વધુ વાંચો >નિયતિવાદ (ભારતીય)
નિયતિવાદ (ભારતીય) : બધું જ પહેલેથી નિશ્ચિત થયેલું છે એવો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કે પદાર્થની બધી જ અવસ્થાઓ પહેલેથી જ નિયત થયેલી છે, તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. અમુક માણસ શું શું કરવાનો છે, તેની શી શી દશાઓ થવાની છે, તે સુખ ભોગવવાનો છે કે દુ:ખ, તેના એક પછી…
વધુ વાંચો >નિયોગ
નિયોગ : ભારતીય પરંપરા મુજબ સંતાન વગરની વિધવા દિયર કે નજીકના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોક્ત રીતે સંબંધ બાંધે તે, દેરવટું, અર્થાત્ વિધવા સ્ત્રીને તેના દિયર સાથે ઘર મંડાવીને જોડવી તે. નિયોગના રિવાજ વિશે ઐતિહાસિક હકીકત પૂર્વ અને પશ્ચિમના સામાજિક ઇતિહાસ દ્વારા વિસ્તારપૂર્વક કહેવાયેલી છે અને તે છેક આજે ભરવાડોમાં…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (ભારતીય)
નિરીશ્વરવાદ (ભારતીય) : ઈશ્વરને નહિ સ્વીકારનારો સિદ્ધાંત. સામાન્ય રીતે ‘ઈશ્વર’ શબ્દનો અર્થ અનન્તજ્ઞાની (સર્વજ્ઞ), અનન્તસુખમય, અનન્તવીર્યમય, નિત્યમુક્ત (ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળમાં મુક્ત), જગતકર્તા પુરુષ એવો કરવામાં આવે છે. આવો ઈશ્વર જૈન, બૌદ્ધ, સાંખ્ય, પ્રાચીન ન્યાય-વૈશેષિકો (કણાદ, અક્ષપાદ ગૌતમ અને વાત્સ્યાયન) અને મીમાંસા સ્વીકારતાં નથી. એટલે તેમને નિરીશ્વરવાદી ગણવામાં આવે…
વધુ વાંચો >નિર્વાણ
નિર્વાણ : બૌદ્ધમતે મોક્ષ. બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. બૌદ્ધમતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં…
વધુ વાંચો >નિવેદિતા, ભગિની
નિવેદિતા, ભગિની (જ. 28 ઑક્ટોબર 1867, આયર્લૅન્ડ; અ. 13 ઑક્ટોબર 1911, દાર્જિલિંગ) : ભારતીય સંસ્કૃતિનાં અનુરાગી અને સેવાભાવી પરદેશી મહિલા. ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ ઈ. નોબેલ હતું. માતાનું નામ મૅરી અને પિતાનું નામ સૅમ્યુઅલ ઇચમન્ડ નોબેલ હતું. પિતા ખ્રિસ્તી ધર્મગુરુ હતા. તેમને વક્તૃત્વ અને સેવાની ભાવના પિતા પાસેથી વારસામાં…
વધુ વાંચો >