બીજલ પરમાર

દિબ્રુગઢ

દિબ્રુગઢ : અસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને…

વધુ વાંચો >

દીમાપુર

દીમાપુર : ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54’ ઉ. અ. અને 93° 44’ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં…

વધુ વાંચો >

ધુબરી

ધુબરી : અસમ રાજ્યના 35 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. જેનો ઉચ્ચાર ડોબરી (Dobri) થાય છે. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : તે 26 22´ ઉ. અ.થી 25 28´ ઉ. અ. અને 89 42´ પૂ. રે.થી 90 12´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો આંતરરાજ્યના જિલ્લા આંતરદેશીય રાજ્ય…

વધુ વાંચો >

નરસિંહપુર

નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી…

વધુ વાંચો >

નવદ્વીપ

નવદ્વીપ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લામાં ભાગીરથી અને જલાંગી નદીઓના સંગમસ્થાન પર આવેલું નગર, ધાર્મિક કેન્દ્ર અને યાત્રાધામ. તે 23° ઉ. અ. અને 88° પૂ. રે. પર, રાજ્યના પાટનગર કૉલકાતાથી ઉત્તરે આશરે 160 કિમી. દૂર અને જિલ્લામથક કૃષ્ણનગરથી પશ્ચિમે આશરે 30 કિમી. દૂર આવેલું છે. આ નગર ભાગીરથી…

વધુ વાંચો >

નંદાદેવી

નંદાદેવી : ભારતના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં-ગઢવાલ ક્ષેત્રની પશ્ચિમ હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં આવેલું જોડકું શિખર. તે સમુદ્રસપાટીથી લગભગ 7,817 મી.ની ઊંચાઈ ધરાવે છે. તે રાજ્યના ચમોલી જિલ્લામાં 30° 23´ ઉ. અ. અને 79° 59´ પૂ. રે. પર આવેલું છે. તેની નજીકમાં ઉત્તરે દુનાગિરિ, દક્ષિણે નંદાકોટ, ત્રિશૂલ અને પંચ ચુલ્હી શિખરો આવેલાં…

વધુ વાંચો >

નાગાલૅન્ડ

નાગાલૅન્ડ : ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં મ્યાન્માર(બ્રહ્મદેશ)ની સરહદને સ્પર્શતું પહાડી રાજ્ય. 1962માં નાગાલૅન્ડની રચનાનો કાયદો ઘડાયો અને 1 ઑક્ટોબર, 1963માં નાગાલૅન્ડ રાજ્ય રચાયું. તે આશરે 25° 12´થી 27° ઉ. અ. અને 93° 20´ થી 95° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 16,579 ચોકિમી. છે. તે બ્રહ્મપુત્ર નદીની ઉપલી ખીણથી…

વધુ વાંચો >

નારાયણ સરોવર

નારાયણ સરોવર : કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પશ્ચિમ છેડે કોરી ખાડી પર આવેલું સરોવર તેમજ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 35’ ઉ. અ. અને 68° 30’ પૂ. રે.. આ સ્થળ કચ્છના રણની પશ્ચિમ ધાર પર આવેલું હોવાથી તેની આજુબાજુનો પ્રદેશ શુષ્ક, વેરાન અને તદ્દન આછી વનસ્પતિ ધરાવે છે.…

વધુ વાંચો >

નિકારાગુઆ

નિકારાગુઆ : ઉત્તર અને દક્ષિણ અમેરિકી ખંડોને જોડતી સંયોગી ભૂમિનો સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 43’થી 15° 00’ ઉ.અ. અને 83° 10’થી 87° 40’ પ.રે. વચ્ચે વિસ્તરેલો છે. ક્ષેત્રફળ : 1,30,373 ચોકિમી.. તેની ઉત્તરે હૉન્ડુરાસ અને દક્ષિણે કૉસ્ટારીકાના દેશો તથા પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર અને પશ્ચિમે પૅસિફિક…

વધુ વાંચો >

નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ

નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ : કૅરિબિયન સમુદ્રમાં આવેલા ‘લઘુ ઍન્ટિલીઝ’ (Lesser Antilles) જૂથના ટાપુઓ પૈકીના બે ટાપુસમૂહો. ભૌગોલિક સ્થાન : 12° 15´ ઉ. અ. અને  69° 00´ પ. રે.. તે બંને સમૂહો સ્વાયત્ત સત્તા ધરાવતાં ડચ સંસ્થાન છે અને ડચ વેસ્ટ ઇન્ડીઝના નામથી પણ ઓળખાય છે. મુખ્ય ટાપુસમૂહ વેનેઝુએલાથી ઉત્તરમાં આશરે 80…

વધુ વાંચો >