બાળકૃષ્ણ માધવરાવ મૂળે

હુલ્લડ

હુલ્લડ : અનિયંત્રિત ટોળાંઓ દ્વારા થતો ઉપદ્રવ. સશસ્ત્ર વિદ્રોહ એ તેનું ચિહન છે. રાજકીય સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિપ્લવ નામથી ઓળખાય છે. 1857નો બળવો સામાન્ય રીતે વિપ્લવ નામથી ઓળખાય છે. તેવી જ રીતે 1973–74ના વર્ષમાં ગુજરાતમાં નવનિર્માણના નામે જે ચળવળ થઈ ગઈ તે પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તત્કાલીન રાજ્ય…

વધુ વાંચો >

હૂંડિયામણ વિદેશી

હૂંડિયામણ, વિદેશી : વિદેશી ચલણ અને તેના દ્વારા જુદા જુદા દેશો વચ્ચે થતી લેવડ-દેવડના આર્થિક વ્યવહારોનું માધ્યમ. ભિન્ન ભિન્ન ચલણવ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચે પારસ્પરિક દેવાની પતાવટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આવા વ્યવહારો માટે જુદા જુદા દેશોના ચલણ વચ્ચે વિનિમયદર નિર્ધારિત થતા હોય છે. આવા દર નિયંત્રિત નાણાવ્યવસ્થામાં જે…

વધુ વાંચો >

હેકમન જેમ્સ

હેકમન, જેમ્સ (જ. 19 એપ્રિલ 1944, અમેરિકા) : શિકાગો યુનિવર્સિટીના અર્થમિતિશાસ્ત્રના પ્રાધ્યાપક અને ઈ. સ. 2000 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ખાસ પસંદ કરવામાં આવેલા નમૂનાઓના વિશ્લેષણની પદ્ધતિઓને લગતા તાર્કિક સિદ્ધાંતો તારવવા માટે તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે અને આ નોબેલ પારિતોષિકના સહવિજેતા કૅલિફૉર્નિયા…

વધુ વાંચો >

હેક્સ્ચર એલિ એફ.

હેક્સ્ચર, એલિ એફ. (1879–1952) : સ્વીડિશ અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર. તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના આધુનિક સિદ્ધાંતનો પાયો નાંખ્યો છે. 1919માં તેમણે સ્વીડનના એક સામયિકમાં એક સંશોધનલેખ પ્રકાશિત કર્યો, જેને આધારે બર્ટિલ ઓહલીન નામના બીજા સ્વીડિશ અર્થશાસ્ત્રી(1899–1979)એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતો જે ખ્યાલ વિકસાવ્યો તે ‘હેક્સ્ચર–ઓહલીન પ્રમેય’ તરીકે ઓળખવામાં આવે છે. ઓહલીન પોતે હેક્સ્ચરના…

વધુ વાંચો >

હેગ સમજૂતી

હેગ સમજૂતી : નેધરલૅન્ડ્ઝ અને ઇન્ડોનેશિયા પ્રજાસત્તાક વચ્ચે ડચ-ઇન્ડોનેશિયા દરમિયાન ચાલતા સંઘર્ષનો અંત લાવવા માટે 2 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવેલ સમજૂતી. ઉપર્યુક્ત સમજૂતી હેઠળ વેસ્ટ ન્યૂ ગીનીનો પ્રદેશ બાદ કરતાં ડચ ઈસ્ટ ઇન્ડિઝનો બાકીનો સમગ્ર વિસ્તાર ઇન્ડોનેશિયાના પ્રજાસત્તાકને 30 ડિસેમ્બર, 1949 સુધી સોંપી દેવાનો કરાર કરવામાં આવેલો (જોકે હકીકતમાં…

વધુ વાંચો >

હેગિષ્ટે વસંતરાવ

હેગિષ્ટે, વસંતરાવ (જ. 16 મે 1906, અમદાવાદ; અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : કૉંગ્રેસ સેવાદળના સક્રિય કાર્યકર અને કોમી એખલાસ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નીડર સ્વાતંત્ર્યસેનાની. પિતાનું નામ હરિશ્ચંદ્ર જેઓ ભારત સરકારના ટપાલ ખાતામાં નોકરી કરતા અને પોસ્ટ માસ્ટર જનરલના પદ પરથી નિવૃત્ત થયેલા. માતાનું નામ કાશી જેઓ ગૃહિણી…

વધુ વાંચો >

હેગિષ્ટે હેમલતા

હેગિષ્ટે, હેમલતા (જ. 10 એપ્રિલ 1917, અમદાવાદ; અ. 31 માર્ચ 1993, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી મહિલા સામાજિક કાર્યકર. મૂળ મહારાષ્ટ્રના શ્રીવર્ધન ગામના વતની; પરંતુ સમગ્ર જીવન અમદાવાદમાં વિતાવ્યું. પિતાનું નામ હરિશ્ચંદ્ર જેઓ ભારત સરકારની ટપાલ ખાતાની નોકરીમાં હતા અને પોસ્ટ માસ્તર જનરલના પદ પરથી નિવૃત્ત થયા. માતાનું નામ કાશીબહેન જેઓ…

વધુ વાંચો >

હેન્ડરસન આર્થર

હેન્ડરસન, આર્થર (જ. 13 સપ્ટેમ્બર 1863, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 20 ઑક્ટોબર 1935, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનની લેબર પાર્ટીના અગ્રણી, ઇંગ્લૅન્ડના પૂર્વ ગૃહ તથા વિદેશમંત્રી અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. કારકિર્દીની શરૂઆતનાં વર્ષો દરમિયાન તેઓ રેલવે-એન્જિનો બનાવતા લોખંડ અને પોલાદના કારખાનામાં મોલ્ડર તરીકે કામ કરતા તથા ત્યાંના શ્રમસંગઠનને સેક્રેટરી તરીકે નેતૃત્વ…

વધુ વાંચો >

હૅન્ડેલ જૉર્જ ફ્રેડરિક

હૅન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 23 ફેબ્રુઆરી 1685, હૅલે, જર્મની; અ. 1759, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લિશ ઑરેટોરિયોઝ નામથી જાણીતી બનેલી સંગીતશૈલી ઇંગ્લિશ ચર્ચ-સંગીત, પશ્ચિમના કંઠ્ય તથા વાદ્ય-સંગીતના વિખ્યાત સ્વર-નિયોજક. સાત વર્ષના હતા ત્યારથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી અને બાર વર્ષની ઉંમરે હૅલે ખાતેના મુખ્ય ખ્રિસ્તી દેવળમાં તેના ગુરુ અને સ્વરનિયોજક ફ્રેડરિક…

વધુ વાંચો >

હૅન્સન અલ્વિન એચ

હૅન્સન, અલ્વિન એચ. (જ. 1887; અ. 1975) : જે. એમ. કેઇન્સના અમેરિકન ભાષ્યકાર તથા સંનિષ્ઠ પ્રતિપાદક. 1910માં તેમણે અમેરિકાની યાન્કટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ 1921માં વ્યાપારચક્રના વિષય પર ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ મિશિગન યુનિવર્સિટીમાં 1963 સુધી અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. જૂન 1963માં રિસર્ચ પ્રોફેસર ઑન…

વધુ વાંચો >