બાળકૃષ્ણ માધવરાવ મૂળે
સિંઘ કે. એન.
સિંઘ, કે. એન. (જ. 1 સપ્ટેમ્બર 1908, દહેરાદૂન; અ. 31 જાન્યુઆરી 2000, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સર્વપ્રથમ લાક્ષણિક અભિનયશૈલી ધરાવનારા પીઢ ખલનાયક. આખું નામ કૃષ્ણ નિરંજન સિંઘ. પિતા ચંડીપ્રસાદ જાણીતા વકીલ. કૉલેજનું શિક્ષણ ભારતમાં – પૂરું કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બન્યા અને સ્વદેશ પાછા આવીને પરિવારના વકીલાતના વ્યવસાયમાં દાખલ…
વધુ વાંચો >સિંહ બંધુ
સિંહ બંધુ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જાણીતા સરદાર તેજપાલસિંહ અને સરદાર સુરિંદરસિંહ નામના બે બંધુઓ. આ બેલડી હંમેશ સાથે જ ગાયન પ્રસ્તુત કરતી હોય છે. બંનેનો જન્મ ઇજનેર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદસિંહ હતું. સરદાર તેજપાલસિંહનો જન્મ લાહોરમાં 24 જુલાઈ 1937ના રોજ થયો હતો. તેમણે બાલ્યકાળથી તેમના…
વધુ વાંચો >સી.આઇ.એ. (CIA)
સી.આઇ.એ. (CIA) : અમેરિકામાં નૅશનલ સિક્યુરિટી ઍક્ટ (NSA) હેઠળ સ્થાપવામાં આવેલ સરકાર હસ્તકની ગુપ્તચર સંસ્થા. સ્થાપના : 1947. પૂર્ણ નામ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી. મુખ્ય કાર્યાલય વૉશિંગ્ટન ડી. સી. ખાતે. મુખ્ય કાર્ય દેશની અન્ય ગુપ્તચર એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય સલામતીને લગતી પ્રાપ્ત બાતમીઓનું સંકલન, મૂલ્યાંકન તથા પ્રસાર કરવા અને તેને આધારે દેશના…
વધુ વાંચો >સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC)
સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC) : ગ્રાહક શિક્ષણ, સંશોધન અને સુરક્ષાને વરેલી અમદાવાદ ખાતેની વિશ્વભરમાં વિખ્યાત બનેલી સંસ્થા. સ્થાપના : 1978. પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને લગતા કાયદા હેઠળ તેની નોંધણી થયેલી છે. સંશોધન-સંસ્થા તરીકે તે માન્યતા ધરાવે છે. બિન-નફાલક્ષી ધોરણે તે પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. ગ્રાહક-સુરક્ષા અંગે…
વધુ વાંચો >સી.બી.આઇ.
સી.બી.આઇ. : ભારતની અગ્રેસર પોલીસ-તપાસ એજન્સી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં ભારત સરકારનાં યુદ્ધને લગતાં તત્કાલીન ખાતાંઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના કિસ્સાઓની તપાસ કરવા માટે તત્કાલીન યુદ્ધખાતા હેઠળ 1941માં સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ(SPE)ના અનુગામી તરીકે હવે સી.બી.આઇ. નામનું આ સંગઠન ભારતમાં કાર્ય કરે છે. 1946ના પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટની…
વધુ વાંચો >સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત
સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત : જમીન, શ્રમ, મૂડી અને નિયોજકને તેમના દરેકના ઉત્પાદનકાર્ય બદલ કેટલું વળતર મળી શકે છે, એટલે કે તેમની કિંમતો કેવી રીતે નિર્ધારિત થાય છે તે સમજાવતો સિદ્ધાંત. તે વહેંચણીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. બેનહાનના શબ્દો ટાંકીએ તો પૂર્ણ સ્પર્ધા અને પૂર્ણ રોજગારીની સ્થિતિમાં ઉત્પાદનનાં વિવિધ સાધનોની…
વધુ વાંચો >સીરવઈ એચ. એમ.
સીરવઈ એચ. એમ. (જ. 5 ડિસેમ્બર 1906, મુંબઈ; અ. 25 જાન્યુઆરી 1996, મુંબઈ) : ભારતના અગ્રણી ન્યાયવિદ, ભારતના પૂર્વ ઍટર્ની જનરલ તથા સૉલિસિટર જનરલ અને મહારાષ્ટ્રના પૂર્વ ઍડ્વોકેટ જનરલ. આખું નામ હોરમસજી માણેકજી સીરવઈ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. કુશાગ્ર બુદ્ધિ માટે જાણીતા. અંગ્રેજી સાહિત્ય અને ફિલૉસૉફીમાં ખાસ રુચિ. 1927માં તત્વજ્ઞાન વિષય…
વધુ વાંચો >સુધાંશુ
સુધાંશુ (જ. 6 એપ્રિલ 1917, બારામતી, મહારાષ્ટ્ર; અ. 20 સપ્ટેમ્બર 2006, ઔદુંબર, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠીના ખ્યાતનામ કવિ, સ્વાતંત્ર્યસેનાની અને દત્તગુરુના આજન્મ ઉપાસક. મૂળ નામ હણમંત નરહર જોશી. ‘સુધાંશુ’ આ કવિનામ કાવ્યવિહારી નામના બીજા મરાઠી કવિએ તેમને આપ્યું. ત્યારથી તેમની બધી જ કાવ્યરચનાઓ આ તખલ્લુસથી જાણીતી થઈ છે. શિક્ષણ…
વધુ વાંચો >સુનીતા વિલિયમ્સ
સુનીતા વિલિયમ્સ (જ. 19 સપ્ટેમ્બર 1965, યુલ્વીડ, ઓહાયો, અમેરિકા) : અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો મહિલાનો વિક્રમ (2007) પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી. તેમના પૈત્રિક વંશનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ નામના એક નાનકડા ગામમાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડ્યાનો જન્મ આ…
વધુ વાંચો >સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ
સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ : ભારત અને રશિયાના સંયુક્ત સહકારથી વિકસાવવામાં આવેલ અને ભારતીય નૌકાદળ અને હવાઈ દળમાં વર્ષ 2001માં દાખલ કરવામાં આવેલ અત્યંત પ્રબળ પ્રક્ષેપાસ્ત્ર. તે ‘ક્રૂઝ’ પ્રકારનું મિસાઇલ છે જે પીજે-10 તરીકે ઓળખવામાં આવે છે. એની શક્તિ એટલી પ્રચંડ છે કે તે બ્રહ્માસ્ત્રની લઘુઆવૃત્તિ ગણાય છે. અવાજ કરતાં પણ…
વધુ વાંચો >