બળદેવભાઈ પટેલ

વેલિસ્નેરિયા (જલસરપોલિયાં)

વેલિસ્નેરિયા (જલસરપોલિયાં) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા હાઇડ્રૉકેરિટેસી કુળની એક પ્રજાતિ. તેનું ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તેની એક જલજ નિમજ્જિત (submerged) શાકીય જાતિનું વૈજ્ઞાનિક નામ Vallisneria spiralis L. (ગુ. જલસરપોલિયાં, પ્રાનવગટ; અં. ઇલ-ગ્રાસ ટેપ-ગ્રાસ) છે. તે વિરોહયુક્ત (stoloniferous) હોય છે. પર્ણો…

વધુ વાંચો >

વેલેરિસ

વેલેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વૃક્ષસ્વરૂપ અને કાષ્ઠમય આરોહી પ્રજાતિ. તેનું વિતરણ ભારતથી શરૂ થઈ દક્ષિણ-પૂર્વ એશિયા અને ફિલિપાઇન્સ સુધી થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે, તે પૈકી એક ઔષધીય અગત્ય ધરાવે છે. તેની એક જાતિ Vallaris solanacea Kuntze syn. V. heynei Spreng. (સં.…

વધુ વાંચો >

વેલ્વિત્સિયેસી

વેલ્વિત્સિયેસી : અનાવૃતબીજધારી વનસ્પતિઓના ક્લેમીડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક કુળ. આ કુળમાં એકમાત્ર વનસ્પતિ Welwitschia mirabilisનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં વૅલ્વિસના અખાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકિનારે અને એન્જોલામાં થાય છે. તે વર્ષ દરમિયાન 2.5 સેમી.થી પણ ઓછો વરસાદ થતો હોય તેવી અત્યંત શુષ્ક આબોહવામાં થાય છે. પ્રકાંડ આડા ઉપવલયી…

વધુ વાંચો >

શક્કરિયું

શક્કરિયું : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea batatas (Linn.) Lam. (હિં. મીઠા આલુ, શકરકંદ; બં. લાલ આલુ; મ. રતાલુ; ગુ. શક્કરિયું; તે. ચેલાગાડા; ત. સક્કરીવેલ્લેઇકિલંગુ; મલ. ચાકરકિલંગુ; અં. સ્વીટ પોટેટો) છે. તે નાજુક ભૂપ્રસારી કે આરોહી બહુવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. તે માંસલ સાકંદ મૂળ…

વધુ વાંચો >

શતાવરી

શતાવરી : એકદળી વર્ગમાં આવેલા બિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus racemosus Willd. (બં. શતમૂલી; ગુ. એકલકંટો, સતાવરી, સસલાચારો; હિં. ચાતવાલ, સતાવર, સતમૂલી; મ. આસવેલ, શતાવરી, શતમૂલી; ક. અહેરુબલ્લી, આશાધી; મલ. ચાતવાલી, સતાવરી; ત. અમૈકોડી, ઇન્લી-ચેડી, કડુમૂલા, શિમૈશડાવરી; તે. પિલ્લી-ગડ્ડાલુ, તોઆલા-ગડ્ડાલુ) છે. આ પ્રજાતિની જાતિઓ ઉપ-ક્ષુપ (under-shrub) કે…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શર્મા, અરુણકુમાર

શર્મા, અરુણકુમાર (જ. 31 ડિસેમ્બર 1924, કોલકાતા) : ભારતના સુપ્રસિદ્ધ કોષ-જનીનવિજ્ઞાની (cytogenetisist). તેઓ સી. સી. શર્માના પુત્ર છે. તેમણે 1943માં બી.એસસી., 1945માં એમ. એસસી. અને 1955માં ડી. એસસી., કોલકાતા યુનિવર્સિટીની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી. તેમણે 1947માં વનસ્પતિવિજ્ઞાન-વિભાગ, કોલકાતા યુનિવર્સિટીના વ્યાખ્યાતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો; 1976-88 સુધી સર રાસબિહારી સેન્ટર ઑવ્…

વધુ વાંચો >

શંખપુષ્પી (શંખાવલી)

શંખપુષ્પી (શંખાવલી) : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides Linn. (સં. શંખપુષ્પી, વિષ્ણુકાંતા; મ. શંખાહુલી; હિં. કૌડીઆલી, શંખાહુલી; બં. ડાનકુની; ક. કડવલમર) છે. તે એક બહુવર્ષાયુ, રોમિલ, જમીન પર પથરાતી શાખાઓવાળી કે ઉપોન્નત (suberect) શાકીય વનસ્પતિ છે. તેની શાખાઓ કાષ્ઠમય નાના મૂલવૃન્ત (rootstock) પરથી…

વધુ વાંચો >

શીમળો

શીમળો : દ્વિદળી વર્ગના બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Salmalia malabarica (DC.) Schott & Endl. Bombax ceiba Linn. syn. B. malabaricum DC; Gossampinus malabarica (DC.) Merr. (સં. શાલ્મલી, મ. સાવરી; હિં. સેમલ; બં. સિમુલ; ક. વુરલ એલન, યવલત દમર, યેલવડા; તે. રૂગચેટુ, બુરુંગા; તા. ઇલાવુ, શાનમલી; મલ. મલ્લિલંબુ;…

વધુ વાંચો >

શૂર્પણખા

શૂર્પણખા : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Monstera deliciosa Liebm. syn. Philodendron pertusum Kunth & Bouche છે. તે સદાહરિત આરોહી જાતિ છે અને વેસ્ટ ઇંડિઝ અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. શોભન પર્ણસમૂહ અને 25.0 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં ખાદ્ય ફળો માટે તેનો ભારતમાં પ્રવેશ કરાવવામાં…

વધુ વાંચો >