બળદેવપ્રસાદ પનારા

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી)

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી) (જ. 24 એપ્રિલ 1898, સેદલા, જિ. સુરેન્દ્રનગર; અ. 16 જુલાઈ 1984, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વૈદ્ય અને લેખક. ગુજરાતમાં સને 1925થી 1965ના સમયગાળામાં આયુર્વેદિક સાહિત્યસર્જન સાથે પ્રૅક્ટિસ કરી, જનતાની ઉત્તમ સેવા કરનારા નામી વૈદ્યોમાં મૂળ પાટડી(બાજાણા-વિરમગામ)ના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રીની ખાસ ગણના થાય છે. ગુજરાતમાં આ…

વધુ વાંચો >

શૂલરોગ

શૂલરોગ : વાત, પિત્ત, કફ તથા આમથી થતો પેટનો દુ:ખાવો (colic pain). આયુર્વેદમાં પારિભાષિક શબ્દ તરીકે પેટના દુખાવા માટે ‘શૂલ’ શબ્દ રોગ તરીકે વપરાય છે. શૂલરોગ (પેટનો દુખાવો) આઠ પ્રકારનો થાય છે : વાત, પિત્ત, કફથી એક એક કરી ઉત્પન્ન થાય છે તે ત્રણ; વાતપિત્ત, પિત્તકફ, કફવાત એમ બે બે…

વધુ વાંચો >

સમીર પન્નગ રસ-કલ્પ

સમીર પન્નગ રસ–કલ્પ : આયુર્વેદિક રસૌષધિ. આયુર્વેદમાં રસ-કલ્પના અંતર્ગત વિવિધ ખનિજ ધાતુઓ અને કાષ્ઠાદિ ઔષધિઓના યોગથી બનતી રસૌષધિ ‘સમીર પન્નગ રસ’ વૈદ્યોમાં બહુ વપરાય છે. ‘રસતંત્રસાર’ અને ‘સિદ્ધપ્રયોગ સંગ્રહ ખંડ 1’માં તેનો પાઠ આ પ્રમાણે આપેલ છે : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ સોમલ, શુદ્ધ મન:શિલ અને શુદ્ધ હરતાલ 100/100…

વધુ વાંચો >

સમુદ્રફળ

સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે…

વધુ વાંચો >

સમુદ્રશોષ (વરધારો)

સમુદ્રશોષ (વરધારો) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Barm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રશોષ, મ. સમુદ્રશોક, બં. બિરતારક, હિં. સમંદર-કાપાત, ક. અને તે. ચંદ્રપાડા, ત. સમુદ્રીરાપાકૃચાઈ, અં. એલિફંટ ક્રીપર, વૂલી મોર્નિંગ-ગ્લોરી) છે. તે એક કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને સમગ્ર…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર…

વધુ વાંચો >

સરગવો

સરગવો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરિન્ગેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera Lam. syn. M. pterygosperma Gaertn. (સં. શોભાંજન, શિગ્રુ, અક્ષીવ; હિં. સૈંજના, શાજના, મુંગ્ના; બં. સજેના, શજિના; મ. શેવગા, શગેટા; ગુ. સેક્ટો, સરગવો; અં. ડ્રમસ્ટિક ટ્રી, હોર્સ રેડીશ ટ્રી) છે. એક નાનું કે મધ્યમ કદનું, 4.5 મી.થી…

વધુ વાંચો >

સરસવ

સરસવ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસીકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. syn. B. rapa Linn. (સં. સર્ષપ; હિંદી. સરસોં, લાહી, લુટની, માઘી, તોરિયા; મ. શિરસી; બં. સ્વદા રાઈ; અં. ફિલ્ડ મસ્ટાર્ડ, ઇંડિયન કોલ્ઝા) છે. તે એક બહુશાખી, અતિ પરિવર્તી (variable), એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 90 સેમી.થી 1.5 મી.…

વધુ વાંચો >

સવા (સુવા)

સવા (સુવા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anethum sowa Roxb ex Flem. syn. A. graveolens Linn. var. sowa Roxb.; A. graveolens Dc., Peucedanum sowa Roxb.; P. graveolens Benth. (સં. શતાહ્વા, શતપુષ્પા; મ. બાળંતશેપ; હિં. સોયા; બં. શુલ્ફા; ક. સબ્બાશિંગે; તે. સદાપા, શતાકુપી; તા. શડાકુપ્પિ;…

વધુ વાંચો >

સહદેવી (સેદરડી)

સહદેવી (સેદરડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vernonia cinerea Less. (સં. સહદેવી; હિ. સહદેઈ, સહદેવી; મ. સદોડી, ઓસાડી; બં. કાલાજીરા; અં. પર્પલ ફ્લિએબેન; એશ-કલર્ડ ફ્લિએબેન) છે. તે ટટ્ટાર, ભાગ્યે જ અગ્રોન્નત અનુસર્પી (decumbent) શાકીય વનસ્પતિ છે અને ચોમાસામાં સમગ્ર ભારતમાં આશરે 1,800 મી.ની ઊંચાઈ…

વધુ વાંચો >