પ્રીતિ બરુઆ
આચાર્ય દેવેન્દ્રનાથ
આચાર્ય દેવેન્દ્રનાથ (જ. 3 માર્ચ 1937 જોરહાટ આસામ; અ. 29 સપ્ટેમ્બર 1981) : અસમિયા નવલકથાકાર. દેવેન્દ્રનાથ તેજસ્વી વિદ્યાર્થી હતા. ઇજનેર હતા. એમનું પ્રથમ પુસ્તક તે બાળકો માટેનું ‘હાતીપતિ’. તે પછી એમણે 3 નવલકથાઓ લખેલી. ‘અન્ય જુગ અન્ય પુરુષ’ એમની પ્રથમ નવલકથા હતી. એ આસામના ઇતિહાસ ઉપર આધારિત છે. ઓગણીસમી સદીના…
વધુ વાંચો >આતા ગોપાલ
આતા ગોપાલ (જ. 1540, નઝીરા, અસમ; અ. 1 જાન્યુઆરી 1611) : મધ્યકાલીન અસમિયા કવિ. એક મત અનુસાર આતા ગોપાલનો જન્મ 1533માં થયો હતો. જન્મ પછી એમનું કુટુંબ નઝીરામાં કાયમી વસવાટ માટે ગયેલું પણ ત્યાંથી એ લોકો કામરૂપમાં આવેલા ભવાનીપુરમાં ગયા. ત્યાંના પ્રસિદ્ધ કોચરાજા નરનારાયણે એમને રાજ્યના મુખ્ય વહીવટી અધિકારી તરીકે…
વધુ વાંચો >આધુનિક ગલ્પસાહિત્ય
આધુનિક ગલ્પસાહિત્ય (1965) : અસમિયા ટૂંકી વાર્તાના વિવેચનની કૃતિ. લેખક ત્રૈલોક્યનાથ ગોસ્વામી. આ કૃતિને 1967માં ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયેલો. પહેલા પ્રકરણમાં પ્રાગ્–આધુનિક યુગની વાર્તાઓનાં કથાનક, પ્રેરક બળો તથા વિવિધ શૈલીઓનું વિશ્લેષણ કર્યું છે. તે પછી કયાં કયાં પરિબળોને લીધે વાર્તાઓમાં આધુનિક તત્વ આવ્યું અને એ આધુનિકતા કેવા પ્રકારની છે…
વધુ વાંચો >આહ્વાન પત્રિકા
આહ્વાન પત્રિકા (1929-1939) : અસમિયા સાહિત્યિક માસિક. કૉલકાતાથી 1929માં પ્રથમ પ્રગટ થયું ને દશ વર્ષ ચાલ્યું. આ સામયિક આસામની બહારથી પ્રગટ થતું હોવાથી, એમાં સમકાલીન બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓ પણ પ્રગટ થતી. તે રીતે તેની દ્વારા અસમિયા સાહિત્યમાં વાસ્તવવાદ, સામ્યવાદ, ફ્રૉઇડનું મનોવિજ્ઞાન ઇત્યાદિ નવી સાહિત્યિક ધારાઓ પ્રવેશી. આથી આ માસિકને…
વધુ વાંચો >ઇયારુઇંગમ
ઇયારુઇંગમ (1960) : અસમિયા નવલકથા. ઇયારુઇંગમનો અર્થ જનતાનું શાસન થાય છે. સાહિત્ય અકાદમી દ્વારા 1961માં પુરસ્કૃત. તેના લેખક વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને 1979નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. આ રાજકીય નવલકથામાં ભારતીય અને નાગા રાષ્ટ્રીયતા વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. લેખકે કથાનકને અત્યંત કલાત્મક રીતે વિકસાવ્યું છે. એમાં ‘નાગા’ પહાડી પ્રદેશોનું રાજકારણ નિરૂપ્યું છે.…
વધુ વાંચો >એબેલાર નાટ (અર્ધા દિવસનું નાટક) (1955)
એબેલાર નાટ (અર્ધા દિવસનું નાટક) (1955) : ડૉ. વિરંચિકુમાર (1910-1964) બરુઆનું એકાંકી રૂપક. એમણે આ કૃતિ બીના બારુઆના ઉપનામથી લખેલી. ગુવાહાટીમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના થયા પછી એકાંકી રૂપકો અત્યંત મહત્વનાં બન્યાં છે. એ માટેનું પહેલું નાટક તે ‘એબેલાર નાટ’. એ નાટકમાં એક જ કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચેના વિચારોનું ઘર્ષણ…
વધુ વાંચો >કલિતા, દંડિનાથ
કલિતા, દંડિનાથ (જ. 30 જૂન 1890, તેજપુર, અ. 15 મે 1955) : સુવિખ્યાત અસમિયા સાહિત્યકાર. વ્યવસાયે શિક્ષક. સાહિત્યસાધના ખાસ શોખનો વિષય. કવિતામાં સવિશેષ રુચિ. તેમની કવિતાઓ મુખ્યત્વે હાસ્યરસ તથા વ્યંગપ્રધાન. ‘રાહગરા’ (1916), ‘રાગર’ (1916), ‘દીપ્તિ’ (1925), ‘બહુરૂપી’ (1926), ‘બિનાર ઝંકાર’ (1951) તેમના કાવ્યસંગ્રહો છે. ‘આસામ-સંધ્યા’ (1949) બ્લેંક વર્સમાં લખેલું એ…
વધુ વાંચો >કલિતા, વિષ્ણુકિંકર
કલિતા, વિષ્ણુકિંકર (જ. 1928) : આધુનિક અસમિયા નવલકથાકાર. તેમણે અત્યાર સુધીમાં દશ નવલકથાઓ લખી છે, પણ તેમાં સૌથી વિખ્યાત છે ‘ચિંતા’. એમાં મધ્યમ વર્ગના આસામી કુટુંબની સમસ્યાઓ નિરૂપી છે. આસામનું નાનાં નાનાં રાજ્યોમાં વિભાજન, તેને લીધે તેની કથળતી જતી આર્થિક સ્થિતિ, પૂર્વ બંગાળમાંથી આવતા નિરાશ્રિતોની ભરતી અને તેને કારણે આસામવાસીઓને…
વધુ વાંચો >