પ્રિયબાળાબહેન શાહ
આમ્રપાલી
આમ્રપાલી (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : વૈશાલી નગરીની પ્રસિદ્ધ નર્તકી. ઉદ્યાનમાં આમ્રવૃક્ષ નીચેથી તે મળી આવી હતી. તેને ઉદ્યાનના માળીએ ઉછેરી હતી. તેના યૌવનની પૂર્ણકળાએ તેના સૌન્દર્યને પામવા લિચ્છવી રાજપુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા; પરંતુ વૈશાલીમાં કાયદો હતો કે સૌન્દર્યવતી યુવતીએ નગરવધૂ બનવું અને અપરિણીત રહેવું. પરિણામે આમ્રપાલી લોકરંજન માટે…
વધુ વાંચો >કણ્વવંશ
કણ્વવંશ (ઈ. પૂ. 75થી ઈ. પૂ. 30) : શુંગકાળ પછીનો રાજવંશ. શુંગરાજ દેવભૂતિનો ઘાત કરાવનાર વસુદેવથી કણ્વવંશની શરૂઆત થાય છે. કણ્વ અથવા કાણ્વાયન રાજવંશમાં ચાર રાજાઓ થઈ ગયા. તેમનાં નામ વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશર્મા. તેમણે મગધમાં અનુક્રમે 9, 14, 12 અને 10 વર્ષ અર્થાત્ કુલ 45 વર્ષ સુધી રાજ્ય…
વધુ વાંચો >કન્હેરીનાં શિલ્પો
કન્હેરીનાં શિલ્પો : મુંબઈ પાસે બોરીવલીની નજીક આવેલી કન્હેરી ગુફાઓમાંનાં શિલ્પો. તેમાં કંડારેલી સોએક જેટલી બૌદ્ધગુફાઓને લીધે પ્રસિદ્ધ છે. ગુફાની દીવાલો પર વરદ મુદ્રાવાળા ઊભેલા બુદ્ધ કે ધર્મચક્રપ્રવર્તનની મુદ્રાવાળા બેઠેલા બુદ્ધ તેમજ કરુણામૂર્તિ બોધિસત્વ અવલોકિતેશ્વર, ભક્તો વગેરેની મોટા કદની આકૃતિઓ કંડારેલી છે. ભારતીય સંસ્કૃતિ તથા પુરાતત્વની ર્દષ્ટિએ આ મહત્વનાં ગુફા…
વધુ વાંચો >કલશ (આમલસારક)
કલશ (આમલસારક) : નાગર પ્રકારનાં મંદિરોનો કલગી સમાન ભાગ. શિખરના ટોચના ભાગ ઉપર કલશ કરવામાં આવે છે. આમલકને દાંતાવાળી કિનારી હોય છે. તેનો નક્કર ભાગ તે ગોળ પથ્થર હોય છે. આમલક મુખ્ય શિખરનો સૌથી ઊંચો – મુગટ સમાન ભાગ હોય છે, પણ તેથી વિશેષ તેના શૃંગ કે મંજરી એકબીજાને ટેકવીને…
વધુ વાંચો >કલ્યાણ મંડપ કે અમન મંદિર
કલ્યાણ મંડપ કે અમન મંદિર : ખૂબ જ અલંકૃત સ્તંભયુક્ત મંડપ. દક્ષિણ ભારતમાં મંદિરસ્થાપત્ય સ્વતંત્ર પદ્ધતિએ વિકાસ પામ્યું છે. પરિણામે ત્યાંનું મંદિરવિધાન ઉત્તર ભારત કરતાં જુદું તરી આવે છે. મંદિરની અતિ વિસ્તૃત પૂજાવિધિઓને કારણે તેમાં દેવતાગાર, સભાગૃહ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં કેટલાક નવા જોડાયેલા ભાગોનો ઉમેરો કરવામાં આવ્યો…
વધુ વાંચો >કંદરિયા મહાદેવ, ખજુરાહો
કંદરિયા મહાદેવ, ખજુરાહો : મધ્યયુગીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલામાં નોંધપાત્ર સ્થાન ધરાવતું ખજુરાહોનું મંદિર. ખજુરાહો મધ્યભારતના છત્તરપુર જિલ્લામાં 24o 51′ ઉ. અ. અને 80o પૂ. રે. ઉપર મહોબાથી 54 કિમી., છત્તરપુરથી 40 કિમી. અને પન્નાથી ઉત્તરે 38 કિમી. દૂર આવેલું છે. ઈ. સ.ની દસમી-અગિયારમી સદીમાં (950-1050) ચંદેલવંશીય રાજાઓની રાજધાની ખજુરાહોમાં…
વધુ વાંચો >કાકતીય વંશ
કાકતીય વંશ : આંધ્ર પ્રદેશનો પ્રસિદ્ધ રાજવંશ. કાકતી દેવીના ઉપાસક હોવાથી વંશનું આ નામ પડ્યું છે. બીજા મંતવ્ય પ્રમાણે કાકતીયપુરના રહેવાસી હોવાથી તેમના વંશનું આ નામ પડ્યું છે. કાકતીયોના પૂર્વવૃત્તાંત માટે ઘણો મતભેદ છે. ગારુવપાડાના અગ્રહારના દાનપત્રમાં કાકતીય રાજા સૂર્યવંશી હતા એવો ઉલ્લેખ છે, જ્યારે ભારતીય વિદ્યાભવનના ઇતિહાસગ્રંથમાં તેઓ શૂદ્ર…
વધુ વાંચો >કાજલ
કાજલ (સં. कज्जलम्, હિં. આંજણ.) : આંખને તેજસ્વી બનાવવા વપરાતો પદાર્થ. તેનો બીજો અર્થ ‘મેશ’ પણ થાય છે. દીવા ઉપર કોડિયું ધરતાં જે કાળો પદાર્થ એકત્ર થાય તેને મેશ કહેવામાં આવે છે. આ મેશને કસ્તૂરી વગેરેની સાથે મિશ્ર કરીને ઘીમાં કાલવીને આંખ માટેનું આંજણ તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે…
વધુ વાંચો >કાઠમાંડુ (કાષ્ઠમંડુ)
કાઠમાંડુ (કાષ્ઠમંડુ) : નેપાળની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 43′ ઉ. અ. અને 85° 19′ પૂ. રે.. આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 1400મી.ની ઉંચાઇએ આવેલું છે. ઇન્દ્રચોકની પશ્ચિમ તરફના બજારના ભાગને કાષ્ઠમંડુ (કાષ્ઠમંડપ) કહે છે. તે મંડપ એક જ વૃક્ષના લાકડામાંથી તૈયાર કરેલો છે. આવા બે મંડપો છે. મોટા…
વધુ વાંચો >કાપડની ભાતની કલા
કાપડની ભાતની કલા : ગુજરાતના રંગરેજ અને છીપાગરની કાપડ ઉપર છપાતી ભાતની કલા. વસ્ત્રપરિધાનમાં વિવિધ રંગો વપરાય છે. ખૂબ ભભકભર્યા રંગો કચ્છ જેવા રણપ્રદેશમાં રહેતા લોકોના પહેરવેશમાં જોઈ શકાય છે. દરેક વર્ણ ઉત્સવો સમયે અથવા કોઈ વિધિવિધાન વખતે પોતપોતાના દેશ કે ગામની ખાસિયત પ્રમાણેના રંગોનાં કપડાં પહેરે છે. આથી એમ…
વધુ વાંચો >