પ્રિયબાળાબહેન શાહ

કામરૂપ

કામરૂપ : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 260 30’ ઉ. અ. અને 900 00’ પૂ. રે.ની આજુબાજુનો 4,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જેની વસ્તી 15,17,202 (2011) છે. જ્યારે મેટ્રોપોલિટીનનો વિસ્તાર 1272 ચોકિમી. અને વસ્તી 12,60,409 (2011) છે. તેની ઉત્તરે ભુતાન, ઈશાનમાં દારાંગ જિલ્લો, પૂર્વમાં મોરીગાંવ…

વધુ વાંચો >

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…

વધુ વાંચો >

કાષ્ઠશિલ્પ

કાષ્ઠશિલ્પ : કાષ્ઠમાં કોતરેલું શિલ્પ. સામાન્ય માન્યતા એવી છે કે પાષાણના શિલ્પીઓએ કાષ્ઠના કારીગરો પાસેથી પાષાણ શિલ્પકળા હસ્તગત કરી. પથ્થરનું કોતરકામ કાષ્ઠના શિલ્પ કરતાં ઘણું મોડું વિકાસ પામ્યું. આ પ્રકારના પ્રાચીન જાણીતા દાખલા ભારતમાં કાર્લા, અજન્તા, નાસિક, મહાબલિપુરમ્ તથા અન્ય સ્થળોએથી મળી આવે છે. તેમાંથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યમાં…

વધુ વાંચો >

કિનારીવાળા વિનોદ

કિનારીવાળા, વિનોદ (જ. 20 સપ્ટેમ્બર 1924, અમદાવાદ; અ. 10 ઑગસ્ટ 1942, અમદાવાદ) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન થયેલ શહીદ. વિનોદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી હતો. તેના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મી હતું. વિનોદ દેશભક્ત હતો. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ એના આદર્શ હતા. 9મી ઑગસ્ટ 1942ની રાત્રે…

વધુ વાંચો >

કીર્તિસ્તંભ

કીર્તિસ્તંભ : ભારતીય સ્થાપત્યનો વિશિષ્ટ પ્રકાર. મંડપરચના તેમજ રાજમાર્ગની વચમાં દીપસ્તંભ કે તળાવમાં જલસ્તંભ તરીકે સીમા દર્શાવવા માટે બંધાવેલા સીમાસ્તંભ કે ચિહનસ્તંભ તેમજ મહાલયના ચોગાનમાં કીર્તિસ્તંભ તેમજ ગરુડસ્તંભ, બ્રહ્મસ્તંભ વગેરે અનેક પ્રકારના સ્તંભ જુદા જુદા ઉપયોગ માટે બાંધવામાં આવતા અને તે સ્તંભનું વિભિન્ન શૈલી મુજબ શિલ્પકામ થતું. ભારતની સ્થાપત્યકલામાં આમ…

વધુ વાંચો >

કુડુ

કુડુ : મંદિર-સ્થાપત્યમાં દેખાતી સામાન્ય રીતે ઘોડાની નાળના જેવા આકારની બારી. કાળક્રમે તે ક્ષીણ થતાં માત્ર સુશોભન તરીકે રહેલ. ‘કુડુ’ની ડિઝાઇન પલ્લવોના સમયમાં (ઈ. 300થી 800) દક્ષિણ ભારતમાં દાખલ થયેલી. બધે બને છે તેમ તેની ડિઝાઇનમાં ક્રમશ: ફેરફાર થતો ગયો. આ ડિઝાઇન અને તેમાં થતા ફેરફાર ઉપરથી સ્થાપત્ય અર્થાત્ મકાન…

વધુ વાંચો >

કુમારસ્વામી આનંદકેંટિશ

કુમારસ્વામી, આનંદકેંટિશ (જ. 22 ઑગસ્ટ 1877, કોલંબો, શ્રીલંકા; અ. 8 સપ્ટેમ્બર 1947, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : પૂર્વની કલાના વિશ્વવિખ્યાત સંશોધક અને વિદ્વાન ભાષ્યકાર. એમનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં થયેલું. શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી. તે ભૂસ્તરવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી 1903થી 1906 સુધી શ્રીલંકાની ખનિજવિજ્ઞાન સર્વેક્ષણ સંસ્થાના સંચાલક હતા. આ ત્રણ વર્ષો દરમિયાન તે…

વધુ વાંચો >

કુંભી

કુંભી : થાંભલાનો ભાર ઝીલવા તેની નીચેના ભાગની મોટા આકારની બેસણી. તે થાંભલાના ઉપરના ભારનું વહન કરવા મજબૂત બનાવવાના હેતુસર મોટા આકારની હોય છે, તે મંદિરના પીઠના કુંભને સમાંતર અને તદનુરૂપ જ હોય છે. કુંભીના કોણ અને ભદ્ર પણ પીઠના કોણ ઉપર અને ભદ્ર જેવાં જ પ્રમાણસર બનાવવામાં આવે છે.…

વધુ વાંચો >

કેશભૂષા

કેશભૂષા : કેશનું સંમાર્જન અને અલંકરણ. આ પ્રથા જગતની સર્વ જાતિઓમાં પ્રાચીન અને લોકપ્રિય છે. પ્રાચીન સાહિત્ય, ચિત્ર અને શિલ્પમાં સ્ત્રીપુરુષોની કેશરચનાનું જે વૈવિધ્ય જોવા મળે છે, તે આ કલાની લોકપ્રિયતાની પ્રતીતિ કરાવે છે. નાગરિકોએ જાણવાની અનેક કલાઓમાંની તે એક કલા ગણાતી. ભદ્રસમાજના પુરુષો આ કલાના નૈપુણ્ય વડે સ્ત્રીઓને રીઝવતા.…

વધુ વાંચો >

કેશવમંદિર

કેશવમંદિર : મૈસૂર પાસે સોમનાથપુરમાં આવેલું ચાલુક્ય શૈલીનું નાનકડું મંદિર. તેનું સ્થાપત્ય હોયશલા શૈલીનું છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના શિલાલેખમાં લખેલું છે કે ‘હોયશાળના રાજા નારસિંહ ત્રીજા(ઈ. સ. 1254-1291)ના સોમ અથવા સોમનાથ નામના એક અમલદારે બ્રાહ્મણો માટે અગ્રહાર બંધાવીને તેમાં ઈ. સ. 1268માં કેશવમંદિર બંધાવ્યું.’ આ મંદિરની વિશેષતા એ છે કે…

વધુ વાંચો >