પ્રાણીશાસ્ત્ર
પ્રતિદ્રવ્ય (antibody)
પ્રતિદ્રવ્ય (antibody) : પૃષ્ઠવંશી પ્રાણીઓના રુધિરરસમાંથી વહેતા રુધિરકોષો દ્વારા ઉત્પન્ન થયેલાં પ્રોટીન દ્રવ્ય જે શરીરમાં પ્રવેશ પામતાં બાહ્યદ્રવ્યોને ચોંટીને તેમનાથી શરીરની રક્ષા કરે છે. પ્રતિદ્રવ્યના ઉત્પાદન માટે કારણભૂત પદાર્થને પ્રતિજન કહે છે. પ્રતિદ્રવ્યમાં સંયોજક-સ્થાન (combinant site) નામે ઓળખાતાં વિશિષ્ટ સ્થાનો આવેલાં છે, જેની સાથે પ્રતિજનમાં આવેલ નિશ્ચાયક સ્થાન (determinant site)…
વધુ વાંચો >પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા)
પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા) : વિશિષ્ટ ઉદ્દીપનના પ્રતિસાદ રૂપે અભાનાવસ્થા(unconsciousness)માં શરીર દ્વારા ઉદભવતી પ્રત્યાચરણ ક્રિયા. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિવર્તનો વિશિષ્ટ ભાતને અનુસરે છે. કેળવણીના પ્રભાવ હેઠળ આચરવા ટેવાયેલા અંગુષ્ઠધારી (primates) પ્રાણીઓમાં પણ દૈનિક વ્યવહારમાં પ્રતિવર્તનો મહત્વનો ભાગ ભજવે છે. સામાન્યપણે પ્રતિવર્તન સાથે ચેતાતંત્ર સંકળાયેલું છે; પરંતુ ચેતાકોષોનો અભાવ હોય તેવા પ્રજીવોમાં પણ…
વધુ વાંચો >પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન)
પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન) : જૈવિક પ્રયોગો (biological experimentation) માટે કામમાં આવતાં પ્રાણીઓનાં પાલનપોષણ માટે ખાસ બંધાયેલાં પ્રાણીગૃહો. દવાઓ (drugs), ઝેરી દ્રવ્યો, પીડક-નાશકો (pesticides), પ્રાણીઓનાં વિવિધ અંગો પર સારી-માઠી અસર કરતાં રસાયણો, સૌંદર્ય-પ્રસાધનો (cosmetics) તેમજ અન્ય જૈવી અણુઓ (bio-molecules) જેવાના પરીક્ષણાર્થે વિવિધ પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. આયુર્વૈજ્ઞાનિક કાર્યવિધિ (medical…
વધુ વાંચો >પ્રાણીચર્મપૂરણ (taxidermy)
પ્રાણીચર્મપૂરણ (taxidermy) : મૃત પ્રાણીની ખાલ ઉતારી, તેમાં વિવિધ પદાર્થો ભરીને, પ્રદર્શન હેતુ માટે તેને જીવંત અને સક્રિય લાગે તેવી રીતે તૈયાર કરવાની કલા. પ્રાણી-ઉદ્યાનોમાં જીવંત પ્રાણીઓને તેમના પ્રાકૃતિક પર્યાવરણમાં રાખવામાં આવે છે. પ્રાકૃતિક સંગ્રહાલયોમાં મૃત પ્રાણીઓને ચર્મપૂરણકલા દ્વારા તૈયાર કરીને પ્રાકૃતિક પરિવેશમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચર્મપૂરણકલા કેટલીક વિશેષ…
વધુ વાંચો >પ્રાણીજ રેસાઓ
પ્રાણીજ રેસાઓ : પ્રોટીનના વિકરણ(denatured)થી પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત તંતુમય પદાર્થો, જેમાં કેટલાંક સંધિપાદોએ બનાવેલા વાળ જેવા રેસાઓ, રેશમ-ફૂદાંના કોશેટાને ફરતે વીંટાયેલા ચળકતા સૂક્ષ્મ તાંતણા, કરોળિયાનાં જાળાં, પક્ષીઓનાં કોમલ પીંછાં (plumules) અને સસ્તનોના વાળનો સમાવેશ થાય છે. આ બધા રેસાઓ નિર્જીવ ઘટકો છે. રેશમ-ફૂદાંએ નિર્માણ કરેલા રેશમના નામે ઓળખાતા તંતુઓ માનવ…
વધુ વાંચો >પ્રાણીશાસ્ત્ર
પ્રાણીશાસ્ત્ર : પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું પ્રાકૃતિક (natural) વિજ્ઞાન. વનસ્પતિ અને પ્રાણી – આમ બે સૃષ્ટિમાં સજીવો વહેંચાયેલા છે. એ બંનેનો અભ્યાસ એટલે સજીવવિજ્ઞાન (biology). માનવ-પ્રાણીનાં ઘણાં લક્ષણો અન્ય પ્રાણીઓ સાથે મળતાં આવે છે; તેથી અન્ય પ્રાણીઓના અભ્યાસ પરથી પણ માનવ-સ્વાસ્થ્ય માટે અગત્યની ઘણી માહિતી મેળવી શકાય છે. વનસ્પતિસૃષ્ટિનાં…
વધુ વાંચો >પ્રાણી-સંદેશાવ્યવહાર (animal communication)
પ્રાણી-સંદેશાવ્યવહાર (animal communication) : સંરચનાત્મક (structural) સંકેતોનું ઉત્સર્જન અને બીજા પ્રાણી દ્વારા તેના સ્વીકારને પરિણામે પ્રાણીઓ વચ્ચે પરસ્પર સ્થપાતો સંપર્ક વ્યવહાર. પ્રાણી-સંદેશાવ્યવહારમાં ર્દશ્યમાન, શ્રાવ્ય, રાસાયણિક અને વૈદ્યુત પ્રકારના સંકેતો સંકળાયેલા હોય છે. કેટલાંક પ્રાણીઓ સંદેશા-વ્યવહારમાં ઉપર્યુક્ત વિકલ્પોમાંથી કોઈ એકનો ઉપયોગ કરતાં હોય છે, જ્યારે કેટલાંક પ્રાણીઓ સંદેશાવ્યવહારમાં એક કરતાં વધારે…
વધુ વાંચો >પ્રોજેક્ટ ટાઇગર
પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું…
વધુ વાંચો >પ્રોટીન-સંશ્લેષણ
પ્રોટીન-સંશ્લેષણ : m-RNAના નિયમનને આધીન કોષોમાં થતું પૉલિપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ. આમ તો પેશીઓના ભાગ રૂપે આવેલાં પ્રોટીનો ઉપરાંત ચયાપચયી પ્રક્રિયા માટે તેની જરૂરિયાત પ્રમાણે નિર્માણ થતા ઉત્સેચક જેવાં પ્રોટીનો સંકીર્ણ સ્વરૂપનાં હોય છે. સામાન્યપણે અનેક પૉલિપેપ્ટાઇડની શૃંખલાઓ ઉપરાંત જીવરસમાં આવેલ કાર્બોદિતો, લિપિડો, ખનિજ રસાયણો સાથે સંયોજાતા કોષરસમાં સંકીર્ણ સ્વરૂપનાં પ્રોટીનો…
વધુ વાંચો >