પ્રહ્લાદ છ. પટેલ
સમય
સમય : વિશ્વના વર્ણન માટે જરૂરી કેટલાંક પરિમાણોમાંનું એક. અથવા એવું તત્ત્વ (પરિમાણ) જે સૃદૃષ્ટિના સર્જન સાથે અસ્તિત્વમાં આવ્યું. બે ઘટનાઓ વચ્ચેના ગાળા અથવા અવધિનું માપન. આંખના પલકારાનો અતિસૂક્ષ્મ અંશ. કાળ વ્યાપક છે, સમય નહિ. કાળમાં સમયનો સમાવેશ થાય છે; પણ સમયમાં કાળનો નહિ. આમ, સૂક્ષ્મ રીતે જોતાં કાળ અને…
વધુ વાંચો >સાપેક્ષતા-સિદ્ધાંત
સાપેક્ષતા–સિદ્ધાંત : પ્રકાશની ગતિના સાર્વત્રિક (વૈશ્વિક) સ્વરૂપના વર્ણનને માન્ય કરતો ભૌતિકવિજ્ઞાનનો સિદ્ધાંત. પરિણામ-સ્વરૂપે આ સિદ્ધાંત અવકાશ, સમય અને અન્ય યાંત્રિક (mechanical) માપનો કરતા નિરીક્ષકની કામગીરી ઉપર આધાર રાખે છે. આ ભૌતિકવિજ્ઞાનનો વ્યાપક સિદ્ધાંત મૂળભૂત રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇને વીસમી સદીના આરંભે આપેલો. તેમાં સમય અને અવકાશનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતું વિશ્ર્લેષણ સમાવિષ્ટ…
વધુ વાંચો >સીગ્બાહન કાર્લ માને જ્યૉર્જ (Siegbahn Carl Manne George)
સીગ્બાહન, કાર્લ માને જ્યૉર્જ (Siegbahn, Carl Manne George) (જ. 3 ડિસેમ્બર 1886, ઑરેબ્રો (Oerebro), સ્વીડન; અ. 26 સપ્ટેમ્બર 1978, સ્ટૉકહોમ) : X-કિરણ વર્ણપટવિજ્ઞાન-(spectroscopy)ના ક્ષેત્રે શોધો અને સંશોધન કરવા બદલ વર્ષ 1924નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વીડિશ ભૌતિકવિજ્ઞાની. ઉચ્ચ શાલેય શિક્ષણ મેળવ્યા બાદ, 1906માં તેમણે લુંદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીં સંશોધન કરીને…
વધુ વાંચો >હોયલ ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)]
હોયલ, ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)] (જ. 24 જૂન 1915, બિંગ્લે, યૉર્કશાયર, બ્રિટન; અ. 20 ઑગસ્ટ 2001, બોર્નમથ, ઇંગ્લૅન્ડ) : વિશ્વની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને તેના ભાવિને લગતાં રહસ્યોની જાણકારી ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરનાર બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની (Astrophysicist). પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. એક દિવસે તેમની વર્ગશિક્ષિકાએ બાળકોને પાંચ પાંખડીનું ફૂલ શોધી લાવવા…
વધુ વાંચો >હ્યુજીન્સ ક્રિશ્ચિયન
હ્યુજીન્સ, ક્રિશ્ચિયન (જ. 14 એપ્રિલ 1629, હેગ, નેધરલૅન્ડ્ઝ; અ. 8 જુલાઈ 1695, હેગ, નેધરલૅન્ડ્ઝ) : લોલક-ઘડિયાળ અને પ્રકાશની પ્રકૃતિ સંબંધે સિદ્ધાંત રજૂ કરનાર પ્રખર અભ્યાસી અને વિજ્ઞાની. કવિ સંગીતકાર, નોંધનીય ઉસ્તાદ (gymnast) અને સમાજના પ્રતિભાશાળી નાગરિકના તેઓ પુત્ર હતા. હ્યુજીન્સે નાનપણથી ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનમાં ભારે રસ દાખવ્યો હતો. તેમણે લેડન…
વધુ વાંચો >